અમદાવાદમાં રહેતા લગભગ સાડા છ લાખ વડીલોમાંથીર૦ ટકાને એલ્ડર અબ્યુઝનો અનુભવ થાય છે.

dignity

અમદાવાદમાં રહેતા લગભગ સાડા છ લાખ વડીલોમાંથીર૦ ટકાને એલ્ડર અબ્યુઝનો અનુભવ થાય છે.

પ્રતિનિધિ દ્વારા ગુજરાત યુનિવર્સિટી દ્વારા હાથ ધરાયેલ એક અભ્યાસ નો અહેવાલ છે કે અમદાવાદમાં લગભગ સાડા છ લાખ સીનીયર સીટીઝન્સ રહે છે, પરંતુ તેમાંથીલગભગ રૅ ટકા લોકો એલ્ડર અબ્યુઝનો અનુભવ કરી રહેલ છે. આ અંગે ડીગ્નીટીફાઉન્ડેશન દ્વારા ચિંતા કરવામાં આવી હતી અને એ એમ એ ખાતે યોજાયેલ એક સેમીનારમાં શ્રી એ કે સીંગ,આઈપીએસ, કમિશનર ઓફ પોલીસ, અમદાવાદ, શ્રી કે એલ એન રાવ, જોઈન્ટ પોલીસ કમિશનર, અમદાવાદ, ડૉ.યોગેશમૈટ્રેક (ડાયરેકટર, યુસીડી) ડૉ. પ્રદીપ પ્રજાપતિ (ડીન, ગુજરાત યુનિવર્સિટી) ડૉ. શીલા શ્રીનિવાસન (સ્થાપક પ્રમુખ, ગૌરવ ફાઉન્ડેશન અને સામાજિક કાર્યકર્તા) શ્રી કે. નિંત્યાનંદમ, આઈ.પી.એસ. (નિવૃત્ત), શ્રી રવિ કર્ણવત (એડવોકેટ) અને શ્રી વાઘ બકરી ટી ગ્રૂપના અધ્યક્ષ પિયુષ દેસાઇ, અને મુખ્ય આશ્રયદાતા, અમદાવાદ ચૅપ્ટર ઓફ ડિગ્નીટી દ્વારા આવાવડીલો માટે એક હેલ્પલાઈન નં. ૦૭૯-૨૬૫૮૦૪૦૩ જાહેર કરવામાં આવેલ હતો.
ગુજરાત યુનિવર્સિટીના અહેવાલ મુજબ અમદાવાદની વસ્તીની ટકાવારી વધી રહી છે તે સાથે વૃધ્ધોનો વધારો પણ થઈ રહેલ છે અને તેમની ઉપેક્ષાના કિસ્સા બની રહેલ છે, આ ઉપેક્ષાખાસ કરીને નાણાકીય અને સામાજિક કારણો સર થતી હોય છે. લગભગ સાડા છ લાખ જેટલા વડીલોમાથં દોઢ લાખ જેટલા વડીઓ આવી અવહેલનાનો ભોગ બનતા હોય છે.
આ અંગે વાત કરતાં પોલીસ કમિશનર શ્રી એ કે સીંગે જણાવેલ કે આવું જયારે બને છે ત્યારે પોલીસ પણ વડીલોની સાથે હોય છે, તેઓ ફરિયાદ કરી શકે છે, અને અને વડીલોને તેમના સંબંધીઓ સાથે સુમેળ કરાવવા અથવા તો કાયદાકીય રીતે યોગ્ય તે કરવા પ્રયત્ન કરીએ જ છીએ. પોલીસથી ડરવાને બદલે મિત્ર સમજવી જોઈએ. તેઓએ એમ પણ જણાવેલ કે વડીલોની અવહેલના કરનાર તેમના પૂત્રો અથવા તો બીજા કુટુંબીઓને પોલીસ સ્ટેશનમાંબોલાવવામાં અવે અને અમે અમારી રીતે શીખામણ આપીએ તો પણ સુમેળ થઈ શકે.
અહીં ચર્ચામાં ભાગ લેનાર બીજા મહાનુભાવોએ પણ આ જ વાત કરી હતી, જો કે એક વાત ખાસ હૃદયને સ્પર્શે તેવી તે હતી કે, આર્થિક રીતે સધ્ધર અથવા તો મધ્યમ વર્ગના લોકોમાં ગરીબોની ઉપેક્ષા વધારે થાય છે, આવા વર્ગમાંથી ઘરડા ઘરમાં જનાર વડીલોની સંખ્યા વધારે છે, જયારે ગરીબ ઘરોમાં મજૂરી કરીને પેટ ભરતા લોકોમાં વડીલ જયારે બિમાર પડે ત્યારે તેમના ખૃચને પહોંચી વળા માટે તકલીફ પડે છે આમ છતાં તેઓ ગમે તે રીતે મેનેજર કરે, જોડા ઝઘડા થાય પણ ખરા, પણ આવા વૃધ્ધોને વૃધ્ધાશ્રમનો સહારો લેવો પડે તેવા દિવસો આવતા નથી. જો કે મોટા ભાગના વડીલો, તકલીફ પડે તો પણ પોલીસનો સહારો લેવાનું પસંદ કરતા નથી.
શીયલુ શ્રીનિવાસન જણાવે છે કે, ” ડ્ઢૈખ્તહૈંઅ ફાઉન્ડેશનનું મિશન દરેક વૃદ્ધ લોકો જીવનમાં ગૌરવ અને સલામતી સાથે જીવન જીવવા સક્ષમ બને તે છે. મોટે ભાગે વડીલોને એકલતા, નાણાકીય અસંતુલન વગેરેનો સામનો કરવો પડતો હોય છે.
વરિષ્ઠ દુર્વ્યવહારના અડધા કિસ્સામાં વરિષ્ઠ સભ્યોના પરિવારજનોના હાથમાં હોય છે.- અજાણ્યા લોકોમાં કરવામાં આવેલ સર્વેમાં ડૉ. શીલા શ્રીનિવાસનના એક અભ્યાસમાં ઉત્તરદાતાઓના ૬૧% લોકોએ જણાવ્યું કે તેમને મૌખિક દુરુપયોગનો સામનો કરવો પડ્યો હતો, ૩૦.૮૫% લોકોએ જણાવ્યું હતું કે તેમને તેમની સંભાળ લેતા વ્યક્તિ દ્વારા નાણાકીય દુરુપયોગનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે ૧૫.૨૯% અને ૧૧.૭૬ %એજણાવ્યું હતું કે તેમને અનુક્રમે માનસિક અને શારીરિક દુર્વ્યવહારનો સામનો કરવો પડ્યો હતો.”
અમદાવાદમાંઆડાઘનેદૂરકરવામાટે, ડીગ્નીટી ફાઉન્ડેશન દ્વારા હાથ ધરવામાં આવેલ હેલ્પલાઈન નંબર (૦૭૯-૨૬૫૮૦૪૦૩) વડીલોને સહાયતા આપવાના હેતુથી શરૂ કરવામાં આવ્યો છે.

હેલ્પલાઇનની સ્થાપના માટેના હેતુઓ આ મુજબ છેઃ
૧) છહ્વેજી ને નિયંત્રિત કરવા માટે વૈશ્વિક શ્રેષ્ઠ પ્રયાસોનો ઉપયોગ કરતા, વૃદ્ધ વ્યક્તિઓ માટે એક પ્રતિ ભાવ સામાજિક સહાય સિસ્ટમ ચલાવવા માટે .
૨)કુટુંબની અંદર અને બહાર ભૌતિક હિંસાથી બચાવવા અને તેનું રક્ષણ કરવા.
૩) કટોકટી દરમિયાન મદદ અને સહાય પ્રદાન કરવા.
૪) ત્યજી દેવાયેલા વડીલો માટે આશ્રયની માહિતી પૂરીપ ાડવા.
૫)પોલીસ સહાય મેળવવા.
૬) પ્રશિક્ષિત સલાહકારો દ્વારા મનોવૈજ્ઞાનિક અને ભાવનાત્મક ટેકો આપવો..