મહિન્દ્રા-ટેરી સેન્ટર ફોર એક્સલન્સ વચ્ચે રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં ઊર્જા કાર્યક્ષમતા વધારવાજોડાણ
આ અનોખી રિસર્ચ ફેસિલિટી ભારતીય આબોહવાની સ્થિતિને અનુરૂપ ઇનોવેટિવ સોલ્યુશન્સ વિક્સાવવા પર ધ્યાનઆપશે
12 જૂન 2018, નવી દિલ્હીઃ મહિન્દ્રા લાઇફસ્પેસ ડેવલપર્સ લિમિટેડ (MLDL) અને ધ એનર્જી રિસોર્સ ઇન્સ્ટિટ્યુટ (TERI)એ આજે ભારતમાં એનર્જી એફિશિયન્ટ રિયલ એસ્ટેટને વેગ આપવા માટે સૌ પ્રથમ સેન્ટર ફોર એક્સલન્સ (CoE)ની શરૂઆત કરી હતી. ભારતમાં હાલમાં ઊર્જા કાર્યક્ષમ બિલ્ડીંગસ્ટોક પાંચ ટકાથી પણ ઓછો છે. CoE આધુનિક રિસર્ચ ટેકનિક, ટુલ્સ અને પર્ફોમન્સ મેઝરમેન્ટ સોલ્યુશન્સનો ઉપયોગ કરીને ગ્રીન બિલ્ડીંગ્સનેપ્રોત્સાહન આપશે. આ સંયુક્ત સંશોધન પહેલ ભારતના રિયલ એસ્ટેટ સેક્ટર માટે ઓપન સોર્સ અને સાયન્સ આધારિત સોલ્યુશન્સ વિક્સાવવા પરધ્યાન કેન્દ્રીત કરશે.
CoE માર્કેટ રેડી, સ્કેલેબલ અને એનર્જી એફિશિયન્ટ મટિરિયલ અને ટેકલોજીસ માટે મજબૂત ડેટાબેઝ વિક્સાવવાનો હેતુ ધરાવે છે. તે કેન્દ્ર રાજ્યોનામંત્રાલયો માટે નીતિ ઘડતરમાં મદદરૂપ નીવડે તેવી બ્રીફ તૈયાર કરવાની દિશામાં કામ કરશે, જે દેશની એનર્જી ફુટપ્રિન્ટમાં ઘટાડો કરશે.. રિયલએસ્ટેટ અને બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગને ડેટાબેઝ, માર્ગરેખા અને માપદંડો વહેંચતા પહેલાં રિસર્ચ પરિણામોની યોગ્યતા ચકાસવમાં આવશે. જાહેરજનતા સમક્ષ મૂકવામાં આવનાર રિસર્ચ આઉટપુરનો હેતુ એ છે કે ડેવલપર્સ, આર્કિટેક્ટ્સ અને વ્યક્તિગત ઘર માલિકો આ ભલામણોને અપનાવે.
CoEનું ઉદઘાટન કરતા બોલતા મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ જણાવ્યું હતું કે, “ભારત પાસે શહેરીકરણ, કે મોબિલિટી અથવા ક્લાઇમેટચેન્જ ક્ષેત્રે અલગ કામ કરવા માટે વિશ્વની સૌથી મોટી લેબોરેટરી બનવાની તક છે. ધ મહિન્દ્રા– TERI CoE અમારા ફોકસને બિઝનેસથી પણ આગળવધીને સસ્ટેનિબિલિટી પર લઇ જાય છે, જે વિશાળ અર્બન સ્ટેકહોલ્ડર ઇકોસિસ્ટમ રચશે અને તે ભારતના શહેરો અને નગરોમાં પરિવર્તન લાવીનેવાતાવરણને હરિયાળું બનાવશે.”
TERIના ડાયરેક્ટર જનરલ અજય માથુરે ઓછી ખર્ચાળ, હરિયાળી છતાં સસ્તી બિલ્ડીંગ ટેકનોલોજીસ અને મટિરિયલના નિર્માણ પર ભાર મૂક્યો હતો, જેભારતીય આબોહવાની સ્થિતિને અનુરૂપ હોય અને જે વધુ સગવડ આપે તથા ઊર્જાનો ઓછો વપરાશ કરે. તેમણે જણાવ્યું કે મહિન્દ્રા TERI સેન્ટર ઓફએક્સલન્સ દ્વારા આપવામાં આવનારી માહિતી અને જ્ઞાન ડેવલપર્સને મદદરૂપ નીવડશે અને તેઓ ડિઝાઇનિંગમાં યોગ્ય નિર્ણય લઇ શકશે. ડો. માથુરેભારપૂર્વક જણાવ્યું હતું કે, CoE ખાતે હાથ ધરાનાર રિસર્ચ ગ્રીન બિલ્ડિંગ્સના સપ્લાયની તીવ્રતા વધારવા ડેવલપરને સક્ષમ બનાવવાની દિશામાં વિશાળ પગલું હશે.
મહિન્દ્રા લાઇફસ્પેસિસ ડેવલપર્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અનિતા અર્જુનદાસે જણાવ્યું હતું કે, “ભારતમાં સસ્ટેનેબલ અર્બન ડેવલપમેન્ટના પ્રણેતા તરીકે અમે માનીએ છીએ કે ટકાઉ અને વ્યાપક ઇનોવેશ માટે સહયોગી અભિગમ જરૂરી છે અને તેમાં અનેક હિસ્સેદારોનું જોડાણ જરૂરી છે. ધ મહિન્દ્રા-TERI CoEભારતીય બાંધકામ ઉદ્યોગ પર ઇનોવેટિવ અને સસ્ટેનેબલ સોલ્યશન્સ વિક્સાવવા માટે સકારાત્મક અસર કરશે અને એ રીતે મજબૂત ગ્રીન સપ્લાય ચેઇનઇકોસિસ્ટમનું નિર્માણ કરશે.”
CoE અમલીકરણ, સમીક્ષા અને ડિલિવરી માટે સ્તરીય અભિગમ અપનાવશે. ઉદ્યોગના અગ્રણીઓ અને પ્રેક્ટીશનર્સની બનેલી ટેકનિકલ એડવાઇઝરી કમિટી(TAC) રિસર્ચ એક્ટિવિટિઝને ટેકનિકલ ઓવરસાઇટ પૂરું પાડશે. ગુડગાંવમાં નવી લોંચ કરવામાં આવેલું CoE SVA-GRIHA 5-સ્ટાર રેટેડ છે અને તેમાં COE દ્વારાસસ્ટેનેબિલિટીના સિધ્ધાંતો અને ડિઝાઇન સ્ટ્રેટેજીનાં સૂચનોને સમાવવામાં આવ્યા છે.
TERI અંગે
ધ એનર્જી એન્ડ રિસોર્સિસ ઇન્સ્ટિટ્યુટ (TERI) એ ભારત અને દક્ષિણના દેશોમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે રિસર્ચ અને ડેવલપમેન્ટ માટે સંશોધન હાથ ધરતીસમર્પિત અને અગ્રણી થિન્ક ટેન્ક છે. 1974માં સ્થાપવામાં આવેલી TERI પર્યાવરણ સંચાલન અને સાતત્યપૂર્ણ વિકાસ માટે સંશોધન, ચર્ચા અને થોટલીડરશીપ માટેની પ્રતિષ્ઠીત સંસ્થા તરીકે ઉદભવી છે. ઇન્ટરનેશનલ સેન્ટર ફોર ક્લાઇમેટ ગવર્નન્સ દ્વારા વિશ્વન પાંચ સૌથી અસરકારક થિન્ક ટેન્કમાં TERIનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સંસ્થા ક્લાઇમેટ ચેન્જની દિશામાં પગલાં લેવા માટે પ્રતિબધ્ધ છે.
અમે સસ્ટેનેબલ બિલ્ડિંગ કોમ્પ્લેક્સની ડિઝાઇન અને ડેવલપમેન્ટ માટે ટેકનિકલ કન્સલ્ટન્સી પૂરી પાડીએ છીએ. ગ્રીન બિલ્ડીંગ્સ માટેની અમારી રેટિંગ સિસ્ટમGRIHAને ભારતની રાષ્ટ્રીય રેટિંગ સિસ્ટમ તરીકે અપનાવવામાં આવી છે અને તેણે ઓછા સંસાધનોનો ઉપયોગ કરતી અને પર્યાવરણનું જતન કરતી હોય તેવી ભવિષ્ય માટે તૈયાર એવી સેંકડો બિલ્ડિંગ્સની ડિઝાઇન તૈયાર કરવામાં મદદ કરી છે.
Know more about TERI: http://www.teriin.org/
Twitter and Facebook – @teriin
LinkedIn – www.linkedin.com/company/teriin/
મહિન્દ્રા લાઇફસ્પેસ ડેવલપર્સ અંગે
1994માં સ્થપાયેલી મહિન્દ્રા લાઇફસ્પેસ ડેવલપર્સ લિમિટેડ એ 20.7 અબજ ડોલરના મહિન્દ્રા ગ્રુપનો રિયલ એસ્ટેટ અને ઇન્ફ્રાસ્ટ્રચર બિઝનેસ છે અને તે ભારતના સસ્ટેનેબલ અર્બનાઇઝેશનમાં પ્રણેતા છે. કંપની ‘મહિન્દ્રા લાઇફસ્પેસિસ’ અને ‘હેપીનેસ્ટ’ બ્રાન્ડ્સ હેઠળ રેસિડેન્શિયલ ડેવલપમેન્ટ દ્વારા તથા ‘મહિન્દ્રા વર્લ્ડ સિટી’ અને ‘ઓરિજિન્સ બાય મહિન્દ્રા વર્લ્ડ સિટી’ બ્રાન્ડ હેઠળ ઇન્ટીગ્રેટેડ શહેરો ઇન્ડસ્ટ્રીયલ ક્લસ્ટર્સ બનાવીને ભારતના શહેરી લેન્ડસ્કેપનું પરિવર્તન લાવવા પ્રતિબધ્ધ છે.
મહિન્દ્રા લાઇફસ્પેસિસ વિશ્વાસ અને પારદર્શિતાના વારસાનો મુળ ધરાવતા ઇનોવેટિવ કસ્ટમર ફોકસ્ડ સોલ્યુશન્સ પૂરા પાડે છે. કંપનીની ડેવલપમેન્ટ ફુટપ્રિન્ટ સાત શહેરોમાં 23 મિલિયન સ્કવેર ફુટ (2.133 મિલિયન સ્કવેર મીટર) વિસ્તારમાં ફેલાયેલી છે અને હાલમાં ચાર શહેરોમાં તેના ઇન્ટીગ્રેટેડ ડેવલપમેન્ટ્સ ખાતે 4960 એકર્સમાં વર્તમાન અને આગામી પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.
ભારતમાં ગ્રીન હાઉસ મુવમેન્ટસમાં પ્રણેતા મહિન્દ્રા લાઇફસ્પેસિસને 2017 GRESB રિયલ એસ્ટેટ ESG (એન્વાર્યનમેન્ટલ, સોશિયલ એન્ડ ગવર્નન્સ)એસેસમેન્ટમાં તેની કેટેગરીમાં એશિયામાં 4થો ક્રમ મળ્યો હતો. કંપનીને ગ્રેટ પ્લેસ ટુ વર્ક ઇન્સ્ટિટ્યુટ દ્વાર ટોપ 50 ગ્રેટ મિડ–સાઇઝ્ડ વર્કપ્લેસિસ-2017માંસ્થાન મળ્યું હતું.
મહિન્દ્રા લાઇફસ્પેસિસ અંગે વધુ જાણવા ક્લિક કરોઃ www.mahindralifespaces.com
મહિન્દ્રા અંગે
20.7 અબજ ડોલરનું મહિન્દ્રા ગ્રૂપ લોકોને ઇનોવેટિવ મોબિલિટી સોલ્યુશન્સ દ્વારા સધ્ધર બનાવે છે, ગ્રામીણ સમૃધ્ધિ બક્ષે છે, શહેરી જીવનશૈલીને વધારે છે, નવા બિઝનેસને પોષે છે અને સમુદાયને મજબૂત કરે છે. કંપની ભારતમાં યુટિલિટી વ્હિકલ્સ, આઇટી, ફાઇનાન્સિયલ સર્વિસિસ અને વેકેશન ઓનરશીપમાં લીડરશીપ પોઝિશન ધરાવે છે અને વોલ્યુમના સંદર્ભમાં વિશ્વની સૌથી મોટી ટ્રેક્ટર કંપની છે .મહિન્દ્રા એગ્રીબિઝનેસ, એરોસ્પેસ, કોમર્શિયલ વ્હિકલ્સ, કોમ્પોનન્ટ્સ, ડિફેન્સ, લોજીસ્ટીક્સ, રિયલ એસ્ટેટ, અક્ષય ઊર્જા, સ્પીડબોટ્સ અને સ્ટીલ સહિતના ઉદ્યોગોમાં મજબૂત હાજરી ધરાવે છે. ભારતમાં વડુંમથક ધરાવતું મહિન્દ્રા 100 દેશોમાં 2,40,000 લોકોને રોજગાર આપે છે.
મહિન્દ્રા અંગે વધુ જાણવા ક્લિક કરોઃ www.mahindra.com / Twitter and Facebook: @MahindraRise