મહબૂબા મુફ્તીએ CM પદેથી આપ્યું રાજીનામું, હવે શું છે વિકલ્પ?

બીજેપીએ અચાનક જ PDPને આપેલું સમર્થન પાછું ખેંચતા મહબૂબા સરકાર સામે સંકટ ઊભું થઈ ગયું છે

નેશનલ ડેસ્કઃ જમ્મુ કાશ્મીરમાં PDP સાથે ચાલી રહેલી ગઠબંધન સરકારમાંથી અંતે બીજેપી સમર્થન પાછું ખેંચવાની જાહેરાત કરી તેના થોડા સમયમાં જ મહબૂબા મુફ્તીએ જમ્મુ કાશ્મીરના CM પદેથી રાજીનામું આપી દીધું છે. બીજેપીના વરિષ્ઠ નેતા રામ માધવે મંગળવારે કહ્યું કે કેન્દ્ર સરકાર તરફથી પૂરી મદદ કરવામાં આવી છતાં રાજ્યમાં વિકાસ થવાને બદલે આતંકવાદનો વિકાસ થયો રહ્યો છે. બીજેપીએ સમર્થન ખેંચતા મહેબૂબા મુફ્તી પાસે ફરી સત્તા પર આવવા માટે શું હવે વિકલ્પ છે? જો કે બીજેપી તો રાજ્યમાં રાજ્યપાલ શાસનની જ માગ કરી રહ્યું છે.

મહબૂબા સામે સંકટ

– બીજેપીએ અચાનક જ PDPને આપેલું સમર્થન પાછું ખેંચતા મહબૂબા સરકાર સામે સંકટ ઊભું થઈ ગયું છે.
– ગત વિધાનસભા ચૂંટણીના પરિણામ જોઈએ તો રાજ્યની કુલ 87 બેઠકમાંથી PDPને 28, બીજેપીને 25, નેશનલ કોન્ફરન્સને 15 અને કોંગ્રેસને 12 સીટ મળી હતી. આ ઉપરાંત અન્ય પક્ષોને 7 સીટ મળી હતી.

PDPને જો કોંગ્રેસનો ટેકો મળે તો?

– જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીને હજુ લગભગ 3 વર્ષ બાકી છે. ત્યારે ફરી ગઠબંધન સરકાર બનાવવાના પ્રયાસો કરવામાં આવી શકે છે.
– PDPને કોંગ્રેસનું જ સમર્થન પૂરતું નહીં થાય. હાલ PDP પાસે 28 અને કોંગ્રેસ પાસે 12 સીટ છે તે બંને ભેગા થાય તો પણ 40 સીટ જ થાય છે જે બહુમત માટે 44ના આંકડા કરતા ઓછી છે.
– ત્યારે બહુમતના મેજીકલ આંકડાને સ્પર્શવા માટે અન્યના ટેકાની પણ જરૂર પડશે.

નેશનલ કોન્ફરન્સનો સાથ મળે તો શું થાય?

– જો PDP અને કોંગ્રેસ વચ્ચે કોઈ સમાધાન નથી થતું તો મહબૂબા મુફ્તી પાસે બીજો વિકલ્પ છે પ્રમુખ વિપક્ષી પાર્ટી નેશનલ કોન્ફરન્સ સાથે હાથ મિલાવવા.
– PDP અને નેશનલ કોન્ફરન્સ વચ્ચે સમાધાન શક્ય બને તો PDPના 28 ધારાસભ્યો અને નેશનલ કોન્ફરન્સના 15 ધારાસભ્યો મળીને બહુમતીના 44 આંકડાને નથી સ્પર્શી શકતા
– આ સ્થિતિમાં પણ PDPને અન્યોની જરૂર પડશે

ગર્વનર શાસન લાગુ થઈ શકે છે

– જમ્મુ કાશ્મીર જો મહબૂબા સરકાર બહુમત સાબિત ન કરી શકે તો અંતે ગર્વનર શાસન લાગુ થશે. જેને આગળ પણ વધારી શકાય છે. જે બાદ ચૂંટણીનો વિકલ્પ વધે છે.
– રાજ્યના ઉપમુખ્યમંત્રી કવિંદર ગુપ્તાએ જાહેરાત કરી છે કે અમે અને અમારા મંત્રીઓએ અમારા રાજીનામા રાજ્યપાલને મોકલી દીધા છે.