the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

બ્રાઈટ સોલાર એનએસઈ એસએમઇ આઈપીઓ રિવ્યૂ (અધર્સ)

બ્રાઈટ સોલાર એનએસઈ એસએમઇ આઈપીઓ રિવ્યૂ 

બ્રાઇટ સોલાર લિમિટેડ (બીએસએલ) “પોમ્મમેન”, “બ્રાઈટ સોલાર”, અને ” બ્રાઈટ સોલાર વોટર પંપ” નાં નોંધાયેલા બ્રાન્ડ નામ હેઠળ ડીસી / એસી સોલર પંપ અને સોલર પમ્પ સિસ્ટમ્સના એસેમ્બલમાં વ્યસ્ત છે. તે સોલર ફોટોવોલ્ટેઇક વોટર પંપ સાથેપણ સંકળાયેલ છે, જેમાં ૧-૫ વર્ષના ચોક્કસ સમયગાળા માટે વ્યાપક જાળવણીના કરાર સાથે પંપ સિસ્ટમ પૂરા પાડવા, સ્થાપિત કરવા અને તેનો અમલમાં કરવાનો સમાવેશ થાય છે. સૌર પંપ સિસ્ટમમાં તેની વિશાળ શ્રેણી ડીસી સોલર પમ્પ, સોલર પમ્પ ઇનપલ્ટર અને એસી સોલર પમ્પ છે. વધુમાં, મ્જીન્ ના સેવા પોર્ટફોલિયોમાં પાણી પુરવઠો, ગટર અને ઇન્ફ્રા પ્રોજેક્ટ પણ ઉમેરવામાં આવ્યા છે. કંપની પટણા (બિહાર) ખાતે જળ શુદ્ધિકરણ પ્લાન્ટ એસેમ્બલ યુનિટ સ્થાપવાની યોજના ધરાવે છે.
પ્રસ્તાવિત સૌર પીવી મોડ્યુલ્સ / પેનલ્સ ઉત્પાદન પ્રોજેક્ટ માટે સ્ટેમ્પિંગ અને રજિસ્ટ્રેશન સહિતના જમીનના સંપાદન માટેની તેની યોજના માટે ફંડ એકત્રિત કરવા માટે,તેની કાર્યકારી મૂડી અને સામાન્ય કોર્પસ ફંડની જરૂરિયાત માટે આ કંપની મેઈડન આઈપીઓ દ્વારા તેનો રૂ. ૧૦ નો એક એવા ૫૪૦૦૦૦૦ ઈકવીટી શેર રૂ. ૩૬ના મુકરર ભાવે ઓફર કરીને રૂ. ૧૯.૪૪ કરોડ એકત્રીત કરવા મૂડી બજારમાં આવેલ છે. જાહેર ભરણા માટે આ ઈસ્યુ તા. ૨૬.૦૬.૨૦૧૮ ના રોજ ખુલશે અને તા. ૨૯.૦૬.૨૦૧૮ના રોજ બંધ થશે. ઓછામાં ઓછી અરજી ૩૦૦૦ શેર માટે અને તે પછી તેના ગુણાંકમાં કરવાની રહેશે. ફાળવણી પછી તેમના શેર એન એસ ઈ એસ એમ ઈ ઈમર્જ પર લીસ્ટ થશે. આ ઈસ્યુના લીડ મેનેજર સ્વસ્તિકા ઈન્વેસ્ટમેન્ટ લી છે જયારે અલંકિત એસાઈંગમેન્ટ લી. તેના રજીસ્ટ્રાર છે. આ ઈસ્યુ ભરાઈ ગયા પછી કંપનીની ભરપાઈ થયેલ મૂડીના ૨૬.૪૭% હિસ્સો આપશે. શરુઆતમાં ભાવોભાવ શેર આપ્યા પછી, તેમણે બીજા ઈક્વીટી શેર વર્ષ ર૦૧પ અને ર૦૧૬ માં શેર દીઠ રૂ. પ૦ થી રૂ. ૯૧ના ભાવે આપેલ હતા. આ ઉપરાંત સપ્ટેમ્બર ર૦૧૭ માં એક શેર પર ર૦ શેર બોનસ આપેલ હતા. ફેબ્રુઆરી ર૦૧૮માં તેમણે એક શેર પર ૯ શેર બોનસ આપેલ હતા. પ્રમોટર્સ દ્વારા શેરના સંપાદનની સરેરાશ કિંમત શેર દીઠ રૂ.૧ છે. આ ઈસ્યુ બાદ આ કંપનીની હાલની ભરપાઈ થયેલ મૂડી જે રૂ. ૧૫.૦૦ કરોડ છે તે વધીને રૂ. ૨૦.૪૦ કરોડ થશે. તેમનો હાલનો ઈકવીટી ડેબ્ટ રેશિયો ૦.૧૨ઃ ૧ છે.
દેખાવની વાત કરીએ તો, છેલ્લા ચાર નાણાકીય વર્ષમાં આ કંપનીનુંં ટર્નઓવર અને ચોખ્ખો નફો રૂ. ૨૮.૪૬ કરોડ / રૂ. ૦.૫૪ કરોડ (નાણાકીય વર્ષ ૨૦૧૪), રૂ. ૪૭.૮૪ કરોડ / રૂ. ૧.૯૭ કરોડ (નાણાકીય વર્ષ ૨૦૧૫), રૂ. ૧૫.૪૭ કરોડ / રૂ. ૦.૭૧ કરોડ (નાણાકીય વર્ષ ૧૬) અને રૂ. ૧૮.૧૩ કરોડ / રૂ. ૧.૭૧ કરોડ (નાણાકીય વર્ષ ૧૭) થયેલ છે. ના. વ. ર૦૧૮ ના તા. ૩૧.૦૧.૨૦૧૮ના રોજ પુરા થતા પ્રથમ ૧૦ માસમાં આ કંપનીએ રૂ. ૨૮.૨૭ કરોડ ના ટર્નઓવર પર રૂ. ૫.૩૫ કરોડ નફો કરેલ હતો. ના. વ. ર૦૧પ માં એકાએક ટોપલાોનમાં ઉછાળો અને આ પછી ઘટાડો અને વધુ આશ્ચર્યજનક ના. વ. ર૦૧૬માં લોવર ટોપ લાઈનમાં વધારો અને ના. વસ ર૦૧૮ના પ્રથમ ૧૦ માસમાં ચોખ્ખા નફામાં ફરી વધારો દરેકનાં ભવાં ઉચાં કરી દે તેમ છે. છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં તેમણે સરેરાશ શેર દીઠ આવક રૂ. ૦.૯૭૪ અને સરેરાશ આર ઓ એન ડબલ્યુ ૧૯.૦૮ ટકા દર્શાવેલ છે. તા. ૩૧.૦૧.૧૮ના એન એ વી રૂ. ૧૦.૩૬ના આધારે આ ઈસ્યુનો ભાવ ૩.૪૭ પી/બીવી થી આવે છે અને ઈસ્યુ પછીના એન એ વી રૂ. ૧૭.૧૪ના આધારે ૨.૧૦ ના પી/બીવીથી આવે છે. જો આપણે તેની છેલ્લી આવકોનું વાર્ષિકીકરણ કરીએ અને ઈસ્યુ પછીના શેર આધારે સમાન પણે વહેંચીઓ તો માગવામાં આવેલ ભાવ ૧૧ ના પીઈ રેશિયોથી આવે છે.રજૂ કરેલ ઓફર ડોકયુમેન્ટ મુજબ તેઓએ ઉર્જા ગ્લોબલ અને શક્તિ પમ્પસને તેમના લીસ્ટેડ હરિફ તરીકે દર્શાવેલ છે કે જેઓ હાલમાં અનુક્રમે ૦ અને ર૯ (તા. ૧૯.૬.૧૮) ના પીઈ રેશિયોથી વેચાઈ રહેલ છે.આ પ્રમાણે તેમની છેલ્લી કમાણી મુજબ ભાવ વાજબી લાગે છે, પરંતુ આગળ ઉપર તે આવો દેખાવ જાળવી શકશે ?
મર્ચંટ બેંકના મોરચે, છેલ્લા ત્રણ વર્ષમાં આ તેમની ૧૬મી કામગીરી છે. છેલ્લા ૧૦ લીસ્ટીંગમાં,નોંધણીના દિવસે ર ઈસ્યુ ઓફર ભાવ કરતાં ડીસ્કાઉન્ટ ભાવે ખુલેલ, અને ૮ ઈસ્યુ ૧.૬૭ % થી ૨૦ %ના પ્રિમિયમથી ખુલેલ હતા.
નિષ્કર્ષ / ઇન્વેસ્ટમેંટ સ્ટ્રેટેજી
છેલ્લા કેટલાક વર્ષોથી તેના દેખાવમાં અસાતત્ય અને ના. વ. ર૦૧૮ ના પ્રથમ ૧૦ માસમાં જોરદાર કમાણી ચિંતા ઉપજાવે છે. જો કે ઈસ્યુના ભાવ વાજબી લાગે છે, પણ હાલમાં જે કમાણી બતાવી છે તે આગળ ઉપર ચાલુ રહેશે તે અંગે શંકા છે, તેથી જોખમ લેનાર રોકાણકારો તેમના પોતાના જોખમે રોકાણ કરવા વિચારે (અધર્સ)