ઇફ્તાર પાર્ટીમાં PM મોદીના ફિટનેસ વીડિયો ઉપર રાહુલ ગાંધી હસી પડ્યા

ઇફ્તાર પાર્ટીમાં PM મોદીના ફિટનેસ વીડિયો ઉપર રાહુલ ગાંધી હસી પડ્યા

કોંગ્રેસ અધ્યક્ષ બન્યા પછી રાહુલ ગાંધીએ પહેલીવાર ઇફ્તાર પાર્ટીનું આયોજન કર્યું છે. દિલ્હીમાં તાજ પેલેસ હોટલમાં ચાલી રહેલી કોંગ્રેસની ઇફ્તાર પાર્ટીમાં ધાર્મિક અને રાજકીય જમાવડાની સાથે વિપક્ષના નેતઓએ પણ હાજરી આપી હતી. ઇફ્તાર પાર્ટીમાં રાહુલ ગાંધીએ મુસ્લિમ ટોપી પહેરેલી છે. આ દરમિયાન પીએમ મોદીના ફિટનેસ ચેલેન્જના વીડિયોનો ઉલ્લેખ થયો ત્યારે કોંગ્રેસના નેતાઓની રાહુલ ગાંધી પણ હસી પડ્યા હતા.

રાહુલ ગાંધીએ પોતાના ટેબલ ઉપર બેઠેલા મહેમાનને પૂછ્યું હતું કે, તમે પીએમ મોદીનો ફિટનેસ વીડિયો જોયો? થોડી ક્ષણ રોકાઇને તેઓ બોલ્યા it’s bizarre (કેટલો અજીબ છે). કોગ્રેસ અધ્યક્ષની આ કોમેન્ટ પર દિનેશ ત્રિવેદી અને સીતારામ યેચુરી ખડખડાટ હસવા લાગ્યા હતા. પછી હસતા હસતા રાહુલ ગાંધીએ સીતારામ યેચુરીને પૂછ્યું હતું કે, તમે પણ ફિટનેસ વીડિયો બનાવ્યો છે? જેના પર યેચુરી ફરીથી ખડખડાટ હસવા લાગ્યા.

18 દળોને મોકલ્યું હતું આમંત્રણ

રાહુલ ગાંધી દ્વારા આયોજીત ઇફ્તાર પાર્ટીમાં કોંગ્રસ તરફથી 18 રાજકીય દળોના નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ પહેલા કોંગ્રેસ અધ્યક્ષ રહેલા સોનિયા ગાંધીએ 2015માં ઇફ્તાર પાર્ટીનું આયોજન કર્યું હતું. એવું માનવામાં આવી રહ્યું છે કે આ પાર્ટીથી વિપક્ષની એક્તામાં વધારો થઇ રહ્યો છે.

કોગ્રેસની ઇફ્તાર પાર્ટીમાં હાજર રહ્યા આ નેતાઓ

કોંગ્રેસની ઇફ્તાર પાર્ટીમાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી, પ્રતિભા પાટીલ અને પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી હાજર રહ્યા હતા. આ ઉપરાંત સીપીએમ નેતા સીતારામ યેચુરી સહિત લેફ્ટના અનેક નેતાઓ પણ પાર્ટીમાં સામેલ થયા હતા. કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદ, અહમદ પટેલ, રાજીવ શુક્લા, શીલા દિક્ષિત, બદરુદ્દીમ અઝમલ પણ હાજર રહ્યા હતા. જેડીયુના પૂર્વ નેતા શરદ યાદવ, એનસીપીના નેતા દિનેશત્રિવેદી, ડિએમકેના સાંસદ કનિમોઝી પણ ઇફ્તાર પાર્ટીમાં પહોંચ્યા હતા.