the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

જમ્મુ કાશ્મીર : યાસિન મલિકની અટકાયત, મીરવાઇઝ નજરકેદમાં

જમ્મુ કાશ્મીરમાં અલગતાવાદી નેતાઓ કડક કાર્યવાહીમાં વધારો
જમ્મુ કાશ્મીર : યાસિન મલિકની અટકાયત, મીરવાઇઝ નજરકેદમાં
જમ્મુ કાશ્મીર લિબ્રેશન ફ્રન્ટના પ્રમુખ યાસીન મલિકની ધરપકડ કર્યા બાદ હુર્રિયત કોન્ફરન્સના મીરવાઈઝ ઉંમર ફારુકને પણ નજરકેદ કરવામાં આવ્યા

શ્રીનગર, તા. ૨૧
જમ્મુ કાશ્મીરમાં અલગતાવાદી પર કઠોર કાર્યવાહી વધારી દેવામાં આવી છે. આ શ્રેણીમાં જમ્મુ કાશ્મીર લિબ્રેશન ફ્રન્ટ (જેકેએલએફ)ના પ્રમુખ યાસીન મલિકની ધરપકડ કર્યા બાદ હુર્રિયત કોન્ફરન્સના મીરવાઈઝ ઉંમર ફારુકને પણ નજરકેદ કરવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મીરવાઇઝ હુર્રિયત કોન્ફરન્સ નરમાઈ વર્તવાવાળા અધ્યક્ષ છે. અલગતાવાદી નેતાઓએ ખીણમાં વિરોધ પ્રદર્શનું નેતૃત્વ રોકવા માટે આ પગલા ઉઠાવાયા છે. જમ્મુ કાશ્મીરમાં બુધવારથી જ રાજ્યપાલ શાસન લાદી દેવામાં આવ્યું છે. મંગળવારે ભાજપે જમ્મુ કાશ્મીર સરકારમાંથી ટેકો પાછો ખેંચી લેવાનો નિર્ણય કર્યો હતો. પોલીસના એક અધિકારીએ કહ્યું હતુ ંકે, મલિકને ગુરુવાર સવારે તેમના મૈસૂમા સ્થિત આવાસથી ધરપકડ કરવામાં આવી હતી. મલિકને કોઠીબાગ સ્થિત પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા છે. હુર્રિયત કોન્ફરન્સના કટ્ટરપંથી અધ્યક્ષ સૈયદ અલી શાહ ગિલાનીને નજરકેદ હેઠળ રાખવામાં આવ્યા છે. સામાન્ય લોકોની સુરક્ષા દળોની ગોળીબારીમાં મોત અને વરિષ્ઠ પત્રકાર સુજાત બુખારીની હત્યાના વિરોધમાં અલગતાવાદીઓએ જોઇન્ટ રેજિસ્ટેન્સ લીડરશીપ (જેઆરએલ)ના બેનર હેઠળ ગુરુવારે હડતાળ પર ઉતરવાની જાહેરાત કરી હતી. સુજાત બુખારી અને તેમના બે ખાનગી સુરક્ષા કર્મીઓની ૧૪ જૂને ગોળીમારી હત્યા કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસથી કેન્દ્રીય ગૃહમંત્રાલયે ઇદ બાદ ખીણમાં યુદ્ધવિરામ વધારવાનો ઇન્કાર કરી દીધો હતો. પવિત્ર રમઝાન મહિના દરમિયાન યુદ્ધવિરામની જાહેરાત છતાં આતંકવાદી હુમલાઓમાં ૨૬૫ ટકાની વૃદ્ધિ થઇ હતી. આજ કારણથી યુદ્ધવિરામનો મોદી સરકારનો નિર્ણય ટિકાના ઘેરમાં આવી ગયો હતો. વિદ્ધવિરામ પૂર્ણ થયા બાદ હવે આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, ખીણમાં આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશનમાં ગતિ આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, જમ્મુ કાશ્મીરમાં વધતા જતાં ત્રાસવાદી હુમલા, પથ્થરબાજીની ઘટનાઓ અને સરહદ ઉપર અવિરત ગોળીબારના દોર વચ્ચે ભાજપે આજે પીડીપી સરકારને પોતાનું સમર્થન પરત લઇ લીધું હતું. આની સાથે જ રાજ્યના છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહેલા ભાજપ અને પીડીપી વચ્ચેના ગઠબંધનનો અંત આવી ગયો હતો. મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીના નેતૃત્વમાં પીડીપી અને ભાજપ સરકાર છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહી હતી પરંતુ આજે ગઠબંધનનો અંત આવ્યો હતો. જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીએ રાજ્યપાલ એનએન વોરાને પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું. પરિષદ યોજીને ભાજપના જનરલ સેક્રેટરી રામમાધવે કહ્યું હતું કે, જમ્મુ કાશ્મીરમાં તેની ગઠબંધન સરકાર સાથે ચાલવાની બાબત ભાજપ માટે ખુબ જ મુશ્કેલરુપ બની ગઈ હતી જેથી અમે ટેકો પાછો ખેંચી લીધો છે. ભાજપના નેતાએ કહ્યું હતું કે, આતંકવાદ, હિંસા અને કટ્ટરવાદમાં વધારો થઇ રહ્યો છે. નાગરિકોના મૂળભૂત અધિકારો ખીણમાં મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. સુજાત બુખારીની હત્યા પણ એક દાખલા તરીકે છે. તેમણે કહ્યું હતું કે, જમ્મુ કાશ્મીર સરકારમાં ભાજપના તમામ મંત્રીઓ રાજીનામુ આપી રહ્યા છે.