મુંબઇઃ ઘાટકોપરના રહેણાક વિસ્તારમાં ચાર્ટર્ડ પ્લેન ક્રેશ, પાયલટ સહિત પાંચનાં મોત

મુંબઇઃ ઘાટકોપરના રહેણાક વિસ્તારમાં ચાર્ટર્ડ પ્લેન ક્રેશ, પાયલટ સહિત પાંચનાં મોત

 

Plane crash copy

મુંબઇના ઘાટકોપર વિસ્તાર પાસે એક ચાર્ટડ પ્લેન ક્રેશ થયું હતું. આ ઘટનામાં પાયવટ સહિત પાંચનાં મોત થયા છે.  પ્લેન રહેણાક વિસ્તારમાં ક્રેશ થયા બાદ પ્લેનમાં આગ લાગી હતી જેની ઝપેટમાં એક રાહદારી પણ આવી ગયો જેનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ પાંચથી વધુ ફાયર ફાઇટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી જઇ આગ પર કાબુ મેળવ્યો હતો.

પ્રાથમિક વિગત મુબજ મુંબઇના જાણીતા અને વધુ વસ્તી ધરાવતા ઘાટકોપર વિસ્તારમાં ચાર્ટર્ડ પ્લેન ક્રેશ થયું હતું. જેમાં પાંચનાં મોત થયા હતા, મૃતકોમાં પ્લેનમાં સવાર ચાર લોકો સહિત એક રાહદારીનો પણ સમાવેશ થાય છે. મૃતકોમાં બે મહિલાનો સમાવેશ થાય છે જેઓ પ્લેનના ક્રૂ મેમ્બર હતી.

CNBCના રિપોર્ટ પ્રમાણે આ ચાર્ટર્ડ જાણીતા બિઝનેસમેન અને પાન પરાગ મેનેઝિંગ ડાયરેક્ટર દીપક કોઠારીનું છે. કહેવામાં આવી રહ્યું છે કે પ્લેને ટેસ્ટિંગ માટે જુહુ એરબેસથી ઉડાન ભરી હતી, પરંતુ ઘાટકોપરના સર્વોદય નગરમાં બપોરે દોઢ વાગ્યાની આસપાસ ક્રેશ થઇ ગયું હતું. આ પ્લેન યુ વાઇ કંપનીના માલિક ઉદય કોઠારી અને પ્રદીપ કોઠારીનું છે, જે ઉત્તર પ્રદેશના કાનપુરના રહેવાસી છે, જુહુ મુંબઇમાં તેમનો બંગલો છે, કોઠારી બ્રધર પાન પરાગ પાનમસાલાને લઇને જાણીતા છે.

જાણકારી પ્રમાણે ક્રેશ થયેલું ચાર્ટર્ડ પ્લેન 2014 સુધી યુપી સરકારની માલિકીનું હતું,જેને બાદમાં વેચી દેવામાં આવ્યું હતું. ન્યૂઝ એજન્સી એએનઆઇએ પ્રિન્સિપલ સેક્રેટરી ઇન્ફોર્મેશન અવનીશ અવસ્થીના હવાલેથી જણાવ્યું કે પ્લેન યુપી સરકારનું નથી, જેને મુંબઇની UY એવિએશનને વેચી દીધું હતું. જેને જાણીતા બિઝનેસમેન દીપક કોઠારીએ ખીરીદ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ પ્લેન અગાઉ પણ ઇલાહાબાદમાં દૂર્ઘટનાગ્રસ્ત થયું હતું.

ઘાટકોપરના રહેણાક વિસ્તારમાં એક બિલ્ડિંગ પર પ્લેન ક્રેશ થવાને કારણે આગ લાગી હતી, ઘટનાની જાણ થતાં જ ફાયર ફાયટરનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને આગ પર કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા.