કર્ણાટક : કુમારસ્વામીની ખુરશી ફરીવાર ખતરામાં

સિદ્ધારમૈયાને મળવા નવ ધારાસભ્યો પહોંચી ગયા
કર્ણાટક : કુમારસ્વામીની ખુરશી ફરીવાર ખતરામાં

કોંગ્રેસના સંકટમોચક સિદ્ધા હવે પાર્ટીને સંકટમાં મુકનાર બની રહ્યા છે : જેડીએસ તથા કોંગ્રેસી સભ્યોમાં અસંતોષ
કમાં કોંગ્રેસ અને જેડીએસ સરકાર બન્યા બાદથી રાજ્યની રાજનીતિમાં મજબત પક્કડ ધરાવનાર પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની નારાજગી મુખ્યમંત્રી કુમારસ્વામી માટે ભારે પડી શકે છે. રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે પાંચમી જુલાઈના દિવસે રજુ થનાર બજેટ પહેલા કુમારસ્વામીની ખુરશી જઈ શકે છે. હવે એવા અહેવાલ આવી રહ્યા છે કે અસંતુષ્ટ સિદ્ધારમૈયાથી મળવા એક મંત્રી સહિત કોંગ્રેસના ૯ ધારાસભ્યો દક્ષિણ કન્નડ જિલ્લાના બેલતાનગડી પહોંચી રહ્યા છે. પૂર્વ મુખ્યમંત્રીના વલણને જોતા એમ માનવામાં આવી રહ્યું છે કે આગામી દિવસોમાં રાજ્યની રાજનીતિમાં કેટલાક મોટા ધરખમ ફેરફાર થઈ શકે છે. થોડાક દિવસથી સિદ્ધારમૈયા સતત મુખ્યમંત્રી કુમારસ્વામીને લઈને પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. આનાથી જેડીએસ ધારાસભ્યોમાં નારાજગીનું મોજુ ફરી વળ્યું છે. કોંગ્રેસના પણ નેતાઓમાં અસંતોષનું મોજુ જોવા મળી રહ્યું છે. કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા જે જેડીએસ-કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ પણ છે. તેમનું કહેવું છે કે હાલના સમયમાં તમામ કામગીરી અટવાયેલી છે. તેઓ સારવાર દરમિયાન કોઈના ફોન ઉઠાવી રહ્યા નથી. બીજી બાજુ લોકોનું કહેવું છે કે તેમના વિશ્વસનિય લોકો સાથે સિદ્ધારમૈયા સતત બેઠકો યોજી રહ્યા છે. કર્ણાટકની ગઠબંધન સરકાર પોતાના મંત્રીઓ અને ધારાસભ્યોની નારાજગીના પરિણામ સ્વરૂપે મુશ્કેલીમાં નજરે પડી રહી છે. કોંગ્રેસના અસંતુષ્ટ નેતાઓ તરફથી વાતચીતના કોઈ પ્રયાસ દેખાઈ રહ્યા નથી. કર્ણાટક સરકાર માટે સૌથી મુશ્કેલી એ પણ છે કે કોંગ્રેસના મોટાભાગના નારાજ નેતા સરકારને ગબડાવી દેવા માટે ભાજપ સાથે સંપર્ક કરી રહ્યા છે. બીજી બાજુ હવે અસંતુષ્ટ પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાથી ધારાસભ્યોની મુલાકાતની વિગતો આવીરહી છે. જેના લીધે ગઠબંધન સરકારની મુશ્કેલીઓ વધી રહી છે. કર્ણાટકમાં મુખ્યમંત્રી કુમારસ્વામીની ખુરશી ખતરામાં દેખાઈ રહી છે.