રજનીશ વેલનેસ બીએસઈ એસએમઈ આઈપીઓ સમીક્ષા (અન્ય)

રજનીશ વેલનેસ બીએસઈ એસએમઈ આઈપીઓ સમીક્ષા (અન્ય)

રજનીશ વેલનેસ લિમિટેડ (ઇઉન્) હાલમાં આયુર્વેદિક પર્સનલ કેર કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઉત્પાદનોની કેટેગરીમાં વિવિધ પ્રકારનાં ઉત્પાદનો અને તેના વેચાણ બિઝનેસ સાથે સંકળાયેલી છે. કંપનીનું મુખ્ય ધ્યાન જાતીય સુખાકારી, ઊર્જા પુનરોદ્ધાર અને પર્સનલ કેર પ્રોડક્ટ્‌સ પર કેન્દ્રિત છે. હાલમાં જીવન અને સ્વાસ્થ્ય અને સુખાકારી અંગેની જાગૃતિ વધી રહી છે ત્યારે આ કંપનીનો વર્તમાન ઉત્પાદન પોર્ટફોલિયો આયુવેદિક ઉત્પાદનો પર કેન્દ્રિત છે. કંપની જાતીય સુખાકારી અને ઊર્જા પુનરોદ્ધાર શ્રેણીમાં નૈતિક બજાર પર નજર રાખે છે. તાજેતરમાં, આરડબ્લ્યુએલ આ શ્રેણીમાં નવા જ લોંચ પ્લે પ્લે વફન સ્પ્રે લોંન્ચ કરેલ છે. કંપની મહારાષ્ટ્રમાં ઉત્તર પ્રદેશ, કર્ણાટક, બિહાર, ઓડીસા, દિલ્હી, ઝારખંડ, મધ્યપ્રદેશ,ઉત્તરાકાંડ, હરીયાણા અને પશ્ચિમ બંગાળમાં ખૂબ જ મજબૂત પકડ ધરાવે છે.
કંપની એસેટ લાઇટ મોડલ પર ચાલે છે અને તેના પોતાના નામ હેઠળ તમામ બ્રાન્ડ ધરાવે છે. રજનીશ આરંભથી વિવિધ ઉત્પાદકો પાસેથી તેમનાં ઉત્પાદનો મેળવતા હોય છે.તે બધી ઉત્પાદન માટેની જરૂરિયાત આઉટસોર્સ દ્વારા વિવિધ સપ્લાયર્સ પાસેથી મેળવે છે, કે જેઓ ભારતમાં જે તે ઉત્પાદનમાં નિપૂણહોય અને જેઓ આ કંપનીને જરૂરી સ્પેસીફીકેશન્સ અને કવોલીટી મુજબ ઉત્પાદનો આપી શકતાં હોય.
આ કંપનીનાં પર્સનલ કેર ઉત્પાદનો ‘પ્લે વીન કેપ્સ્યુલ‘, ‘ીપ્લે વી કોન્ડમ’, ‘રજનીશ લોશન’, રજનીશ પ્લસ લોશન’, ‘પ્લે વીન સ્પ્રે’, ‘પ્લે વીન પ્લસ કેપ્સ્યુલ્સ’,‘પ્લે વીન ઓઈલ’, ‘પ્લે એફ કેપ્સ્યુલ્સ’, ‘કસાવ પાઉડર’, ‘સુદન્તા દંત મંજન’, ‘મીઠોહર લીકવીડ’, ‘મીઠોહર ટેબ્લેટસ’,‘માદામૃત હેરશેમ્પુ’, ‘ાદામૃત હેર ઓઈલ’, ‘માદામૃત હેર કેપ્સ્યુલ’ અને પીઆ લો હર્બસ જેવા પ્રાન્ડ નેમ હેઠળ વેચે છે.
બ્રાન્ડીગના આયોજન માટે અને જાહેરાત ખર્ચ માટે નાણાં મેળવવા, કાર્યકારી મૂડી અને સામાન્ય કોર્પસ ફંડની જરૂરિયાત માટે આ કંપની મેઈડન આઈપીઓ દ્વારા તેનો રૂ. ૧૦ નો એક એવા ૧૨૬૧૨૦૦ ઈકવીટી શેર રૂ. ૯પ ના મુકરર ભાવે ઓફર કરીને મૂડી બજારમાંથી રૂ. ૧૧.૯૮ કરોડ એકત્રીત કરવા આવેલ છે. જાહેર ભરણા માટે આ ઈસ્યુ તા. ૨૫.૦૬.૨૦૧૮ ના રોજ ખુલશે અને તા. ૨૭.૦૬.૨૦૧૮ના રોજ બંધ થશે. ઓછામાં ઓછી અરજી ૧૨૦૦ શેર માટે અને તે પછી તેના ગુણાંકમાં કરવાની રહેશે. ફાળવણી પછી તેમના શેર બી એસ ઈ એસ એમ ઈ પર લીસ્ટ થશે. આ ઈસ્યુના લીડ મેનેજર નેવીજન્ટ કોર્પોરેટ એડવાઈઝર્સ લી છે જયારે બીગશેર સર્વિસીસ પ્રા. લી. તેના રજીસ્ટ્રાર છે. આ ઈસ્યુ ભરાઈ ગયા પછી કંપનીની ભરપાઈ થયેલ મૂડીના ૨૬.૯૯% હિસ્સો આપશે. શરુઆતમાં ભાવોભાવ શેર આપ્યા પછી, તેમણે બીજા ઈક્વીટી શેર દીઠ રૂ. ર૦ ના ભાવે આપેલ હતા (ફેબ્રુઆરી ર૦૧૮) અને આ ઉપરાંત જાન્યુઆરી ર૦૧૮ માં એક શેર પર ૧૯ શેર બોનસ આપેલ હતા. પ્રમોટર્સ દ્વારા શેરના સંપાદનની સરેરાશ કિંમત શેર દીઠ રૂ.૭.૦૮ છે. આ ઈસ્યુ બાદ આ કંપનીની હાલની ભરપાઈ થયેલ મૂડી જે રૂ. ૩.૪૧ કરોડ છે તે વધીને રૂ. ૪.૬૭ કરોડ થશે. તા. ૨૦.૨.૧૮ના રોજ તેમનો ડેબ્ટ ઈકવીટી રેશિયો ૦.૭૫ઃ૧ છે.
દેખાવની વાત કરીએ તો, છેલ્લા બે નાણાકીય વર્ષમાં આ કંપનીનુંં ટર્નઓવર અને ચોખ્ખો નફો,રૂ. ૧૩.૧૬ કરોડ / રૂ. ૦.૩૨ કરોડ (નાણાકીય વર્ષ ૧૬) અને રૂ. ૨૫.૩૦ કરોડ / રૂ. ૦.૬૪ (નાણાકીય વર્ષ ૧૭) થયેલ છે. ના. વ. ર૦૧૮ ના તા. ૨૮.૦૨.૧૮ના રોજ પુરા થતા પ્રથમ ૧૧ માસમાં આ કંપનીએ રૂ. ૨૪.૨૩ કરોડ ના ટર્નઓવર પર રૂ. ૧.૬૨ કરોડ નફો કરેલ હતો. છેલ્લા નાણાકીય વર્ષમાં તેમણે સરેરાશ શેર દીઠ આવક રૂ. પ.૩૪ અને સરેરાશ આર ઓ એન ડબલ્યુ ૩૧.૦૯ ટકા દૃશાવેલ છે. તા. ૨૮.૨.૨૦૧૮ના એન એ વી રૂ. ૪૪.૨૬ના આધારે આ ઈસ્યુનો ભાવ ૨.૧૫ પી/બીવીથી આવે છે અને ઈસ્યુ પછીના એન એ વી ૩૬.૭૭ના આધારે ૨.૫૮ના પી/બીવીથી આવે છે. . જો આપણે તેની છેલ્લી આવકોનું વાર્ષિકીકરણ કરીએ અને ઈસ્યુ પછીના શેર આધારે સમાન પણે વહેંચીઓ તો માગવામાં આવેલ ભાવ રપ ના પીઈ રેશિયોથી આવે છે. તેમની કોઈ લીસ્ટેડ હરિફ કંપની નથી.
બી આર એલ એમ ના મોરચે,છેલ્લ ત્રણ નાણાકીય વર્ષમાં આ તેમની ૧૪ મી કામગીરી છે. છેલ્લા ૧૦ લીસ્ટીંગમાં લીસ્ટીંગના દિવસે ૩ ડીસ્કાઉન્ટ ભાવે અને ૭ ઈસ્યુ ૧.રપ% થી ર૦% ના પ્રિમયમ સાથે ખુલેલ હતા.
નિષ્કર્ષ / ઇન્વેસ્ટમેંટ સ્ટ્રેટેજી
પૂર્ણ ભાવના આ ઈસ્યુ વિષે વિચારતાં, જેમના હાથ પર વધારાની રોકડ હોય અને જોખમ પ્રત્યે સભાન હોય તેવા રોકાણકારો તેમના જોખમે રોકાણ કરી શકે (અધર્સ)