બાબા રામદેવની પતંજલિને ટક્કર આપશે શ્રી શ્રીની બ્રાંડ

બાબા રામદેવની પતંજલિને ટક્કર આપશે શ્રી શ્રીની બ્રાંડ
શ્રી શ્રી તત્વાની જાહેરાત અને પ્રમોશન પર લગભગ ૨૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવાની યોજના

નવીદિલ્હી
શ્રી શ્રી રવિશંકરની એફએમસીજી બ્રાંડ શ્રી શ્રી તત્વા હવે બાબા રામદેવની પતંજલિને પડકાર આપવા જઈ રહી છે. શ્રી શ્રી તત્વાનો પ્રચાર ભારે જોરશોરથી કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. તેની જાહેરાત અને પ્રમોશન પર લગભગ ૨૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવાની યોજના બનાવવામાં આવી રહી છે. આયુર્વેદ અને હર્બલ પ્રોડક્ટ્‌સના સેગમેંટની આ નવી બ્રાંડ દેશમાં ૧૦૦૦ સ્ટોર્સ ખોલવાની યોજના બનાવી છે. આ પ્રચાર માટે માસ મીડિયા એડવર્ટાઈઝિંગ અને આઉટડોર કેમ્પેન પર મોટો ખર્ચ કરશે.તાજેતરમાં જ સમાપ્ત થયેલી ઈન્ડિયન પ્રીમિયર લીગમાં આ ટેલિવિઝન એડ્‌વર્ટાઈજિંગ પર ૧૦ કરોડ ખર્ચ કરવાની સાથે એફએમસીજી કેટેગરીમાં મોટા એડવટ્‌ર્સાઈઝર્સ શામેલ હતાં.શ્રી શ્રી તત્વા સ્ટોર્સ ખોલનારી શ્રી શ્રી આયુર્વેદ ટ્રસ્ટના ચીફ એક્ઝિક્યોટિવ, તેજ કટપિટિયાએ જણાવ્યું હતું કે, આ વર્ષે અમે ખુબ જ ઝડપથી વિસ્તાર કરીશું. અમારી એડ્‌વર્ટાઈઝિંગ આક્રમક અને અલગ જ હશે.
તેમણે જણાવ્યું હતું કે, આ નાણાંકિય વર્ષમાં ૩ થી ૪ મોટા એડ્‌વર્ટાઈઝિંગ કેંમ્પેન ચલાવાશે. આ કેમ્પેન સમાચાર ચેનલોની સાથે જ જનરલ એંટરટેન્મેટ ચેનલો અને સ્થાનિક ચેનલો પર ચલાવાશે. આ સાથે જ ઓન-ગ્રાઉંડ અને આઉટડોર એડ્‌વર્ટાઈઝિંગ થશે. જોકે, તેમને એડ્‌વર્ટાઈઝિંગના બજેટની જાણકારી આપવાનો ઈનકાર કરી દીધો હતો.
મીડિયા બાઈંગ એજંસીનું કહેવું છે કે, શ્રી શ્રી તત્વા એડ્‌વર્ટાઈઝિંગ અને પ્રમોશન પર લગભગ ૨૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.પતંજલિની માફક શ્રી શ્રી તત્વા ટૂથપેસ્ટ, પર્સનલ કેર આઈટમ અને ફૂડ પ્રોડક્ટ્‌સ જેવી વિશેષ કેટેગરી પર ફોકસ કરશે. આઇપીએલ દરમિયાન ૧૦ કરોડ રૂપિયાની ટીવી જાહેરાતમાંથી ૪ કરોડ રૂપિયાના પર્સનલ કેર આઈટમ્સ માટે ટીવી જાહેરાત, ૩ કરોડ રૂપિયા ટૂથપેસ્ટ અને ૩ કરોડ રૂપિયા ફૂડ પ્રોડક્ટ્‌સની જાહેરાત પર ખર્ચ કરવામાં આવ્યાં હતાં.શ્રી શ્રી તત્વા કેર પર્સનલ કેરમાં વૉશ, ક્રીમ, લોશન, શેમ્પૂ અને ફૂડ કેટેગરીમાં ઘી, ચોખા, કોકોનેટ ઓઈલ જેવી પ્રોડક્ટ પર ભાર આપશે. દેશમાં પર્સનલ કેર માર્કેટમાં નેચુરલ સેગમેંટની ભાગેદારી લગભગ ૧૮,૫૦૦ કરોડ રૂપિયા કે પછી ૪૧ ટકાની આસપાસ હોવાનું અનુંમાન છે.