the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

ગુજરાતને ભષ્ટચારમુકત બનાવવા લોકલક્ષી તમામ પ્રક્રિયાઓ ઓનલાઇન શરૂ કરાશે –મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી

ગુજરાતને ભષ્ટચારમુકત બનાવવા લોકલક્ષી તમામ પ્રક્રિયાઓ ઓનલાઇન શરૂ કરાશે
–મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી

માહિતી બ્યુરો દ્વારા
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે અને ઇન્ડિયા ન્યુઝ ગુજરાતી અને ચેમ્બર ઓફ કોમર્સના સંયુકત ઉપક્રમે સરસાણા નેશનલ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાયેલા સુરતના શીરોમણી સન્માન કાર્યક્રમ અવસરે હીરા ઉદ્યોગના અગ્રણી ગોવિંદભાઇ ધોળકીયા, સવજીભાઇ ધોળકીયા, સમાજ શ્રેષ્ઠી અને અનાથ દિકરીઓના પિતાતુલ્ય મહેશભાઇ સવાણી, આરોગ્ય ક્ષેત્રે સારી કામગીરી બદલ ઇન્ટરનેશનલ ગોલ્ડ સ્ટાર એવોર્ડ વિજેતા ર્ડા.પ્રફુલ્લભાઇ શીરોયા, ટેબલ ટેનિસ ક્ષેત્રે તાજેતરમાં કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ વિજેતા હરમિત દેસાઇ ઉપરાંત શહેશના શ્રેષ્ઠી, પ્રદીપ જરીવાલા અને નિલેશ માંડલેવાલાનુ઼ એવોર્ડ તથા પ્રશસ્તિપત્ર આપી બહુમાન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ રાંદેર ખાતે ઇન્ડિયા ન્યુઝ ગુજરાતના સ્ટુડીયોનું લોકાર્પણ કર્યું હતું.
સરસાણા કન્વેંશન હોલ ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રીશ્રીએ ઇન્ડિયા ન્યુઝ ગુજરાત ઇન્ડિયા ન્યુઝ ગુજરાતના ચેનલના ડીરેકટર હેલી રાવ સાથેની પ્રશ્નોતરી દરમિયાન જણાવ્યું હતું કે, ગુજરાત આખા દેશમાં ચર્ચામાં કેન્દ્ર સ્થાને છે. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી પણ ગુજરાતી છે. મહાત્મા ગાંધીજી, મોરારજી દેસાઇ, સરદાર વલ્લભભાઇ પટેલ જેવા વીરપુરુષોએ ગુજરાતને નેતૃત્વ આપ્યું છે. ગુજરાતની પ્રતિષ્ઠાની આગવી ઓળખ ઊભી કરી છે. ટેકનોલોજીના ઉપયોગ વડે લોકોને ઓફિસોમાં આવવું ન પડે એ દિશામાં રાજય સરકાર પારદર્શિતા અને દીર્ઘદષ્ટ્રિ સાથે આગળ વધી રહી છે. ઓનલાઇન નકશાની મંજુર બાદ હવે એનએની પણ ઓનલાઇન મંજુરીની પ્રક્રિયા શરૂ કરવા સરકારની પ્રતિબધ્ધતા મુખ્યમંત્રીશ્રીએ વ્યકત કરી હતી.
વાયબ્રન્ટ સમીટ અંગેના પ્રત્યુતરમાં મુખ્યમંત્રીએ ગુજરાતે વૈશ્વિક ફલક પર ઓળખ ઊભી કરી છે. દૂનિયાના અનેક દેશો આ સમીટમાં ભાગીદાર બને છે. પાંચ હજાર મેગાવોટ સોલાર પ્લાન્ટ ધોલેરામાં તૈયાર થઇ રહયો છે. ગ્રીડ એનર્જી તરફ ગુજરાત આગળ વધી રહયું છે. ૧૦ જેટલા સ્થળોએ દરિયાઇ ખારા પાણીમાંથી મીઠા પાણી માટેના પ્લાન્ટો તૈયાર કરવામાં આવશે. આવનારા ભવિષ્યની ચિંતા કરીને ગુજરાતે પહેલ કરી હોવાનું મુખ્યમંત્રીશ્રીએ વિશ્વાસપૂર્વક જણાવ્યું હતું.
ભષ્ટ્રાચાર મુકત સરકાર પ્રજાએ વિશ્વાસ પ્રસ્થાપિત કર્યો છે. સરકારની નિયત-નિષ્ઠા પર ગુજરાતને પ્રજાએ ભરોસો મુકયો છે. ટેકનોલોજીના માધ્યમ વડે, કાયદાઓમાં સુધારા-વધારા કરીને, ઉચ્ચકક્ષાએથી ભષ્ટ્રાચાર મુકત ગુજરાત બનાવવાનો નિર્ધાર કર્યો છે અને એ દિશામાં રાજય સરકાર આગળ વધી રહી હોવાનું મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
ગુજરાતમાં યુવાનોને કૌશલ્યવર્ધન બનાવીને રોજગારી ઉપલબ્ધ કરાવવા રાજય સરકારના દઢસંકલ્પનો ઉલ્લેખ કરીને મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી એપ્રેન્ટીશીપ યોજના હેઠળ ગુજરાતના એક લાખ યુવાનોને ઉદ્યોગ, સર્વીસ સેન્ટરમાં સ્કીલ ડેવલપ કરશે. રોજગારી આપવામાં ગુજરાત નંબર વન રહયું છે. યુવાનોને એપ્રેન્ટીશીપ સાથે રાજય સરકાર રૂા.ત્રણ હજાર,કેન્દ્ર સરકાર ત્રણ હજાર અને ઉદ્યોગગૃહ રૂા.ત્રણ હજાર આપશે.
મા અમૃતમ યોજના, શિક્ષણક્ષેત્રે જ્ઞાનકુંજ પ્રોજેકટ, આદિવાસી ક્ષેત્રોમાં પાટર્નરશીપના ધોરણે મેડીકલ કોલેજ, શૈક્ષણિક વાઇફાઇ ઝોન સહિતની મુખ્યમંત્રીશ્રીએ પ્રશ્નોત્તરીમાં ચર્ચાઓ કરી હતી.