the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

એક્યુરસી શીપીંગ એન એસ ઈ એમ ઈ આઈ પી ઓ પૃથ્થકરણ (અધર્સ)

એક્યુરસી શીપીંગ એન એસ ઈ એમ ઈ આઈ પી ઓ પૃથ્થકરણ 

એકયુરસી શીપીંગ લિમિટેડ (એએસએલ) થર્ડ પાર્ટી લોજિસ્ટિક્સ સોલ્યુશન પ્રદાતા છે. તે ક્લાયન્ટ્‌સને પરિવહન અને વિતરણ, ફ્રેઈટ ફોર્વર્ડીંગ, ક્લીયરિંગ અને ફોરવર્ડિંગ સેવા, કસ્ટમ હાઉસ ક્લિઅરન્સ, વેરહાઉસીંગ અને વેલ્યુ એડેડ સેવાઓ સહિતની કસ્ટમાઇઝ્‌ડ એન્ડ એન્ડ ટુ એન્ડ લોજિસ્ટિક્સ સોલ્યુશન્સ અને સેવાઓ પૂરી પાડે છે. એએસએલ પ્રોજેક્ટ કાર્ગોના સંચાલનમાં પણ સંકળાયેલી છે, જે વિશિષ્ટ પ્રવૃત્તિ છે જેમાં વિસ્તૃત આયોજન અને તકનીકી કુશળતા જરૂરી છે. વ્યાપક પ્રોજેક્ટ હેન્ડલિંગ સર્વિસમાં કસ્ટમાઇઝ્‌ડ સોલ્યુશન્સની રચના અને એક્ઝેક્યુશનનો સમાવેશ થાય છે, જેમાં પરિવહનના એકથી વધુ સ્થિતિઓનો ઉપયોગ કરીને એક સ્થાનથી બીજા સ્થળે ઉચ્ચ મૂલ્ય વિશિષ્ટ સાધનોના પરિવહન માટે ચોક્કસ ગ્રાહક જરૂરિયાતો પૂરી કરવા માટે તૈયાર કરવામાં આવે છે. મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટ ઑપરેટર તરીકે, કંપની નિકાસ અને આયાત માલ માટે સંપૂર્ણ નૌકાદળ સેવાઓ પૂરી પાડે છે, જેમાં દરિયાઈ, રોડ, રેલ અને હવાઈ જેવા પરિવહનના અનેક પ્રકારોનો ઉપયોગ થાય છે. ફક્ત કંપનીના નામે જઈને, તે શિપિંગ કંપની તરીકે તેનું નામગેરમાર્ગે દોરે છે, એક ક્ષેત્ર જે સારી સ્થિતિમાં નથી.

છજીન્ ગાંધીધામ ખાતે મુખ્ય કરેચીધરાવે છે અને પાન ઈન્ડિયા નેટવર્ક દ્વારા સંચાલિત તા. ૩૧ જાન્યુઆરી, ર૦૧૮ ના રોજ પ શાખાઅ કચેરીઓ ૧૩૦૦ થી વધારે ગ્રાહકો ધરાવે છે. ભાડેથી ઉપયોગમાં લેવાતા વાહનોના કાફલા ઉપરાંત, તેના અંતર્દેશીય પરિવહનને પહોંચી વળવા ૧૫૦ થી વધુ વાહનોનો કાફલો પણ છે. તે કંપનીના વ્યવસાય માટે વાહનો, વેરહાઉસીઝ અને અન્ય અસ્કયામતો અને સેવાઓ પૂરી પાડતી વિવિધ બિઝનેસ ભાગીદારોનું નેટવર્ક પણ ધરાવે છે. હાલમાં તે મુખ્યત્વે દક્ષિણ આફ્રિકા, ઇજિપ્ત, તુર્કી, ઇટાલી, કોલંબો વગેરેથી ૩૫ થી વધુ દેશોમાં બિઝનેસ ભાગીદારો દ્વારા સેવાઓ ઓફર કરે છે.

તેમના કેટલા દેવાની પુનઃચુકવણી/અગાઉથી ચુકવણી કરવા, ટ્રાન્સપોર્ટેશન વાહનો ખરીદવા અને કાર્યકારી મૂડી તેમ જ જનરલ કોર્પસ ફંડની જરૂરીયાત માટે ભંડોળ એકત્રિત કરવા આ કંપની મેઈડન આઈપીઓ દ્વારા તેનો રૂ. ૧૦ નો એક એવા ૪૨૫૭૬૦૦ ઈકવીટી શેર,(ચોખ્ખું પ્રિ આઈપીઓ પ્લેસમેન્ટ ૬૭૮૪૦૦ શેર, રૂ. પ.૭૦ કરોડના) બુકબિલ્ડીંગ રૂટ દ્વારા રૂ. ૮૧ થી રૂ. ૮૪ના ભાવે ઓફર કરીને રૂ. ૩૪.૪૯ કરોડથી રૂ. ૩૫.૭૬ કરોડ (નીચેના અને .પરના પ્રાઈઝ બેન્ડના આધારે) એકત્રીત કરવા મૂડી બજારમાં આવેલ છે. જાહેર ભરણા માટે આ ઈસ્યુ તા. ૧૧.૦૬.૨૦૧૮ ના રોજ ખુલશે અને તા. ૧૪.૦૬.૨૦૧૮ના રોજ બંધ થશે. ઓછામાં ઓછી અરજી ૧૬૦૦ શેર માટે અને તે પછી તેના ગુણાંકમાં કરવાની રહેશે. ફાળવણી પછી તેમના શેર એન એસ ઈ એસ એમ ઈ ઈમર્જ પર લીસ્ટ થશે. આ ઈસ્યુના લીડ મેનેજર પેન્ટોમેથ કેપિટલ એડવાઈઝર્સ પ્રા. લી. છે જયારે રજીસ્ટ્રાર લીન્ક ઈનટાઈમ ઈન્ડિયા પ્રા. લિ છે.
શરૂઆપમાં ભાવોભવ શેર આપ્યા પછી,તેમણે બીજા શેર, શેર દીડ રૂ. ૮૪ ના ભાવે આપેલ હતા. (જેમાં પ્રિ આઈપીઓ પ્લેસમેન્ટનો સમાવેશ થાય છે.)જે તેમની ભરપાઈ થયેલમૂડીના ૩૨.૮૦ ટકા હિસ્સો આપશે. પ્રમોટરો દ્વારા સંપાદિત શેરની સરેરાશ કિંમત શેર દીઠ રૂ. ૬.૪૧ અને રૂ. ૧૦.૦૦ છે. આ ઈસ્યુ પછી તેમની હાલની ભરપાઈ થયેલ મૂડી જે રૂ. ૧૦.૮૦ કરોડ છે (મે. ર૦૧૮ ના પ્રિ આઈપીઓ પ્લેસમેન્ટ રૂ. ૮૪ કરોડ સાથે) તે વધીને રૂ. ૧૫.૦૬ કરોડ થશે. (આશરે)

દેખાવની વાત કરીએ તો, છેલ્લા ચાર વર્ષમાં આ કંપનીનુંં ટર્નઓવર અને ચોખ્ખો નફો, રૂ.૯૭.૩૯ કરોડ / રૂ. ૦.૬૨ કરોડ (નાણાકીય વર્ષ ૨૦૧૪), રૂ. ૧૬૧.૬૬ કરોડ / રૂ. ૦.૩૨ કરોડ. (નાણાકીય વર્ષ ૨૦૧૫), રૂ. ૧૭૦.૭૯ કરોડ / રૂ. ૧.૦૭ કરોડ (નાણાકીય વર્ષ ૧૬) અને રૂ. ૨૦૧.૨૯ કરોડ / રૂ. ૧.૯૬ કરોડ (નાણાકીય વર્ષ ૧૭) થયેલ છે. ના. વ. ર૦૧૮ની તા. ૩૧.૧૨.૧૭ અંતિત પ્રથમ ૯ માસના ગાળામાં આ કંપનીએ રૂ. ૨૬૬.૫૩ કરોડ ના ટર્નઓવર પર રૂ. ૬.૮૨ કરોડ નફો કરેલ હતો. આ રીતે ના. વ. ર૦૧૮ના માસમાં તેમણે ટોપ લાઈનમાં ખૂબ સારો દેખાવ કરેલ અને વૃધ્ધિ પણ કરેલજે ચીંતા ઉપજાવે છે. ના. વ. ર૦૧પ માં તેઓએ ટોપ લાઈનમાં વૃધ્ધિ હોવા છતાં બોટમ લાઈનમાં પીછેહઠ બતાવી હતી. છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં તેમની સરેરાશ શેર દીઠ આવક રૂ. પ.પ૩ અને સરેરાશ આર ઓ એન ડબલ્યુ ૧૬.૨૭ ટકા છે. તા. ૩૧.૧૨.૧૭ના રોજ ના ૨૧.૦૩ ના એન એ વી ના આધારે આ ઈસ્યુનો ભાવ ૪ ના પી/બીવી થી આવે છે. ના. વ. ર૦૧૮ના (૯ માસના) જોરદાર નફાના આધારે, જો આપણે તેની છેલ્લી કમાણીનું વાર્ષિકીકરણ કરીએ અને આ ઈસ્યુના પછીના તમામ શેરના આધારે વહેંચીએ તો પણ માગવામાં આવેલ ભાવ ૧૩+ ના પી/ઈ રેશિયોની આસપાસ આવે છે, પરંતુ કંપની આગળ ઉપર આવો સુંદર દેખાવ કરી શકશે કે કેમ તે લાખ રૂપિયાનો સવાલ છે. તેમના ઓફર દસ્તાવેજો મુજબ તેઓએ ટાઈગર લોજીસ્ટિકસ, ઓલકાર્ગો લોજીસ્ટિકસ, સિકલ લોજીસ્ટિકસ અને ટોટલ ટ્રાન્સપોર્ટ સિસ્ટમને તેમના લીસ્ટેડ હરિફ તરીકે બતાવેલછ છે જેઓ અનુક્રમે ૧૮, ૨૬, ૨૯ અને ૧૦નાપી ઈ રેશિયોથી વેચાઈ રહેલ છે. તા. ૩૧.૧૨.૧૭ના રોજ તેમનો ડેબ્ટ ઈકવીટી રેશિયો ૨.૦૪% છે.
મર્ચંટ બેંક મોરચે, છેલ્લા ચાર વર્ષમાં તેમની આ પ્રકારની ૭૩ મી કામગીરી છે, અને છેલ્લા ૧૦ લીસ્ટીંગમાં, લીસ્ટીંગના દિવસે એક શેર ભાવોભાવ ખુલેલહતો અને બાકીના ૯ શેર ૧.૫૯ ટકા થી ર૦ ટકાના પ્રિમિયમથી ખુલેલ હતા.

નિષ્કર્ષ / ઇન્વેસ્ટમેંટ સ્ટ્રેટેજી
જો કે ના. વ. ૧૮ના ૯ માસના જોરદાર દેખાવને આધારે, ઉપરછલ્લું જોતાં, તેના ભાવ વાજબી જણાય છે, જો કે આવા દેખાવનું સાતત્ય ચિંતા ઉપજાવે છે. તેથી જેમના હાથ પર વધારાની રોકડ હોય તેવા રોકાણકારો તેમના પોતાના જોખમે રોકાણ કરવા વિચારી શકે.