બંગાળમાં ભાજપનો ભગવો લહેરાવવા અમિતશાહ સુસજ્જ

મિશન ર૦૧૯, બંગાળમાં ઓછામાં ઓછી ર૦ સીટો કબજે કરવી
બંગાળમાં ભાજપનો ભગવો લહેરાવવા અમિતશાહ સુસજ્જ
ચાલુ માસની તા. ર૭ અને ર૮ના રોજ અમિત શાહ, બંગાળમાં સંઘ, હિન્દુવાદી સંગઠનો અને પાર્ટી નેતાઓ સાથે મિશન ર૦૧૯ અંગે કરશે ચૂંટણી લક્ષી બેઠક, ચર્ચા વિચારણા અને આયોજન

એજન્સી દ્વારા કોલકત્તા,તા. ૭
હાલમાં સર્વે પક્ષોનું લક્ષ એક છે, ર૦૧૯ની લોકસભાની ચૂંટણીઓ, એટલે કે મીશન ર૦૧૯, પણ બિલાડીના ગળે ઘંટ કોણ બાંધી શકે ? આ દ્વીધામાં બધા પક્ષો હવે એક જઈને ભાજપ કે જેનો મર્યાય હવે શ્રી મોદી ગણાવા લાગ્યા છે, ભાજપ કહો એટલે લોકોના માનમાં આવે માનનીય શ્રી નરેન્દ્ર મોદી, અને તેથી જ સ્તો નારો હતો ‘અબકી બાર મોદી સરકાર’ એવો નારો ન હતો કે અબકી બાર ભાજપ સરકાર, અને તેથી તેમની આગેકૂચ ચાલુ રાખવા ભાજપ પ્રયત્ન કરે તે સ્વાભાવિક છે, અને હાલમાં ભાજપના ચાણક્ય ગણાતા કુશાગ્ર રાજકીય કૂનેહ ધરાવના શ્રી અમિત શાહ જાહે છે કે કઈ વખતે કયા પાસા ખેલવાથી આ યુધ્ધક્ષેત્ર જીતી શકાય, અને તેથી તેમની નજર હાલ બંગાળ પર છે, જે અત્યાર સુધી મમતા બેનર્જીનો ગઢ ગણાતો હતો, પરંતુ પશ્ચિમ બંગાળમાં તાજેતરમાં જ યોજાયેલી પેટાચૂંટણી અને પંચાયત ચૂંટણીના પરિણામથી સંકેત મળી રહ્યા છે કે મુખ્યપ્રધાન મમતા બેનર્જીના ગઢમાં પણ ગાબડા પાડવાની સ્થિતીમાં ભાજપ હવે છે. પંચાયતી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની મત હિસ્સેદારી જોરદાર રીતે વધી હતી. રસપ્રદ બાબત એ છે કે છેલ્લા કેટલાક સમયથી આ હિસ્સો વધી રહ્યો છે. આ બાબતથી ઉત્સાહિત થઇને પાર્ટી અધ્યક્ષ અમિત શાહે હવે તમામ ધ્યાન બંગાળ પર કેન્દ્રિત કરી દીધુ છે. અમિત શાહે લોકસભા ચૂટણી જીતવા માટેના ઇરાદાથી બંગાળમાં ધ્યાન આપ્યુ છે. અમિત શાહ લાંબા સમય બાદ ફરી બંગાળ પહોંચી રહ્યા છે. શાહ ૨૭-૨૮ જુનના દિવસે બંગાળમાં પહોંચી જનાર છે. તેમની સંઘ, હિન્દુવાદી સંગઠનો અને પાર્ટી નેતાઓ સાથે બેઠક થનાર છે. જેમાં ૨૦૧૯ની ચૂંટણી તૈયારીની સમીક્ષા કરવામાં આવનાર છે. પાર્ટીના સુત્રોના કહેવા મુજબ ભાજપે રાજ્યમાં ઓછામાં ઓછી ૨૦ લોકસભા સીટ જીતવા માટે તૈયારી કરી છે. છેલ્લી ચૂંટણીમાં તેની માત્ર બે સીટ હતી. વધતા જતા મત હિસ્સાના કારણે સીટ વધી જવાની શક્યતા છે. મહેશતલામાં પાર્ટીની મત હિસ્સેદારી આઠ ટકાથી વધીને ૩૫ ટકા થઇ ગઇ છે. ભલે પાર્ટી ત્યાં મોટા અંતરથી બીજા સ્થાને રહી છે પરંતુ તેના સંકેત સારા દેખાઇ રહ્યા છે. સુત્રોના કહેવા મુજબ તમામ ૨૦ સીટ પર ચૂંટણી લડવા મામલે નેતાઓને પણ લોકોના સંપર્કમાં લાગી જવા માટે કહેવામાં આવ્યુ છે. આ બાબત ઉપયોગી છે કે છેલ્લી ચૂંટણીમાં શાહે દરેક બુથમાં એક પાર્ટી વર્કરને મુકી દીધા હતા. પંચાયતી ચૂંટણી દરમિયાન ટીએમસી અને ભાજપના કાર્યકરો વચ્ચે હિંસા થઇ હતી. શાહની રણનિતી સાબિત કરે છે તેઓ ટીએમસી કરતા પણ આગળ વધીને જવા માટે તૈયાર છે. જાણકાર લોકોનુ કહેવુ છે કે બંગાળમાં હવે મમતા બેનર્જીની સ્થિતી નબળી બની રહી છે. પાર્ટીને આદિવાસી વિસ્તારોમાં મોટો ફટકો પડ્યો છે. જ્યાં તેનુ નેટવર્ક નબળુ થઇ ગયુ છે. આદિવાસી વિસ્તારોમાં પાંચ જિલ્લામાં પંચાયતી ચૂંટણીમાં ભાજપ સામે મમતાએ અનેક સીટો ગુમાવી હતી. પંચાયતી ચૂંટણીમાં ભાજપનો દેખાવ શાનદાર રહ્યો હતો. ઝારગ્રામ, બંકુરા, પુરુલિયામાં સૌથી વધારે નુકસાન મમતા બેનર્જીને થયું હતું જ્યારે બીજી બાજુ ભાજપે પંચાયત ચૂંટણીમાં ઓછામાં ઓછી ૩૦થી ૪૦ ટકા સીટો પર કબજો જમાવી લીધો હતો. આ વિસ્તારમાં ભાજપે ખુબ શાનદાર દેખાવ કર્યો હતો.