the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

ચંદ્રાબાબુુએ વિશેષ રાજયનો મુદ્દો ઉઠાવ્યો,નીતીશ કુમારે સમર્થન કર્યું

નીતિ પંચની બેઠક
ચંદ્રાબાબુુએ વિશેષ રાજયનો મુદ્દો ઉઠાવ્યો,નીતીશ કુમારે સમર્થન કર્યું

નવીદિલ્હી,તા.૧૭
નીતી પંચની બેઠકમાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ બેઠકમાં રાજયને વિશેષ દરજજાનો મુદ્દો ઉઠાવ્યો.આ દરમિયાન બેઠકમાં નોટબંધી અને જીએસટીને લઇને પણ ચર્ચા થઇ.બેઠકની શરૂઆત સંબોધનમાં વડાપ્રધાન મોદીએ વન નેશન વન ટેકસને સાકાર કરવા માટે ગુડ્‌સ એન્ડ સર્વિસ ટેકસ (જીએસટી)ને લાગુ કરવામાં રાજયોની ભૂમિકાની પ્રશંસા કરી.
વડાપ્રધાને આ બેઠકમાં પુર પ્રભાવિત રાજયોના મુખ્યમંત્રીઓને કેન્દ્ર તરફથી પુરી મદદનું આશ્વાસન આપ્યું છે.જયારે બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારે નીતિ પંચ ગવર્નિગ કાઉસિલની બેઠકમાં આંધ્રપ્રદેશને વિશેષ રાજયનો દરજજો આપવાની માંગનું સમર્થન કર્યું અને બિહાર માટે પણ વિશેષ રાજયનો દરજજાની માંગ કરી.
કહેવાય છે કે આંધ્રપ્રદેશના વિકાસથી જોડાયેલ મુદ્દા પર કેન્દ્રની મોદી સરકારને ઘેરવા માટે ચંદ્રાબાબુ નાયડુ પણ પુરી તૈયારી કરી આવ્યા હતાં.નાયડુ આ મહત્વપૂર્ણ બેઠકમાં આંધ્રને વિશેષ રાજયનો દરજજો આપવાથી કેન્દ્રના ઇન્કારના મુદ્દાને પણ ઉઠાવ્યો. એ યાદ રહે કે નાયડુના નેતૃત્વમાં ટીડીપીએ આ મુદ્દા પર એનડીએનો સાથ છોડયો હતો અને હાલ બિન ભાજપ મોરચો બનાવવાના પ્રયાસમાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ખુબ સક્રિય ભૂમિકા નિભાવી રહ્યાં છે.
નીતિ પંચ ગવર્નિગ કાઉસિલની બેઠક દરમિયાન કર્ણાટકના મુખ્યમંત્રી એચ ડી કુમારસ્વામી, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને કેરલના મુખ્યમંત્રી પિનરઇ વિજયને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત કરી હતી. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ટ્‌વીટ કરી કહ્યું કે મેં આંધ્રપ્રદેશ, કર્ણાટક અને કેરલના મુખ્યમંત્રીઓની સાથે આજે વડાપ્રધાનની મુલાકાત કરી દિલ્હી સરકારની સમસ્યાઓને તાકિદે સમાધાન કરવાની વિનંતી કરી.
એ યાદ રહે કે નીતી પંચની બેઠકમાં આવતા પહેલા મમતા બેનર્જી ચંદ્રાબાબુ નાયડુ પી વિજયન અને કુમારસ્વામીએ કેજરીવાલના ઘરે જઇ તેમના ધરણાને પોતાનું સમર્થન આપ્યું હતું.મમતાએ કહ્યું હતું કે આ સંધવાદ પર હુમલો છે અને તે નીતિ પંચની બેઠકમાં વડાપ્રધાનની સામે આ મુદ્દો ઉઠાવશે