ટ્રુડોએ દગો કર્યો, તેમના માટે નર્કમાં ખાસ સ્થાનઃ અમેરિકન ટ્રેડ એડવાઇઝર

ટ્રુડોએ દગો કર્યો, તેમના માટે નર્કમાં ખાસ સ્થાનઃ અમેરિકન ટ્રેડ એડવાઇઝર
કેનેડાના પ્રાઇમ મિનિસ્ટર જસ્ટીન ટ્રુડો જી૭ સમિટના આ વર્ષના પ્રેસિડન્ટ

વોશિંગ્ટન
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે જી૭ સમિટ અધવચ્ચે જ છોડી દેતા અન્ય દેશોના લીડર્સે કડક પ્રતિક્રિયા આપી છે. બીજી તરફ વ્હાઇટ હાઉસના ટોપ ટ્રેડ એડવાઇઝરે જી૭ સમિટ મુદ્દે થઇ રહેલી ચર્ચાને ધ્યાનમાં રાખી ’કેનેડાના પીએમ માટે નર્કમાં ખાસ સ્થાન છે’ તેવું નિવેદન આપ્યું છે. પીટર નેવારોએ ફોક્સ ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, ટ્રમ્પે સ્ટીલ અને એલ્યુમિનિયમ ટેરિફમાં વધારો કરતાં કેનેડાના બોસ જસ્ટીન ટ્રુડોએ તેઓની ’પીઠ પાછળ ઘા કર્યો છે.’ શનિવારે ટ્રુડોએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, તેઓએ જોઇન્ટ સત્તાવાર યાદીમાંથી અમેરિકાને બહાર કરી દીધું છે. ટ્રુડોના આ નિવેદનથી યુએસ પ્રેસિડન્ટ ગુસ્સે ભરાયા હતા.ટ્રુડોએ પ્રેસ કોન્ફરન્સમાં આપેલા અમેરિકાને બહાર કરી દેવાના નિવેદન બાદ ગુસ્સે ભરાયેલા ટ્રમ્પે ટ્રુડોને ટ્‌વીટર પર જવાબ આપ્યો હતો. તેઓએ ટ્રુડોને ’અવિશ્વાસુ અને નબળા’ ગણાવ્યા હતા.નેવારોએ મીડિયામાં કહ્યું કે, પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે અવિશ્વાસની રાજનીતિ રમી રહેલા કોઇ પણ ફોરેન લીડર્સ માટે નર્કમાં ખાસ સ્થાન છે. ટ્રુડોએ ટ્રમ્પને બહાર કરીને પીઠ પાછળ ઘા કર્યો છે.નેવારોએ કહ્યું કે, ટ્રમ્પ હાલ નોર્થ કોરિયાના લીડર કિમ જોંગ ઉન સાથે ઐતિહાસિક શાંતિવાર્તા માટે સિંગાપોરમાં છે. મને લાગે છે કે, ટ્રુડોના આ નિવેદનથી તેઓના વિચારો પણ આટલાં જ ઉગ્ર હશે.નેવારોના આ નિવેદન બાદ યુરોપિયન યુનિયન ઓફિશિયલ્સ ડોનાલ્ડ ટસ્કે ટ્‌વીટર પર પોસ્ટ કરી હતી. તેઓએ ટ્‌વીટમાં લખ્યું કે, ’સ્વર્ગમાં જસ્ટીન ટ્રુડો માટે ખાસ સ્થાન છે. જી૭ માટેના પરફેક્ટ ઓર્ગેનાઇઝેશન માટે કેનેડાનો ધન્યવાદ!’ટ્રમ્પના ટોપ ઇકોનોમિક બોસ લેરી કુડલોએ મીડિયાને જણાવ્યું કે, કેનેડાના બોસ જસ્ટીન ટ્રુડોએ ટ્રમ્પ અને અમેરિકા સાથે ’વિશ્વાસઘાત’ કર્યો છે.સોમવારે ફ્રાન્સ અને જર્મનીના ટોપ લીડર્સે ટ્રમ્પના ’ગુસ્સાવાળા નિવેદનો’ની ટીકા કરી હતી. તેઓએ કહ્યું કે, જી૭ સમિટમાં આટલી અવ્યવસ્થા પાછળ ટ્રમ્પ જવાબદાર છે.જી૭ના ઇતિહાસમાં આ પહેલો એવો પ્રસંગ છે જ્યારે વિશ્વના સૌથી શક્તિશાળી દેશો જોઇન્ટ સ્ટેટમેન્ટ મુદ્દે કોઇ નિર્ણય લીધો ના હોય.ફ્રાન્સના પ્રેસિડન્ટ ઇમેન્યુઅલ મેક્રોને ટ્રમ્પના સમિટ અધવચ્ચે છોડી દેવાના નિર્ણય અંગે કહ્યું કે, આ પ્રકારે ગુસ્સો કરીને સમિટ અધવચ્ચે છોડી દેવાનો કોઇ અર્થ નથી.જર્મન ફોરેન મિનિસ્ટર હેઇકો માસે કહ્યું કે, તમે કોઇનો પણ વિશ્વાસ ટ્‌વીટરના ૨૮૦ શબ્દોમાં તોડી શકો છો.