અમદાવાદ ખાતે દરેક ટેબલ પર ટ્રેન દ્વારા ઓર્ડર સર્વ કરતી રેસ્ટોરન્ટ ‘કાબુસ’ ની શરુઆત

રસોડાથી તમારા ટેબલ સુધી ભોજન પિરસાશે ટ્રેન દ્વારા
અમદાવાદ ખાતે દરેક ટેબલ પર ટ્રેન દ્વારા ઓર્ડર સર્વ કરતી રેસ્ટોરન્ટ ‘કાબુસ’ ની શરુઆત

પ્રતિનિધિ દ્વારા અમદાવાદ, તા.૨૦
ગુજરાતમાં સૌપ્રથમવાર ખાવાપીવાના શોખીન ગ્રાહકો માટે ટ્રેનમાં નાનકડી મસ્ત ટ્રેનમાં જમવાનું પીરસતી અનોખી રેસ્ટોરન્ટ કાબુસનો અમદાવાદ શહેરમાં પ્રારંભ થયો છે. એસ.જી હાઇવે પર કારગીલ પેટ્રોલપંપની સામે કાબુસ નામની આ અનોખી રેસ્ટોરન્ટમાં ગ્રાહક ઓર્ડર આપે એટલે હોટલના રસોડાથી છેક ગ્રાહકના ટેબલ સુધી એકટે કે ઓર્ડરના પ્લેસ સુધી ટ્રેન મારફતે મેનુની વાનગી-આઇટમો પીરસવામાં આવશે. આ રેસ્ટોરન્ટની સૌથી નોંધનીય વિશેષતા એ છે કે, ગ્રાહકોના ઓર્ડરથી રસોડાના ટેબલ સુધી ટ્રેનના જુદા જુદા પાટા લગાડવામાં આવ્યા છે અને તે પર ટ્રેન મુકવામાં આવી છે. જ્યારે ગ્રાહક ઓર્ડર આપે ત્યારે તે મુજબનો ચીજ કિચનથી શેફ દ્વારા તે ટ્રેનમાં ટેબલ ક્રમાંક મુજબ મુકવામાં આવે છે અને તે ટ્રેન તે નિશ્ચિત ટેબલ પર જઈને અટકે છે. જે સ્વાદના રસિયાઓ અને ખાવાના શોખીન ગ્રાહકો માટે આકર્ષણ નું કેન્દ્ર બની ગયું છે. આ અંગે કાબુસના માલિક કિરીટભાઈ, દેવેન્દ્રભાઈ, સુહાસભાઈ અને આનંદભાઈએ જણાવ્યું હતું કે, “અમે હોટેલ ઇન્ડસ્ટ્રીમાં વધારે કામ કર્યું નથી, પરંતુ અમે ઇચ્છતા હતા કે અમે અમદાવાદ ના લોકો ને કાઇંક નવું આપીએ અને તેથી જ અમે આ ટ્રેનની થીમ પર રેસ્ટોરેન્ટની શરૂઆત કરી. આ પ્રકારે નાનકડી ટ્રેન (રેલ્વેગાડી) મારફતે ગ્રાહકોને જમવાનું પીરસતી ગુજરાતની આ પ્રથમ અને ભારત ની બીજી રેસ્ટોરેન્ટ છે. આ રેસ્ટોરેન્ટમાં જમવાની ફુડ આઇટમો અને વાનગીઓની વિવિધતા પણ મળી રહેશે. અમારા દરેક વસ્તુના ભાવ ખુબજ રીઝનેબલ છે જેથી લોકો પર ખર્ચ નો વધારે ભાર ન આવે.” આ રેસ્ટોરન્ટ તેની અનોખી અને સંતોષજનક સેવાઓને લઇને ગ્રાહકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બની રહી છે એમ તેમણે ઉમેર્યું હતું.