the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

પ્રિતી ઈન્ટરનેશનલ એન એસ ઈ એમ ઈ આઈ પી ઓ પૃથ્થકરણ (અધર્સ)

પ્રિતી ઈન્ટરનેશનલ એન એસ ઈ એમ ઈ આઈ પી ઓ પૃથ્થકરણ (અધર્સ)

પ્રિતી ઈન્ટરનેશનલ લિ. (પીએલઆઇએલ) મુખ્યત્વે હસ્તકલા પ્રોડક્ટ્‌સના ઉત્પાદન અને નિકાસમાં સંકળાયેલી છે. તે લાકડાની, મેટલ અને ટેક્સટાઇલ આધારિત ફર્નિચર અને હસ્તકલા ઉત્પાદનો, વિવિધ પ્રકારના કાચા અપસાયકલીંગ અને રીસાયકલીંગ જેવા કે બિનઉપયોગી કચરો અને મેટલ અને લાકડાની ચીજ વસ્તુઓનું રિસાયક્લિંગ અને ઉત્પાદન કામ કરે છે. પીઆઇએલના ઉત્પાદનો ઘન લાકડાની અને ધાતુની ફર્નિચરની વસ્તુઓ, ઘરની કેહિૈજરૈહખ્ત વસ્તુઓ, વિવિધ ઉપયોગો માટે સર્જનાત્મક લાકડાના અને મેટલની વસ્તુઓ, કુશન, ઓશીકું આવરણ, ગોદડાં અને કાર્પેટ, હેન્ડબેગ, મુસાફરીની બેગ અને બેકપેક્સ, ૫ેટ પ્રોડક્ટસ, વગેરે જેવી ટેક્સટાઇલ આધારિત ઉત્પાદનો છે. કંપની જે મૂળ પ્રમોટર્સની માલિકીની ચિંતા હતી તે નવેમ્બર ૨૦૧૭ માં પીઆઇએલમાં વિલિન થઈ ગઈ હતી. પીએલની રચના ૩૦.૦૬.૨૦૧૭ ના રોજ કરવામાં આવી હતી.
સિવિક વર્ક આનુસંગિક પ્લાન્ટ અને મશીનરી ખરીદવા, કાર્યકારી મૂડી અને સામાન્ય કોૃપસ ફંડની જરૂરિયાત માટે, આ કંપની મેઈડન આઈપીઓ દ્વારા તેનો રૂ. ૧૦ નો એક એવા ૭૦૦૮૦૦ ઈકવીટી શેર, રૂ. ૭પના મુકરર ભાવે ઓફર કરીને રૂ. ૫.૨૬ એકત્રીત કરવા મૂડી બજારમાં આવેલ છે. જાહેર ભરણા માટે આ ઈસ્યુ તા. ૧૧.૦૬.૨૦૧૮ ના રોજ ખુલશે અને તા. ૧૩.૦૬.૨૦૧૮ના રોજ બંધ થશે. ઓછામાં ઓછી અરજી ૧૬૦૦ શેર માટે અને તે પછી તેના ગુણાંકમાં કરવાની રહેશે. ફાળવણી પછી તેમના શેર એન એસ ઈ એસ એમ ઈ ઈમર્જ પર લીસ્ટ થશે. આ ઈસ્યુ તેમની ઈક્વીટી મૂડીના ૨૭.૦૧ ટકા હિસ્સો આપશે.આ ઈસ્યુના લીડ મેનેજર પેન્ટોમેથ કેપિટલ એડવાઈઝર્સ પ્રા. લી. છે જયારે રજીસ્ટ્રાર બીગશેર સર્વિસીસ પ્રા.લી. છે.
શરૂઆપમાં ભાવોભાવ શેર આપ્યા પછી,ડીસેમ્બર ર૦૧૭માં તેમને લોનને શેર દીઠ રૂ. ૭પ ના ભાવે ઈક્વીટીમાં કન્વર્ટ કરેલ. પ્રમોટરો દ્વારા સંપાદિત શેરની સરેરાશ કિંમત શેર દીઠ રૂ. ૧૦.૦૦, રૂ. ૬૩.૫૮, રૂ.૭૪.૯૫ અને રૂ. ૭૪.૯૫ છે. આ ઈસ્યુ પછી તેમની હાલની ભરપાઈ થયેલ મૂડી જે રૂ. ૧.૮૯ કરોડ છે તે વધીને રૂ. ૨.૫૯ કરોડ થશે.
દેખાવની વાત કરીએ તો, મિલકતની ચિંતા તરીકે, છેલ્લા ચાર વર્ષમાં આ કંપનીનુંં ટર્નઓવર અને ચોખ્ખો નફો, રૂ.૨૦.૦૪ કરોડ / રૂ. ૦.૭૬ કરોડ (નાણાકીય વર્ષ ૨૦૧૪), રૂ. ૨૦.૫૫ કરોડ / રૂ. ૩.૩૯ કરોડ (નાણાકીય વર્ષ ૨૦૧૫), રૂ. ૨૧.૯૮ કરોડ / રૂ. ૦.૯૪ કરોડ (નાણાકીય વર્ષ ૧૬) અને રૂ. ૨૦.૩૩ કરોડ / રૂ. ૧.૧૧ કરોડ (નાણાકીય વર્ષ ૧૭) થયેલ છે. આમ, જ્યારે ટોચની લાઇન આ બધા વર્ષોથી સ્થિર રહી છે, બોટમ લાઈનમાં ભારે અપ્સ એન્ડ ડાઉન્સ જોવા મળી છે જે આગળ જતાં સાતત્ય અંગે ચિંતા ઉપજાવે છે. તા. ૧૦.૧૧.૧૭ના રોજ પુરા થતા સમય ગાળા માટે આ કંપનીએ રૂ. ૧૦.૯૪ કરોડ ના ટર્નઓવર પર રૂ. ૦.૬૪ કરોડ નફો કરેલ હતો. તેના પબ્લિક લી. કંપનીમાં રૂપાંતર પછી, તા. ૩૧.૧૨.૧૭ના રોજ પુરા થતા સમય ગાળા માટે તેમણે રૂ. ૩.ર૪ કરોડના ટર્ન ઓવર ઉપર રૂ. ૦.૧૬ કરોડ નફો કરેલ છે. જો આપણે ૧૦.૧૧.૧૭ અને ૩૧.૧૨.૧૭ના કાર્યકાલને ભેગો કરીએ તો તેઓએ રૂ. ૧૪.૧૮ કરોડના ીટર્નઓવર પર રૂ. ૦.૮૦ કરોડ નફો કરેલ છે. જો આપણે તેની છેલ્લી કમાણીનું વાર્ષિકીકરણ કરીએ અને આ ઈસ્યુના પછીના તમામ શેરના આધારે વહેંચીએ તો પણ માગવામાં આવેલ ભાવ ૧૮+ ના પી/ઈ રેશિયોની આસપાસ આવે છે, તેમની સાથે સરખાવવા માટે કોઈ લીસ્ટેડ હરિફ કંપની નથી.તા. ૩૧.૧૨.૧૭ના એન એ વી રૂ. ૨૧.૧૩ આ આધારે ઈસ્યુનો ભાવ ૩.પપ ના પી/બીવી થી આવે છે અને ઈસ્યુ પછીના એન એ વી રૂ. ૩૫.૬૮ના આધારે ઈસ્યુનો ભાવ ર.૧૦ પી પી/બીવી થી આવે છે. આ જ્ઞરીતે આ ઈસ્યુ પૂર્ણ ભાવનો છે.
મર્ચંટ બેંક મોરચે, છેલ્લા ચાર વર્ષમાં તેમની આ પ્રકારની ૭ર મી કામગીરી છે, અને છેલ્લા ૧૦ લીસ્ટીંગમાં, લીસ્ટીંગના દિવસે એક શેર ભાવોભાવ ખુલેલહતો અને બાકીના ૯ શેર ૧.૫૯ ટકા થી ર૦ ટકાના પ્રિમિયમથી ખુલેલ હતા.
નિષ્કર્ષ / ઇન્વેસ્ટમેંટ સ્ટ્રેટેજી
આ નવા સેકટરની કંપનીના પૂર્ણ ભાવના ઈસ્યુ વિષે વીચારતાં બોટમ લાઈનમાં અસાતત્યતા જણાય છે, જે રોકાણકારો પાસે વધારાની રોકડ હોય તેઓ તેમના પોતાના જોખમે રોકાણ કરી શકે.