the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

નરેન્દ્ર મોદી અને પાકિસ્તાના રાષ્ટ્રપતિ મમનૂન હુસેને હાથ મિલાવ્યા

ગમે તેટલો વિરોધ હોય પણ ઔપચારિકતા તો કરવી જ રહી, આંતર રાષ્ટ્રીય ગરીમા જાળવી
નરેન્દ્ર મોદી અને પાકિસ્તાના રાષ્ટ્રપતિ મમનૂન હુસેને હાથ મિલાવ્યા
ચિંગદાઓમાં ૧૮માં શંધાઇ સહયોગ સંગઠન સંમેલનમાં નરેન્દ્ર મોદીએ ચીનને ઇશારામાં સલાહ આપી પાકિસ્તાન પર નિશાન સાંધ્યુ

,કિવંગદાઓ,તા.૧૦
સીમા પર અશાંતિના વાતાવરણની વચ્ચે ચીનમાં એસસીઓ સંમેલન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ મમનૂન હુસૈને ગર્મજોશીથી એક બીજાથી હાથ મિલાવ્યા હતાં. હકીકતમાં એસસીઓ દેશોની વચ્ચે થયેલ સમજૂતિ પર હસ્તાક્ષર કર્યા બાદ તમામ સભ્યો દેશોએ એક બીજાથી હાથ મિલાવ્યા. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ પહેલા તો ચીનના રાષ્ટ્રપતિ શી ચિનિફિંગથી હાથ મિલાવી. ત્યારબાદ વડાપ્રધાન મોદી ચિનફિંગની પાસે ઉભેલ પાકિસ્તાનના રાષ્ટ્રપતિ તરફ વધ્યા અને તેમનાથી હાથ મિલાવ્યા.
આ દરમિયાન વડાપ્રધાન મોદી પાકિસ્તાનના રાષ્ટ્રપતિથી કેટલીક વાતો કરતા પણ નજરે પડયા હતાં જો કે ચહેરા પર મુસ્કુરાહટની સાથે ચાલતા ચાલતા તેમની વચ્ચે શું વાત થઇ તે તો ખબર પડી નથી. પરંતુ વડાપ્રધાન મોદીની બોડી લેગ્વેજ(શારીરિક ભાષા)ને જોઇ અંદાજ લગાવી શકાયો હતો કે આંતરરાષ્ટ્રીય મંચની ગરિમાને બનાવી રાખવી તેમને ખુબ સારી રીતે આવે છે ભલે જ દુશ્મન દેશ સામે કેમ ન ઉભુ હોય.
સીમાના વાતાવરણ અને પાકિસ્તાનની હરકતોને જોતા મોદી હુસૈનને નજરઅંદાજ પણ કરી શકતા હતાં. પરંતુ તેમણે આમ કર્યું નહીં જેવી કે પહેલા પણ જોવા મળ્યુ હતું કે વડાપ્રધાન મોદીની રણનીતિ હંમેશા પાકિસ્તાનની કુટનીતિક રીતે હરાવવાની રહી છે આવામાં આંતરરાષ્ટ્રીય મંચનું સમ્માન કરતા તેમણે ખુદ આગળ વધી પાકિસ્તાનના રાષ્ટ્રપતિથી હાથ મિલાવ્યો હતો.
એ યાદ રહે કે આ વખતે ભારત અને પાકિસ્તાન બંન્ને જ સભ્ય દેશના રૂપમાં શંધાઇ સહયોગ સંગઠનમાં સામેલ થયા છે.આ વખતનું સંમેલન ખાસ એટલા માટે પણ માનવવામાં આવી રહ્યું છે કારણ કે પાકિસ્તાન અને ચીન બંન્નેથી ભારતના સીમા વિવાદ ચાલી રહ્યાં છે. જયારે ચીન અને પાકિસ્તાનની નજીકતાઓ પણ કોઇનાથી છુપાયેલી નથી આવામાં ભારતને મજબુતીથી પોતાના પક્ષ પણ રાખવાનો હતો અને દુશ્મનોને આ સંદેશ પણ આપવાનો હતો કે ભારતને કોઇ પણ સુરતમાં ઓછુ ન આકવામાં આવે
દરમિયાન વડાપ્રધાન મોદીએ સમિટમાં પોતાના સંબોધનમાં ચીનને ઇશારા ઇશારામાં સલીહ આપી હતી. મોદીએ સંપ્રભુતા,આર્થિક વિકાસ, એસસીઓ દેશો વચ્ચે એકતા અને કનેકિટવિટી પર ભાર મુકયો હતો. કનેકિટવિટી પર બોલતા મોદીએ કહ્યું કે ભારત કોઇ પણ એવા પ્રોજેકટનું સ્વાગત કરશે જે તમામ સભ્ય દેશોની સંપ્રભુતા અને ક્ષેત્રીય અખંડતાનું સમ્માન કરશે.આમ કહી વડાપ્રધાને ચીનની વન બેલ્ટ વન રોડ પહેલને નિશાન પર લીધી હતી.તે હેઠળ તે પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરમાં નિર્માણ કરી રહ્યું છે. ભારત આ ક્ષેત્રને વિવાદિત હોવાનો દાવો કરી પ્રોજેકટનો વિરોધ કરી ચુકયુ છે.પોતાના સંબોધનમાં વડાપ્રધાન મોદીએ એસઇસીયુઆરઇની નવી પરિભાષા બતાવી હતી. મોદીએ કહ્યું કે એસ ફોર સિકયોરિટી અને સિટિજન્સ,ઇ ફોર ઇકોનોમિક ડિવલપમેંટ,સી ફોર કનેકિટવિટી ઇન ધ રીજન, યુ ફોર યુનિટી,આર ઓફ રેસ્પેકટ સોવરિનિટી એન્ડ ઇટિગ્રિટી,ઇ ફોર ઇન્વારિનેંટ પ્રોટેકશન છે. ટ્રાંસપોર્ટ કોરિડોર્સ દ્વારા એક દેશથી બીજા દેશને જોડવાને લઇ વડાપ્રધાન મોદીએ કહ્યું કે કનેકિટવિટીનો અર્થ ફકત ભૌગોલિક કનેકશન નહીં પરંતુ એક બીજાના નાગરિકોનું કનેકશન છે.મોદીએ કહ્યું કે ભારત એવી કોઇ પણ પ્રોજેકટનું સ્વાગત કરશે જેં સમાવેશી ટિકાઉ અને પારદર્શી હોય.આવી પરિયોજના જે સભ્ય દેશોની સંપ્રભુતા અને ક્ષેત્રીય અખંડતાનું સમ્માન કરે.મોદીના આ નિવેદનને ચીનના ઓબીઓઆર પર અપ્રત્યેક્ષ પ્રહાર માનવામાં આવી રહ્યાં છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અફગાનિસ્તાનમાં શાંતિના મજબુત પ્રયાસો કરવા માટે અફગાની રાષ્ટ્રપતિ અશરફ ગનીની પ્રશંસા કરી અને આશા વ્યકત કરી કે તમામ પક્ષ તેમના આ કામોની પ્રશંસા કરશે.તેમણે આ ક્રમમાં ગની દ્વારા ઇદના પ્રસંગ પર સંધર્ષ વિરામની જાહેરાત કરવાનો ઉલ્લેખ કર્યો તેમણે કહ્યું કે એસસીઓમાં અફધાનિસ્તાન માટે સંપર્મક સમૂહ બનાવવામાં ભારત મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરશે. પાકિસ્તાની રાષ્ટ્રપતિ મમમુવન હૈસનની હાજરીમાં મોદીએ કહ્યું કે આતંકવાદ અને ચરમપંથના પ્રભાવોનું અફગાનિસ્તાન એક દુર્ભાગ્યપૂર્ણ ઉદાહરણ છે. મને આશા છે કે શાંતિની દિશામાં રાષ્ટ્રપતિ ગનીએ જે મજબુત પહેલ કરી છે તેનું તમામ પક્ષ સમ્માન કરશે.આ સત્રમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પણ હાજર હતાં.