પાકિસ્તાનના પૂર્વ PM નવાઝ શરીફની થઇ શકે છે ધરપકડ, દેશ છોડવા ઉપર લાગ્યો પ્રતિબંધ

પાકિસ્તાનના પૂર્વ PM નવાઝ શરીફની થઇ શકે છે ધરપકડ, દેશ છોડવા ઉપર લાગ્યો પ્રતિબંધ

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ અને તેમની પુત્રીને પાકિસ્તાન સરકારે એક્ઝિટ કન્ટ્રોલ લિસ્ટમાં મુકવામાં આવ્યા છે. હવે તેઓ દેશની બહાર નહીં જઇ શકે. સુત્રોના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાનમાં થનારી સામાન્ય ચૂંટણીની તારીખે ટાળવામાં આવી શકે છે. સોમવારે નવાઝ શરીફના વકીલે પોતાનું વકિલાતનામું પાછું ખેંચી લીધું હતું. નવાઝ શરીફના વકિલે મુખ્ય ન્યાયાધીશના સૂચનોને માનવાથી ઇન્કાર કરી દીધા હતા. સુત્રો પ્રમાણે નવાઝ શરીફની ધરપકડ થઇ શકે છે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે સેના નવાઝ ઉપર લગાવેલા એનબીએ કેસને પાછો ખેંચવા માંગે છે. નવાઝ સાથે સંકળાયેલા સુત્રોના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાની સેના નવાઝથી ડરી ગઇ છે. એટલા માટે તેમના ઉપર પ્રતિબંધ લગાવ્યો છે. પાકિસ્તાની સેનાને નવાઝના કેમ્પેનિંગથી ખતરો છે.

પાકિસ્તાન આપે છે આતંકવાદીઓને ટ્રેનિંગ

નવાઝ શરીફે પહેલીવાર જાહેરમાં એક ઇન્ટરવ્યૂમાં સ્વીકાર્યું હતું કે, પાકિસ્તાનમાં આતંકી સંગઠનો સક્રિય છે. તેમણે નોન સ્ટેટ એક્ટર્સની સીમા ઓળંગવી અને લોકોની હત્યા કરવાની પાકિસ્તાની નીતિ ઉપર પ્રશ્ન ઉઠાવ્યો હતો. શરીફે કહ્યું હતું કે, પાકિસ્તાનને નોન સ્ટેટ એક્ટર્સને સીમા પાર કરીને અને મુંબઇના લોકોની હત્યા કરવાની મંજૂરી આપી દેવી જોઇએ. તેમના આ નિવેદન પછી પાકિસ્તાનમાં તેમના વિરૂદ્ધ સરકારી તંત્ર અને સેનામાં તેમને લઇને વિરોધ ચાલું છે.

ભ્રષ્ટાચારમાં સામેલ છે નવાઝ શરીફ

ઉલ્લેખનીય છે કે, પનામા પેપર્સ કેસમાં નવાઝ શરીફનું નામ ખુલ્યા બાદ પાકિસ્તાન સુપ્રીમ કોર્ટે તેમને અયોગ્ય ગણાવ્યા હતા ત્યારબાદ અદાલતે નવાઝ શરીફને આજીવન અયોગ્ય ગણાવ્યા હતા. કોર્ટના આ નિર્ણય પ્રમાણે નવાઝ શરીફ ક્યારે પણ ચૂંટણી નહીં લડી શકે અને જાહેર પદ ઉપર પણ નહીં બેશી શકે. શરીફ કાળું નાણું જમા કરવાના આરોપમાં પણ દોષી છે. પનામા પેપર્સ કેસમાં નામ આવ્યા પછી શરીફને વડાપ્રધાન પદ ઉપરથી રાજીનામું આપવું પડ્યું હતું.