અગ્નિ-5નું સફળ પરીક્ષણઃ ભારતની આ મિસાઇલ ચીનના ખૂણે ખેણામાં મચાવી શકે છે તબાહી

ભારતે રવિવારે અગ્નિ-5 મિસાઇલનું અબ્દુલ કલામ આઇલેન્ડના ઇંટેગ્રેટિડ ટેસ્ટ રેંજ (આઇટીઆર)નું સફળ પરીક્ષણ કર્યું છે. આ પરીક્ષણ ઓડિશાના બાલાસોર જિલ્લામાં કરવામાં આવ્યું છે. આઇલેંડઝને વ્હીલર આઇલેન્ડના નામથી પણ ઓળખવામાં આવે છે.

આ બેલિસ્ટિક મિસાઇલના પરીક્ષણ લોન્ચ પેડ નંબર 4 પરથી સવારે 9.48 મિનિટ પર કરવામાં આવ્યું છે. આ છઠ્ઠી વખત છે જ્યારે મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ મિસાઇલનું સફળ પરીક્ષણ આ વર્ષના જાન્યુઆરી મહિનામાં થયું છે. અગ્નિ-5નું પહેલું પરીક્ષણ 19 એપ્રિલ 2012માં કરવામાં આવ્યું હતું. બીજી વખત 15 સપ્ટેમ્બર 2013, ત્રીજું પરીક્ષણ 31 જાન્યુઆરી 2015 અને ચોથું પરીક્ષણ 26 સપ્ટેમ્બર 2016ના દિવસે થયું હતું.

ડીઆરડીઓ દ્વારા સ્વદેશ નિર્મિત આ પરમાણુ ક્ષમતા ધરાવતી સરફેસ ટુ સરફેસ મિસાઇલ 5,000થી 8000 કિલોમિટર સુધીના ઘેરાવમાં નિશાન સાધી શકે છે. આ મિસાઇલ ચીનના લગભગ દરેક વિસ્તારમાં પહોંચી શકે છે. 50 ટનથી પણ ભારે આ મિસાઇલની લંબાઇ 17 મિટર અને પહોળાઇ 2 મીટર છે. આ પોતાની સાથે એક ટનથી પણ વધારે પરમાણું હથિયારોને લઇ જઇ શકે છે.

અગ્નિ-5નું છેલ્લી વખત ડિસેમ્બર 2016માં પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે, આ ઇન્ટરકોન્ટિનેંટલ બેલિસ્ટિક મિસાઇલનું છેલ્લું પરીક્ષણ છે. અગ્નિ-5, અગ્નિ સિરિઝની મિસાઇલ છે. જેને ડીઆરડીઓએ વિકસિત કરી છે. ઉલ્લેખનીય છેકે, ભારત પાસે પહેલાથી અગ્નિ-1 અગ્નિ-2 અને અગ્નિ-3 મિસાઇલ છે. જેને પાકિસ્તાન વિરૂદ્ધ બનાવવામાં આવેલી રણનીતિ અંતર્ગત તૈયાર કરવામાં આવી છે. જ્યારે અગ્નિ-4 અને અગ્નિ-5ને ચીને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે.