the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

આ બેઠકમાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ઉપસ્થિતિ

૨૦૧૯ની ચૂંટણીને લઇ ૨૬ લોકસભા બેઠક જીતવા ભાજપે તૈયાર કરી રણનીતિ
આ બેઠકમાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ઉપસ્થિતિ

અમદાવાદ
૨૦૧૯માં ગુજરાતની ૨૬ લોકસભા બેઠક જીતવા માટે ભાજપે રણનીતિ બનાવવાની કામગીરીનો આરંભ કરી દીધો છે. આ રણનીતિની શરૂઆત ભાજપની ચિંતન બેઠકથી કરવામાં આવી છે. જો કે હાલ ચિંતન બેઠકમાં ૧૦ મુદ્દાઓ પર ખાસ વિશેષરૂપે ભાર મુકવામાં આવ્યો છે. આ બેઠકમાં મુખ્યત્વે સંગઠનને મજબૂત કરવું, સરકાર અને સંગઠન વચ્ચે તાલમેલ રાખવો, લોકસંપર્ક અને વિપક્ષ ઉપર પ્રહારની રણનીતિ નક્કી કરવામાં આવશે. જેમાં પાર્ટીનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનાં માર્ગદર્શનની ભૂમિકા વધુ મહત્વની રહેશે.આ ચિંતન શિબિરમાં ૩૫ એવા આગેવાનોની પસંદગી કરવામાં આવી છે કે તેઓ રોડમેપ માટે સામાજિક, રાજનીતિક અને ભૌગોલીક રીતે ઉપયોગી આવશ્યક બની રહે. જેમાં સૌરાષ્ટ્ર જે હાલમાં ભાજપ માટે ઇડરીયો ગઢ સર કરવા જેવી કપરી પરિસ્થિતિમાં છે. કેમ કે મોરબી, ગીર સોમનાથ, અમરેલીમાં હાલ પાર્ટી પાસે એક પણ ધારાસભ્ય નથી. તેમજ નર્મદા, તાપી, ડાંગમાં પણ ભાજપે વિધાનસભામાં પોતાનું પ્રભુત્વ ગુમાવ્યું છે.જ્યારે સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, બોટાદ, પાટણ, જૂનાગઢ, મહીસાગર અને છોટા ઉદેપુરમાં વિધાનસભા ચૂંટણીમાં માત્ર ૧ સીટ મેળવવામાં ભાજપને સફળતા મળી છે. એટલે જ દક્ષિણ ગુજરાતમાંથી અદિવાસી નેતા તરીકે મંગુભાઇ પટેલ, કોળી આગેવાન તરીકે હીરાભાઈ સોલંકી, ચૌધરી આગેવાનમાં હરિભાઈ તથા શંકર ચૌધરીને ઉપસ્થિત રાખ્યાં હોઇ શકે.આ સાથે જ પાર્ટીએ બળવંતસિંહ રાજપુતને બેઠકમાં સ્થાન આપીને એક કાંકરે ૨ શિકાર કર્યાનું અનુમાન કરી શકાય. આ માટે જ ૨૦૧૯ લોકસભાની ચૂંટણીમાં આ બેઠકમાં કોંગ્રેસને કંઈ રીતે પછડાટ આપી શકાય એની પણ રણનીતિ ઘડાશે.આ ચિંતન શિબિરમાં સોથી મહત્વપૂર્ણ બાબત એ છે કે આ બેઠકમાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ઉપસ્થિતિ રહેવાનાં છે. અમિત શાહ સમગ્ર રણનીતિને અમલીકરણ કેવી રીતે કરાય અને તેની આગામી દિવસોમાં અસર શું રહેશે એ અંગે ચર્ચા કરશે. આ સાથે સાથે જ સંગઠનને વિવાદ રહિત કઇ રીતે બનાવી શકાય તેમજ આંતરિક જૂથબંધી કઇ રીતે દૂર કરી શકાય તે મામલે પણ મહત્વની જવાબદારી અદા કરશે.જો કે સરકાર અને સંગઠનમાં યોગ્ય તાલમેલ કઇ રીતે રાખી શકાય તે મુદ્દે અમિત શાહ વિશેષ માર્ગદર્શન કરશે. જો કે સૌથી મહત્વપૂર્ણ બાબત તો એ છે કે હાર્દિક, અલ્પેશ અને જીજ્ઞેશને કેવી રીતે પડકાર આપવો એ અંગે પણ બેઠકમાં વિશેષ ચર્ચા કરાશે. પરંતુ સવાલ એ છે કે ૨૦૧૪માં ભાજપ લોકસભા ચૂંટણી લડીને ત્યારનો માહોલ અને આવનાર ૨૦૧૯નાં રાજકીય અને સામાજિક સમીકરણો સાવ વિભિન્ન છે. ત્યારે હવે ભાજપની આ બેઠક કેટલી કારગત સાબીત થશે એ હવે જોવાનું રહ્યું.