the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી બોલ્યા ભારત માતાના મહાન સપુત હતાં ડો.હેડગેવાર

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી બોલ્યા
ભારત માતાના મહાન સપુત હતાં ડો.હેડગેવાર

એજન્સી દ્વારા ,નાગપુર,તા.૭
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંધ શિક્ષા વર્ગ (તૃતીય વર્ષ)ના સમાપન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે પહોંચેલા પ્રણવ મુખર્જીએ પોતાના સંબોધન પહેલા આરએસએસ સંસ્થાપક ડો હેડગેવારને ભારત માતાના સાચા સપુત બતાવ્યા હતાં.
આજે ડો.કેશવ બલિરામ હેડગેવારના જન્મસ્થાન પહોંચેલા પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ વિઝીટર બુકમાં લખ્યું આજે હું અહીં ભારત માતાના એક મહાન સપુત પ્રત્યે પોતાનું સમ્માન જાહેર કરવા આવ્યો છું અને શ્રધ્ધાંજલિ આપવા આવ્યો છું. પ્રણવે બાદમાં તૃતીય વર્ષનું પ્રશિક્ષણ લેનારા કેડરને સંબોધિત કર્યા હતાં. લગભગ ૫ દાયકાથી કોંગ્રેસની રાજનીતિ કરનાર પૂર્વ રાષ્ટ્રપતિના સંધના કાર્યક્રમમાં ભાગ લેવા અપ્રત્યાશિત માનવામાં આવી રહ્યું છે. પ્રણવ મઉખર્જી રાતે લગભગ ૯.૩૦ સુધી સંધ મુખ્ય મથકે હાજર રહ્યાં હતાં.
પ્રણવ મુખર્જી ૫.૩૦ કલાકે નાગપુરના રેશમીબાગ સંધ મુખ્ય મથકે પહોંચ્યા હતાં જયાં મોહન ભાગવતે તેમનું સ્વાગત કર્યું હતું અહીંથી તેઓ સંધના સંસ્થાપક કેશવ બલિરામ હેડગેવારની સ્મૃતિ સ્થળ પર પુષ્પ અર્પિત કર્યા બાદ સંધના મુખ્ય પદાધિકારીઓની મુલાકાત કરી હતી અને મોહન ભાગવત અને ભૈયાજી જોશીની સાથે ચ્હા પર ચર્ચા કરી.
પ્રણવ મુખર્જી દ્વારા કે બી હેડગેવારને ભારત માતાના સપુત બતાવવા પર બોલ્યા કોંગ્રેસ નેતા હુસૈન દલવાઇએ કહ્યું તેમના પ્રત્યે મોટો આદર હતો કદાચ ઉમરના કારણે જતા જતાં કેટલીક ખોટી વાત કરી દઉ એવું લાગ્યુ હશે તેમને.
કોંગ્રેસના નેતા અને રાજયસભા સાંસદ આનંદ શર્માએ ટ્‌વીટ કર્યું કે આરએસએસ મુખ્ય મથકમાં અનુભવી નેતા અને વિચારક પ્રણવ દાની ફોટો જોઇ લાખો કોંગ્રેસ કાર્યકર્તાઓ અને બહુલવાદ વિવિધતા અને ભારતીય ગણરાજયના આધારભૂત મૂલ્યોમાં વિશ્વાસ રાખનારાઓનને પીડા આપી છે.
એક અન્ય ટ્‌વીટમાં શર્માએ કહ્યું કે સંવાદ ફકત તે લોકોની સાથે થઇ શકે છે જે સાંભળવા ગ્રહણ કરવા અને બદલવા માટે ઇચ્છુક છે.અહીં સુચન આપવા માટે કાંઇ પણ નથી કે આરએસએસ પોતાના મૂળ એજન્ડાથી દુર ચાલ્યા ગયા છે કારણ કે આ બંધારણીયની શોધમાં છે.
પ્રણવ મુખર્જીએ આ પગલા પર રાજકીય હલચલ તેજ છે. કોંગ્રેસના તમામ નેતા આ દૌરનો વિરોધમાં બોલી રહ્યાં છે.ત્યાં સુધી કે પ્રણવ મુખર્જીની પુત્રી શર્મિષ્ઠાએ પણ પોતાના પિતાને કડક સલાહ આપી દીધી છે. રાજયસભાના સાંસદ અહેમદ પટેલે પણ નાગપુર કાર્યક્રમ અંગે પ્રતિક્રિયા આપી હતી.
પૂર્વ આરએસએસના પ્રવકતા એમ જી વૈદ્યે સંધના કાર્યક્રમમાં પ્રણવ મુખર્જીને મુખ્ય અતિથિ બનાવવા પર કહ્યું કે કોંગ્રેસ આરએસએસને સમજતી નથી તે વિચારે છે કે આરએસએસ ભાજપ છે. હું ભાજપ પ્રત્યે તેમના વિરોધને સમજુ છું પરંતુ આરએસએસ ભાજપ નથી.તેમણે કહ્યું કે ડો મુખર્જી એક અનુભવી અને પરિપવ રાજનેતા છે. અનેક સામાજિક અને રાષ્ટ્રીય વિષયોની બાબતમાં તેમના નિશ્ચિત વિચાર છે. સંધે તેમના અનુભવ અને પરિપકવતાને ધ્યાનમાં રાખીને જ તેમણે પોતાના વિચાર સ્વયંસેવકોના સમ્મુખ રાખવા માટે આમંત્રિત કર્યા છે.
આરએસએસના શિક્ષઆ વર્ગના સમાપન સમારોહને સંબોધતા મોહન ભાગવતે કહ્યું કે અનિયંત્રિત કરનારી શક્તિ વિનાશકારી હોય છે આપણે સામાન્ય જનતાને બરોબરી પર લાવવાના છે હિન્દુ ભારતનું ભાગ્મય નક્કી કરવા માટે જવાબદાર છે આજે સંધ વિશાળ સંગઠન બની ગયુ છે જો કે અમે ખુદની પ્રસિધ્ધ કરનાર બનવુ નથી.આરએસએસ પ્રમુખે કહ્યું કે અમારી પાસે સુવિચારની કમી નથી પરંતુ વ્યવહારની બાબતમાં અમે નિકૃષ્ઠ હતાં અને જો કે હવે થોડા બદલાઇ ગયા છીએ.તેમમે કહ્યું કે દરેક ભારતવાસીના પૂર્વજ એક છે સંગઠિત સમાજ જ દેશ બદલી શકે છે. તેના માટે વાતાવરણ બનાવવું પડે છે સંધ એક લોકતાંત્રિક સંગઠન છે. સરકારો ખુબ કાંઇ કરી શકે છે. ભાગવતે કહ્યું કે હિન્દુસ્તાનમાં કોઇ દુશ્મન નથી બધાની માતા ભારત માતા જ છે તેમણે કહ્યું કે સમાજ કોઇ એક વ્યક્તિના બનવાથી બનતો નથી બધાના મત અલગ અલગ હોય છે તેમણે કહ્યું કે શ્રુતિ અને સ્મૃતિ તમામમાં અંતર છે. આરએસએસ પ્રમુખે કહ્યું કે ડોકટક હેડગેવારને પોતાના માટે કાંઇ કરવાની જરૂરત ન હતી. તે કોંગ્રેસના કાર્યકર્તા પણ રહ્યાં જેલ પણ ગયા તે સમાજ સુઝારકોની સાથે પણ રહ્યાં.
મોહન ભાગવતના સંબોધન બાદ પ્રણવ મુખર્જીએ સંબોધન કર્યું હતું.તેમણે કહ્યું કે દેશ પ્રત્યે નિષ્ઠા જ દેશભક્તિ છે.ભારતના દરવાજા બધા માટે ખુલ્લા છે.
પ્રણવ મુખર્જીએ કહ્યું કે હું દેશભક્તિ પર બોલવા આવ્યો છું. હું આજે અહીં રાષ્ટ્ર અને રાષ્ટ્રવાદ પર મારી સમજને તમને બતાવવા માટે હાજર થયો છું. મુખર્જીએ બોલવાનું શરૂ કર્યું અને સૌથી પહેલા સરસંધચાલક મોહન ભાગવતનું અભિવાદન કર્યું
મુખર્જીએ કહ્યું કે દેશ માટે સમર્પિણ જ દેશ ભક્તિ છે. પર્સપર નફરતથી દેશને નુકસાન થશે આપણે એકતાની તાકાત સમજીએ છીએ અહિષ્ણુતાથી આપણી તસવીર ખરાબ થશે. ભારતનો વિચાર હંમેશાથી ખુલ્લો રહ્યો છે.