જાખારીયા ફેબ્રિક એનએસઈ એસએમઇ આઈપીઓ રિવ્યૂ

જાખારીયા ફેબ્રિક એનએસઈ એસએમઇ આઈપીઓ રિવ્યૂ

જાખરીયા ફેબ્રિક લિમિટેડ (જેએફએલ) અન્ય ટેક્સટાઇલ કંપનીઓના જોબ વર્કના આધારે કાપડનું રંગકામ અને તે પરની પ્રક્રિયા સાથે તેમ જ તોનાના ઉત્પાદન સાથે સંકળાયેલી છે. કંપની બજારમાંથી ગ્રે ફેબ્રિક મેળવે છે અને પછી ગ્રાહકની જરુરિયાત અનુસાર કાપડની ગુણવત્તા, માપની જરૂરિયાત વગરે અનુસાર તે પર રંગ તેમ જ અન્ય પ્રક્રિયા કરે છે. જેએફએલ પણ ગ્રાહકની જરૂરૂયિાત અનુસાર કેટલાંક ઉત્પાદનો જેવાં કે કાપડનું વણાટ અને જરૂરિયાત અનુસાર તેના પર છાપકામ માટે આઉટસોર્સ કરે છે. તે ખાસ કરીને શર્ટીંગ મસાટે ઉત્પાદન અને પ્રક્રિયા કરે છે. જેએફએલએ પ્લોટ નંબર. ૧/૧, એમઆઇડીસી તારાપુર ઇન્ડસ્ટ્રિયલ એરિયા, બોઇસર, પાલઘર – ૪૦૧ ૫૦૬ ખાતે એક વધારાની પ્રોસેસીંગ ફેસીલીટી સ્થાપેલ છે જેમાં કલર, રંગકામ, પ્રિન્ટીંગ અને કોટન પરની બધી જ પ્રક્રિયાઓ, લેનિન, ઊન સિન્થેટીક્સના કામ અથવા ઉત્પાદન માટે પ્રોસેસિંગ કરવાની પ્રક્રિયામાં અને અન્ય વિવિધ કાપડ ઉત્પાદના કરે છે.

નવું પ્રોસેસીંગ યુનિટ ઉભું કરવા અને સામાન્ય કોર્પસ ફંડની જરૂરિયાત માટે આ કંપની મેઈડન આઈપીઓ દ્વારા તેનો રૂ. ૧૦ નો એક એવા ૧૦૯૨૦૦૦ ઈકવીટી શેર રૂ. ૧૮૦ના મુકરર ભાવે ઓફર કરીને રૂ. ૧૯.૬૬ કરોડ એકત્રીત કરવા મૂડી બજારમાં આવેલ છે. જાહેર ભરણા માટે આ ઈસ્યુ તા. ૨૯.૦૬.૨૦૧૮ ના રોજ ખુલશે અને તા. ૦૩.૦૬.૨૦૧૮ના રોજ બંધ થશે. ઓછામાં ઓછી અરજી ૮૦૦ શેર માટે અને તે પછી તેના ગુણાંકમાં કરવાની રહેશે. ફાળવણી પછી તેમના શેર એન એસ ઈ એસ એમ ઈ ઈમર્જ પર લીસ્ટ થશે. આ ઈસ્યુ ભરાઈ ગયા પછી કંપનીની ભરપાઈ થયેલ મૂડીના ૨૬.૮૭% હિસ્સો આપશે. આ ઈસ્યુના લીડ મેનેજર આર્યમાન ફાઈનાન્સીઅલ સર્વિસીસ લી છે જયારે બીગશેર સર્વિસીસ પ્રા. લી. તેના રજીસ્ટ્રાર છે. શરુઆતમાં ભાવોભાવ શેર આપ્યા પછી, તેમણે બીજા ઈક્વીટી રૂ. ૩૦ (ઑગષ્ટ ર૦૧૪) અને રૂ. ૧પ૦ (માર્ચ ર૦૧૮) ના ભાવે આપેલ અને આ પછી ડીસેમ્બર ર૦૧૧માં ર શેર પર ૧ શેર બોનસ આપેલ હતો. પ્રમોટર્સ દ્વારા શેરના સંપાદનની સરેરાશ કિંમત શેર દીઠ રૂ.૩.૮પ, રૂ. ૭.૮૧ અને રૂ. ૯.પ૬ હતી. આ ઈસ્યુ બાદ આ કંપનીની હાલની ભરપાઈ થયેલ મૂડી જે રૂ. ૨.૯૭ કરોડ છે તે વધીને રૂ. ૪.૦૬ કરોડ થશે. તા. ૩૧.૧૨.૧૭નો ઈકવીટી ડેબ્ટ રેશિયો ૧.૦૩ઃ૧ છે.
દેખાવની વાત કરીએ તો, છેલ્લા ચાર નાણાકીય વર્ષમાં આ કંપનીનુંં ટર્નઓવર અને ચોખ્ખો નફો રૂ. ૭૫.૮૩ કરોડ / રૂ. ૩.૫૭ કરોડ (નાણાકીય વર્ષ ૨૦૧૪), રૂ. ૮૯.૧૭ કરોડ / રૂ. ૪.૩૩ કરોડ (નાણાકીય વર્ષ ૨૦૧૫), રૂ. ૭૭.૨૩ કરોડ / રૂ. ૪.૪૬ કરોડ (નાણાકીય વર્ષ ૧૬) અને રૂ. ૭૭.૦૨ કરોડ / રૂ. ૩.૩૯ કરોડ કરોડ (નાણાકીય વર્ષ ૧૭) થયેલ છે. ના. વ. ર૦૧૮ ના તા. ૩૧.૧૨.૨૦૧૭ના રોજ પુરા થતા પ્રથમ ૯ માસમાં આ કંપનીએ રૂ. ૫૩.૭૬ કરોડ ના ટર્નઓવર પર રૂ. ૧.૮૯ કરોડ નફો કરેલ હતો. આ રીતે તે બોટમ લાઈનમાં અસંગતતા સાથે ટોપ લાઈનમાં આ તમામ વર્ષોથી લગભગ સ્થિરતા દર્શાવે છે. છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં તેમણે સરેરાશ શેર દીઠ આવક રૂ. ૧૩.૧૩ અને સરેરાશ આર ઓ એન ડબલ્યુ ૨૩.૪૧ ટકા દર્શાવેલ છે. તા. ૩૧.૧૨.૧૭ના એન એ વી રૂ. ૭૩.૫૬ના આધારે આ ઈસ્યુનો ભાવ ૨.૪૫ પી/બીવી થી આવે છે અને ઈસ્યુ પછીના એન એ વી રૂ. ૧૦૨.૧૬ ના આધારે ૧.૭૬ ના પી/બીવીથી આવે છે. જો આપણે તેની છેલ્લી આવકોનું વાર્ષિકીકરણ કરીએ અને ઈસ્યુ પછીના શેર આધારે સમાન પણે વહેંચીઓ તો માગવામાં આવેલ ભાવ ૨૯ ના પીઈ રેશિયોથી આવે છે.આ રીતે આ ઈસ્યુ પૂર્ણ ભાવનો છે. રજૂ કરેલ ઓફર ડોકયુમેન્ટ મુજબ તેઓએ વિશાલ ફેબ્રીક્સ, ગીની સિલ્ક અને ડોનીઅર ઈન્ડને તેમના લીસ્ટેડ હરિફ તરીકે દર્શાવેલ છે કે જેઓ હાલમાં અનુક્રમે ૧૫૨, ૨૭ અને ૧૬ (તા. ૨૫.૬.૧૮) ના પીઈ રેશિયોથી વેચાઈ રહેલ છે.
મર્ચંટ બેંકના મોરચે, છેલ્લા ત્રણ વર્ષમાં આ તેમની ૩૧મી કામગીરી છે. છેલ્લા ૧૦ લીસ્ટીંગમાં,નોંધણીના દિવસે ૩ ઈસ્યુ ઓફર ભાવ કરતાં ડીસ્કાઉન્ટ ભાવે ખુલેલ, ૩ ઈસ્યુ ભાવોભાવ ખુલેલ, અને ૪ ઈસ્યુ ૧.૦૦% થી ૬.૦૦ %ના પ્રિમિયમથી ખુલેલ હતા.
નિષ્કર્ષ / ઇન્વેસ્ટમેંટ સ્ટ્રેટેજી
પૂર્ણ ભાવનો ઈસ્યુ એવી કંપની તરફથી કે જેની ટોપલાઈન સ્થિર છે અને બોટમ લાઈનમાં અસાતત્ય છે. મર્ચંટ બેંકરનો ટ્રેકરેકર્ડ પણ નબળો છે, તેથી આ ઈસ્યુને છોડી દેવામાં કોઈ હાની નથી.