the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

દેશભરના ટ્રક ડ્રાઈવરો આરોગ્યની સમસ્યાઓથી પીડિત

દેશભરના ટ્રક ડ્રાઈવરો આરોગ્યની સમસ્યાઓથી પીડિત

લગભગ ૫૦ ટકા** ટ્રક ડ્રાઈવરો ડ્રાઈવિંગ સંબંધી આરોગ્ય*ની સમસ્યાનો સામનો કરી રહ્યા હોવાનું કેસ્ટ્રોલ ઈન્ડિયા સાથે સહયોગમાં કંતાર આઈએમઆરબી દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેક્ષણનું તારણ
ભારત, – જૂન, ૨૦૧૮ઃ ભારતની ફૂલતીફાલતી અર્થવ્યવસ્થાનો આધાર એવો ટ્રાકિંગ ઉદ્યોગ આપણા રાષ્ટ્રની વૃદ્ધિ પ્રેરિત કરવામાં મહત્ત્વપૂર્ણ ભાગ ભજવે છે. જોકે આ ઉદ્યોગને પ્રેરિત કરતા ટ્રક ડ્રાઈવરોનું તાણયુક્ત અને સતત મહેનત માગી લેતું કામ તેમના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય કલ્યાણને અસર કરે છે.
અગ્રણી સંશોધન સંસ્થા કંતાર આઈએમઆરબી દ્વારા કેસ્ટ્રોલ ઈન્ડિયાના સહયોગમાં કામ અને કામની સ્થિતિઓના જોખમી પ્રકાર સાથે પ્રત્યક્ષ જોડી શકે તેવી ટ્રકરો દ્વારા સામનો કરાતી આરોગ્યની સમસ્યાઓનો અભ્યાસ કરવા માટે ૧૦૦૦થી વધુ ટ્રક ડ્રાઈવરો પર એક મહિના લાંબું સંશોધન અધ્યયન હાથ ધરવામાં આવ્યું હતું.
ટ્રક ડ્રાઈવરોમાં વ્યવસાય સંબંધી ઈજાઓ સૌથી વધુ હોય છે અને કામે હોય ત્યારે જીવલેણ અકસ્માત નડવાનું પ્રમાણ પણ ઉચ્ચ છે. આ અહેવાલ ડ્રાઈવરોના સ્વાસ્થ્ય કલ્યાણ અને આરોગ્ય પ્રત્યે અંગત વલણને સમજવા માટે ટ્રક ડ્રાઈવરોની જીવનશૈલીમાં ડોકિયું કરે છે. અહેવાલ અનુસાર ૫૦ ટકા**થી વધુ ટ્રક ડ્રાઈવરો ડ્રાઈવિંગ સંબંધી આરોગ્ય**ની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. આમ છતાં ૬૩ ટકા** ટ્રક ડ્રાઈવરોની જીવનમાં ટોચની ત્રણ અગ્રતાઓમાં આરોગ્યને સ્થાન નથી.
અનિયમિત લાંબા કામના કલાકો, ઘર અને પરિવારથી લાંબો સમય સુધી દૂર રહેવું, મુશ્કેલ રસ્તાઓ અને ડ્રાઈવિંગ સ્થિતિઓ તેમના આરોગ્ય અને સ્વાસ્થ્ય કલ્યાણ પર અસર કરતા હોવાના મુદ્દા તરીકે ઊભરી આવ્યા છે. ૫૦ ટકા** ટ્રક ડ્રાઈવરો ૧૨ કલાક જેટલી મુદતની ટ્રિપ કરે છે અને ૪૬ ટકા** અટક્યા વિના સતત ૬ કલાક સુધી ડ્રાઈવ કરે છે. આને કારણે લાંબા અંતરના વ્યાવસાયિક ડ્રાઈવરો તાણયુક્ત જીવન જીવતા હોવાનું પ્રકાશમાં આવે છે. આથી જ ટ્રકિંગ ઉદ્યોગમાં શારીરિક અને માનસિક ફિટનેસ જાળવવાનું અત્યંત મહત્ત્વપૂર્ણ બની ચૂક્યું છે. આમ છતાં ૬૨ ટકા** ડ્રાઈવરોએ છેલ્લા એક વર્ષમાં તબીબી તપાસ કરાવી નથી.
ટ્રક ડ્રાઈવરો દ્વારા ડ્રાઈવિંગ અને કામ કરતી વખતે વિચિત્ર અને એક જ અંગસ્થિતિ, પીઠ અને ગરદન વારંવાર વાળવી, તંગ જગ્યામાં સૂઈ જવું જેવી સ્થિતિઓને લીધે તેમને પીઠ, ગરદન અને સાંધામાં દર્દની સમસ્યા ઊભી થાય છે.
ટ્રક ડ્રાઈવરોમાં આરોગ્ય પ્રત્યે બેદરકારી સાથે બિનતરફેણકારી વાતાવરણ અને સાંસ્કૃતિક પરિબળો અને માર્ગ પરિવરન ઉદ્યોગમાં નબળું ડ્રાઈવિંગનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વાહનોની નબળી જાળવણી, તાજાં ખાદ્યો ખાવાનો અભાવ, આરામ માટે સ્થળોનો અભાવ, ઓછો પગાર, અનિયોજિત ડ્રાઈવિંગના કલાકારો અને ઘરથી દૂર રહેવા જેવાં પરિબળો આરોગ્યની માઠી અસરમાં ઉમેરો કરે છે. આને કારણે મોટા ભાગના ટ્રક ડ્રાઈવરો રહેણીકરણી સાથે સંઘર્ષ કરતા હોવા સાથે તેમના આરોગ્ય પ્રત્યે બેદરકારી રાખે છે.
કેસ્ટ્રોલ ઈન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર ઓમર ડોરમેને જણાવ્યું હતું કે ટ્રકિંગ ઉદ્યોગ આપણા રાષ્ટ્રની આર્થિક વૃદ્ધિ અને સમૃદ્ધિમાં નોંધનીય યોગદાન આપે છે અને ટ્રક ડ્રાઈવરો રાષ્ટ્રને આગળ લઈ જવા માટે મહત્ત્વપૂર્ણ પરિબળ છે. કેસ્ટ્રોલનો એક સદીથી ભારતમાં ટ્રકરો સાથે લાંબો અને નિકટવર્તી સંબંધ છે. અમે તેમની સુરક્ષા અને સ્વાસ્થ્ય કલ્યાણ સુધારવા માટે અનેક કાર્યક્રમો યોજીએ છીએ. હાલમાં કરાયેલા સર્વેક્ષણમાંથી બહાર આવેલાં પરિણામોની ગંભીર નોંધ લેતાં અમે એવાં નિવારણો શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે, જે સમાજના આ વર્ગ દ્વારા સામનો કરાતા અમુક પડકારોને દૂર કરી શકે.
કેન્ટ્રોલે આ મુદ્દાઓની તપાસ કરવા અને ટ્રકરોએ પાલન કરવાની અમુક આસાન આરોગ્યની ટિપ્સ વિશે તેમને માહિતગાર કરવા માટે મુંબઈમાં ધ યોગા ઈન્સ્ટિટ્યૂટના નિષ્ણાતોની પણ મદદ લીધી હતી,. આ નિષ્ણાતોએ ટ્રકરો માટે ખાસ યોગાસનોની શ્રેણી વિકસાવી છે, જેને ટ્રક આસન નામ આપવામાં આવ્યું છે. આગામી છ મહિનામાં કેસ્ટ્રોલ દેશભરના ટ્રકરોને તેમના આરોગ્ય અને સ્વાસ્થ્ય કલ્યાણમાં પ્રોત્સાહન આપીને આ યોગાસનો કરવા માટે તેમની સાથે કામ કરશે.
આ યોગાસન વિશે બોલતાં ધ યોગ ઈન્સ્ટિટ્યૂટ, મુંબઈનાં ડાયરેક્ટર ડો. હંસાજી યોગેન્દ્રએ જણાવ્યું હતું કે ટ્રક ડ્રાઈવરોમાં આરોગ્યવર્ધક જીવનશૈલી માટે યોગાના મહત્ત્વ સંબંધમાં જાગૃતિ લાવવા માટે આ અજોડ પહેલમાં અમે કેસ્ટ્રોલ ઈન્ડિયા સાથે સંકળાવામાં બેહદ ખુશ છીએ. અમે ટ્રક ડ્રાઈવરોનું આરોગ્ય અને સ્વાસ્થ્ય કલ્યાણ ધ્યાનમાં રાખીને તેમની સાથે સલાહમસલત કરીને વિશેષ ટ્રક આસનો લાવ્યા છીએ. આ ફરજ કાર્યક્ષમ રીતે કરવા શારીરિક રીતે તંદુસ્ત રહેવું ટ્રક ડ્રાઈવરો માટે મહત્ત્વપૂર્ણ છે અને અમે માનીએ છીએ કે આ આસાનોથી ટ્રક ડ્રાઈવરોની એકંદર જીવનશૈલી અને કામગીરી નોંધનીય રીતે સુધારી શકાશે.
વિગતવાર સંશોધન અહેવાલ કેસ્ટ્રોલ ઈન્ડિયાની વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકાશેઃ ુુુ.ષ્ઠટ્ઠજંર્િઙ્મ.ર્ષ્ઠ.ૈહ
આ સંશોધન કેસ્ટ્રોલ ઈન્ડિયા સાથે સહયોગમાં કંતાર આઈએમઆરબી દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં મુંબઈ, દિલ્હી, ચેન્નાઈ અને કોલકતાના ૧૦૦૦થી વધુ ટ્રકરો (૧૦- ૧૫ ટન ટ્રકના માલિક ડ્રાઈવરો અને ડ્રાઈવરો)ને આવરી લેવાયા હતા.
*નિમ્નલિખિત અહેવાલમાં આરોગ્યની સમસ્યાઓની વ્યાખ્યા શારીરિક તાણ, અનિદ્રા, સ્થૂળતા, પીઠ દર્દ, સાંધાનું દર્દ, ગરદન દર્દ, દષ્ટિની સમસ્યા, એકલતા, ગભરામણ અથવા શ્વાસની સમસ્યાઓ, માનસિક તાણ.