the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

ભ્રમ અને વાસ્તવિકતાઓઃભારતીય ખેડૂતો દ્વારા જંતુનાશકોનો ઉપયોગ

ભ્રમ અને વાસ્તવિકતાઓઃભારતીય ખેડૂતો દ્વારા જંતુનાશકોનો ઉપયોગ

આ કમનસીબી છે કે આપણે જેમ સમૃદ્ધ થઈએ છીએ, તેમ આપણે વધુને વધુ સંસાધનો પર નિયંત્રણ જમાવીએ છીએ, જેટલું લાંબું જીવીએ છીએ, એટલાં જ આપણે વર્તમાન અને ભવિષ્યને લઈને વધારે આશાવાદી બનીએ છીએ તથા વધુને વધુ ચિંતા કરીએ છીએ. આપણો દેશ ૧૯૬૦નાં દાયકામાં આપણે ખાદ્યાન્નની આયાત કરતો હતો, જેમાંથી આપણે કૃષિ ક્ષેત્રમાં હરણફાળ ભરીને ખાદ્યાન્નની નિકાસ કરતો દેશ બન્યાં છીએ.
વિજ્ઞાન અને ટેકનોલોજીએ ખાદ્યાન્નની ખેંચને સફળતાપૂર્વક દૂર કરી છે અને ૧૯૮૦ સુધીમાં ભારત સ્વનિર્ભર દેશ બની ગયો હતો. એટલે આ સફળતા આપણને રોમાંચિત કરે છે. પરંતુ તેમાં ઉપયોગ થતાં જંતુનાશકથી કેન્સર જેવો જીવલેણ રોગ થાય છે, આપણાં ખોરાકમાં રસાયણો સ્વરૂપે ઝેર આવે છે એવી કાલ્પનિક ડરમાંથી આપણે હજુ સુધી મુક્ત થઈ શક્યાં નથી.
છેલ્લાં થોડાં વર્ષોમાં ભારતે કૃષિ ક્ષેત્રમાં ઝડપથી પ્રગતિ કરી છે. કમનસીબે આ સફળતાથી આપણે મોટાં ભાગે પરિચિત નથી અને તેની ખુશી નથી.
૧૯૭૫ અને ૨૦૧૪ વચ્ચે ભારતની વસતિ ૧૦૦ ટકા વધીને ૫૪ કરોડથી ૧૨૧ કરોડ થઈ છે. પણ આપણું કૃષિ ઉત્પાદન ૧૪૦૦ ટકા (એટલે કે ૧૪ ગણું) વધીને ૨૫ અબજ ડોલરથી વધુ ૩૬૭ અબજ ડોલર થયું છે. આપણું કૃષિ ઉત્પાદન વિવિધતા અને વોલ્યુમ એમ બંનેમાં વધારો થયો છે. વિશ્વમાં કૃષિ ઉત્પાદનમાં ભારત બીજું સ્થાન ધરાવે છે.
ભારતનાં ઓછાં શિક્ષિત, પણ અતિ કુશળ ખેડૂતોએ દેશને આટલી ઝળહળતી સફળતા અપાવી છે અને તેઓ વધુ સેવા કે ઉત્પાદન ક્ષેત્રોમાં વળ્યાં નથી. શિક્ષિત ભદ્રજનોને આ હકીકતને પચાવવામાં મુશ્કેલી પડી શકે છે.
સફળતા પોતાની સાથે શંકા અને ડર લાવે છે. નવો ડર એ છે કે, “ભારતીય ખેડૂતો વધારે પ્રમાણમાં જંતુનાશકોનો ઉપયોગ કરે છે.” આ ડર માટે મુખ્યત્વે ભારતમાં વિદેશી ભંડોળથી સંચાલિત બિનસરકારી સંસ્થાઓ જવાબદાર છે. હકીકતમાં આ સંસ્થાઓએ મૂકેલા આરોપ મુજબ ખેડૂતો વધારે જંતુનાશકોનો ઉપયોગ કરે છે? હું વિવિધ દેશોમાં કૃષિ ઉત્પાદન માટે ખેડૂતો દ્વારા ઉપયોગી જંતુનાશક વિશે પ્રાયોગિક તથ્યો ટાંકું છું. (એનેક્ષર -૧)

jantunashak
અવલોકન
દુનિયામાં૩.૫૨ મિલિયન ટન જંતુનાશકો (સક્રિય ઘટક)નો ઉપયોગ થાય છે, જેમાં સૌથી વધુ જંતુનાશકોનો વપરાશ કરતાં દેશો નીચે મુજબ છેઃ
ચીન।અમેરિકા।યુરોપિયન યુનિયન।બ્રાઝિલ।આર્જેન્ટિના
સંયુક્તપણે આ દેશો આંતરરાષ્ટ્રીય સ્તરે ઉપયોગી ૯૦ ટકા જંતુનાશકોનો ઉપયોગ કરે છે.
જંતુનાશકોનો ઉપયોગ ભારત દૃજ યુરોપિયન યુનિયન
• ભારત કૃષિ પાકો હેઠળ સૌથી વધુ (૧૪૧ મિલિયન હેક્ટર) વિસ્તાર ધરાવે છે.
• દુનિયામાં ભારત બીજો સૌથી મોટો કૃષિ ઉત્પાદક (૩૬૭ અબજ ડોલર) છે.
• વૈશ્વિક જંતુનાશકનાં ઉપયોગમાં ભારત ૧.૭ ટકા હિસ્સો ધરાવે છે.
• વૈશ્વિક જંતુનાશકનાં ઉપયોગમાં યુરોપિયન યુનિયન ૧૧ ટકા હિસ્સો ધરાવે છે.
• યુરોપિયન યુનિયન ભારત કરતાં ૬૦૦ ટકા વધારે જંતુનાશકો વાપરે છે.
યુરોપિયન યુનિયનમાં સ્પેન, ફ્રાંસ અને ઇટાલી જેવા ઘણાં દેશો છે, જે કૃષિ માટે ઓછો એરિયા ધરાવે છે અને ભારતની સરખામણીમાં બહુ ઓછું કૃષિ ઉત્પાદન ધરાવતાં હોવા છતાં વધારે જંતુનાશકોનો ઉપયોગ કરે છે.
હકીકત એ છે કે, યુરોપિયન યુનિયન અને ભારત એકસમાન આબોહવા, પાક અને જંતુઓ ધરાવતાં નથી.
ડેટા મુજબ, યુરોપ વિશ્વમાં સૌથી વધુ જંતુનાશકો પેદા કરે છે અને નિકાસ કરે છે. વર્ષ ૨૦૧૬માં આંતરરાષ્ટ્રીય સ્તરે જંતુનાશકોનાં વેપારમાં યુરોપનો હિસ્સો ૫૨ ટકા જેટલો ઊંચો હતો.
અહીં અન્ય એક ઉદાહરણ આપું. જાપાનમાં ૫ મિલિયન હેક્ટરમાં ખેતી થાય છે (ભારતમાં ૧૪૧ મિલિયન હેક્ટરમાં ખેતી થાય છે) અને ૫૩,૦૦૦ ટન જંતુનાશકોનો ઉપયોગ કરે છે, જે ભારતનાં ૬૦,૨૮૦ મિલિયન ટન જંતુનાશકો જેટલો છે. ભારતની સરખામણીમાં જાપાનમાં જંતુનાશકોનું પ્રમાણ અને છંટકાવનું પ્રમાણ વધારે છે. આ દુનિયાનાં ઘણાં દેશો જેટલું છે.
પણ વિદેશી ભંડોળથી સંચાલિત ભારતીય એનજીઓએ એવી વિભાવના ઊભી કરી છે કે, ભારતમાં જંતુનાશકોનો વધારે ઉપયોગ થાય છે. આ ખોટ આરોપ છે અને તેનો આંકડાકીય કોઈ આધાર નથી. યુરોપિયન યુનિયનમાં દેશો ભારતમાં પર્યાવરણ સંરક્ષણ કાર્યકર્તાઓ માટે ભંડોળનો મુખ્ય સ્ત્રોત છે. આ વિદેશી ભંડોળથી સંચાલિત એનજીઓનો એજન્ડા સ્પષ્ટ છે. તેઓ ભારતીય ખેતીની છાપ આંતરરાષ્ટ્રીય સ્તરે ખરડવા ઇચ્છે છે, જે તેમનાં દાતાઓ ઇચ્છે છે.
આ લેખનો ઉદ્દેશ જંતુનાશકોનાં ઉપયોગ સામે રજૂઆત કરવાનો નથી. ખેતીવાડીમાં જંતુઓ અને રોગો સામે પાકનું રક્ષણ કરવા જંતુનાશકો આવશ્યક છે તથા તેઓ માનવસમાજમાં દવા જેવી ભૂમિકા કૃષિ ક્ષેત્રમાં ભજવે છે.
મારો એકમાત્ર ઉદ્દેશ ભારતની સરખામણીમાં દુનિયાનાં દેશોમાં જંતુનાશકોનો વપરાશ સંબંધિત હકીકતો પ્રસ્તુત કરવાનો તથા ભારતમાં વિદેશી ભંડોળથી ચાલતી એનજીઓ દ્વારા ખોટાં એજન્ડાને બહાર લાવવાનો છે. ડર પેદા કરતી પદ્ધતિઓ અને ભ્રામક પ્રચારોથી પર્યાવરણ સંરક્ષણ કાર્યકર્તાઓ આપણી કૃષિ પેદાશોની નિકાસને નોંધપાત્ર નુકસાન કરે છે તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય કૃષિ પેદાશો પ્રત્યે પૂર્વગ્રહ અને ભેદભાવ પેદા થાય છે.
ઉપસંહાર
લેટિનમાં એક કહેવત છેઃ રિપેટિટોએસ્ટ મેટર સ્ટૂડિયોરમ અર્થાત્‌ પુનરાવર્તનથી શીખી શકાય છે. જોકે સમાજમાં પુનરાવર્તનથી લોકો નવી અને અપરિચિત હકીકતો જાણવાની ક્ષમતા ગુમાવે છે. પુનરાવર્તનથી અગાઉની માન્યતાઓ જ જળવાઈ રહે છે. તેનાથી નવી જાણકારી મેળવવામાં મદદ મળતી નથી. તે આપણાં મગજ પર પૂર્વગ્રહોને દ્રઢ કરે છે. ભારતીય ખેડૂતો વધારે જંતુનાશકોનો ઉપયોગ કરે છે એવાં નકારાત્મક પ્રચારથી આ પ્રકારનો વિચાર ભારતીયો અને દુનિયાભરનાં લોકોમાં ઘર કરી જાય છે.