નીતીશકુમાર ભાજપનો સાથ છોડે તો મહાગઠબંધનમાં સામેલ કરવા પર વિચાર : કોંગ્રેસ

નીતીશકુમાર ભાજપનો સાથ છોડે તો મહાગઠબંધનમાં સામેલ કરવા પર વિચાર : કોંગ્રેસ

,પટણા,તા.૧૭
નીતીશકુમારને લઇ કોંગ્રેસના વલણમાં ખુબ નરમી જોવા મળી રહી છે.કોંગ્રેસે કહ્યું છે કે જો બિહારના મુખ્યમંત્રી નીતીશકુમાર ભાજપનો સાથ છોડવાનો નિર્ણય કરે છે તો તેમને મહાગઠબંધનમાં પાછા લાવવા માટે તે સાથી પક્ષોની સાથે વિચાર કરશે. કોંગ્રેસનું આ નિવેદન તે સમયે આવ્યું છે જયારે તાજેતરના દિવસોમાં આગામી લોકસભા ચુંટણીમાં બેઠકોની તાલમેલના સંદર્ભમાં જદયુ અને ભાજપ વચ્ચે કેટલોક વિરોધાભાષી નિવેદન આવ્યું છે જેને કારણે એ અટકળો લગાવવામાં આવી રહી છે કે બંન્ને પક્ષો વચ્ચે બધુ બરાબર નથી.
કોંગ્રેસના બિહારના પ્રભારી શક્તિસિંહ ગોહિલે રામવિલાસ પાસવાન અને ઉપેન્દ્ર કુશવાહાનો ઉલ્લેખ કરતાં એ દાવો પણ કર્યો કે બિહારમાં આ સામાન્ય ધારણ બની ચુકી છે કે નરેન્દ્ર મોદી સરકાર પછાત અને અતિપછાત વર્ગોની વિરૂધ્ધ છે. આવામાં પછાત અને અતિપછાતની રાજનીતિ કરનારાઓની પાસે ભાજપનો સાથ છોડવા સિવાય કોઇ બીજો વિકલ્પ નથી તેમણે એ પણ કહ્યું કે ભાજપની વિરૂધ્ધ રાષ્ટ્રીય સ્તર પર બનનાર ગઠબંધનનું નેતૃત્વ સ્વાભાવિક રીતે કોંગ્રેસની પાસે હશે અને આગામી લોકસભા ચુંટણીમાં દેશની જનતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં નરેન્દ્ર મોદીને હરાવશે
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવકતા ગોહિલે કહ્યું કે હજુ નીતીશકુમાર ફાસીવાદી ભાજપની સાથે છે. અમને ખબર નથી કે તેમની શું મજબુરી છે કે તેમની સાથે ચાલ્યા ગયાં બંન્નેનો સાથ બેમેલ છે. એ પુછવા પર કે જો નીતીશ ફરીથી મહાગઠબંધનમાં પાછા ફરવાનું મન બનાવે છે તો કોંગ્રેસનું શું વલણ હશે.તો તેમણે કહ્યું કે જો આવી કોઇ સંભાવના બને છે તો અમે અમારા સાથી પક્ષોની સાથે બેસી આ બાબતે જરૂર ચર્ચા કરીશું
એ યાદ રહે કે કેટલાક મહીના પહેલા બિહારમાં કેટલાક સ્થાનો પર થયેલ સાંપ્રદાયિક હિંસાનો હવાલો આપતા તેજસ્વીએ તાજેતરમાં કહ્યું હતું કે હવે નીતીશકુમાર માટે મહાગઠબંધનના દરવાજા બંધ થઇ ચુકયા છે.આમ તો તાજેતરના દિવસોમાં ભાજપ અને જદયુની વચ્ચે પણ કેટલીક નિવેદનબાજી થઇ છે.જેથી એ અટકળો લગાવવામાં આવી રહી છે કે બંન્ને વચ્ચે બધુ બરાબર નથી
વડાપ્રધાન મોદીની વિરૂધ્ધ રાહુલ ગાંધીનું વિપક્ષનું નેતૃત્વ કરવાના સવાલ પર ગોહિલે કહ્યું કે મોદી અને રાહુલમાં સરખામણી થઇ શકે નહીં. રાહુલ હકીકતની લડાઇ લડી રહ્યાં છે.આવનારી ચુંટણીમા ંદેશની જનતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં મોદીજીને હરાવશે કોંગ્રેસ નેતાએ એ પણ કહ્યું કે લોકસભા ચુંટણી બિહારમાં બેઠકોની ફાળવણીને લઇ કોઇ રીતની મુશ્કેલી આવશે નહીં