મુંબઈના પોશ વિસ્તાર વરલીના પ્રભાદેવીમાં 33 માળનાં બ્યુમોન્ડે બિલ્ડીંગમાં લાગી ભયંકર આગ

મુંબઈના પોશ વિસ્તાર વરલીના પ્રભાદેવીમાં 33 માળનાં બ્યુમોન્ડે બિલ્ડીંગમાં લાગી ભયંકર આગ : બિલ્ડીંગમાં એક્ટ્રેસ દીપિકા પાદુકોણ સહિત અનેક સેલીબ્રીટીઓનાં ઘર : ફાયર બ્રિગેડની ૮ ગાડીઓ પહોંચી ઘટનાસ્થળે

મુંબઈ : મુંબઈના વર્લીમાં આવેલી 33 માળની હાઈરાઇઝ બિલ્ડિંમાં આગ લાગી હોવાના અહેવાલ સાંપડી રહ્યા છે. જે બિલ્ડિંગમાં આગ લાગી છે તે જ બિલ્ડિંગમાં બોલિવુડની ટોપની એક્ટ્રેસ દીપિકા પાદુકોણ પણ રહે છે. હાલ ફાયર બ્રિગેડની ૮ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આગ એટલી ભયાનક છે કે ઉપરના માળ સુધી પહોંચી ગઈ છે. હજુ સુધી જો કે કોઈ જાનહાનિના અહેવાલ નથી. આ ઈમારતના 26માં માળે દીપિકા પાદૂકોણનો ફ્લેટ છે.

વીડિયો ફૂટેજમાં જોઈ શકાય છે કે બ્યુમોન્ડે એપાર્ટમેન્ટના ટોપ ફ્લોરમાં આગ લાગવાથી ધૂમાડાના ગોટેગોટા આકાશમાં ચડી રહ્યા છે. ઘટનાની જાણ થતા જ મુંબઈ પોલીસ અને ફાયરબ્રિગેડનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો છે.

ઘટનાની માહિતી મુંબઈ પોલીસે પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ દ્વારા લોકોને જાણકારી આપવા માટે શેર કરી છે. બિલ્ડિંગની આસપાસ ઝૂંપડપટ્ટી પણ આવેલી છે. આ વિસ્તારમાં ટ્રાફિક પણ ખાસ્સો રહે છે, તેમજ સમગ્ર વિસ્તાર અતિ ગીચ પણ છે. તેની આસપાસ સ્લમ એરિયા પણ આવેલો છે.

આ અપાર્ટમેન્ટનું નામ ડ્યુમોન્દે છે, અને બિલ્ડિંગ મુંબઈના પ્રભાદેવી વિસ્તારના અપ્પાસાહેબ મરાઠે માર્ગ પર આવેલી છે. 33 માળના બિલ્ડિંગમાં ટોપના બે ફ્લોર પર આગ લાગી છે. એવું પણ કહેવાઈ રહ્યું છે કે, ડુપ્લેક્સ ફ્લેટમાં આ આગ લાગી છે. અત્યાર સુધી 90થી 95 લોકોને આ બિલ્ડિંગમાંથી કાઢવામાં આવ્યા છે