રશિયા ખાતે ફુટબોલ મહાકુંભનો પ્રારંભ

રશિયા ખાતે ફુટબોલ મહાકુંભનો પ્રારંભ
વર્લ્ડ કપમાં જગત ભરનાં ફુટબોલ ચાહકોની નજર સુપરસ્ટાર મેસ્સી, રોનાલ્ડો અને નેયમાર પર રહેશે

મોસ્કો
દુનિયાની સૌથી મોટી રમતની ઈવેંટ પૈકીની એક ફુટબોલ વર્લ્ડ કપ નો ગુરૂવારથી રશિયા ખાતે પ્રારંભ થયો હતો. ભારતીય સમય મુજબ રાત્રે ૮.૩૦ કલાકે સોની ટીવી પરથી મેચનું પ્રસારણ કરાયું હતું.એક મહિનો ચાલનારી આ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન જર્મની અને રનર્સ અપ આર્જેન્ટિના ઉપરાંત બ્રાઝિલ તથા કેટલીક યુરોપિયન ટીમ વચ્ચે રોમાંચક મેચો રમાય તેવી અપેક્ષા રખાઈ રહી છે. ચાર વર્ષ દરમિયાન ક્વોલિફાઇંગ રાઉન્ડમાંથી જીતીને આવેલી ૩૧ ટીમ વર્લ્ડ કપ ફાઇનલ્સ માટે ક્વોલિફાઈ થઈ હતી જ્યારે યજમાન રશિયાને આપોઆપ પ્રવેશ મળી ગયો હતો. આ વખતે ફાઇનલ સહિત ૬૩ મેચ રમાશે. ૧૫મી જુલાઈએ ફાઇનલ રમાશે અને એ અગાઉ ત્રીજા સ્થાન માટેની મેચ પણ રમાશે.આ વખતે ચેમ્પિયન ટીમને ૨૫૬ કરોડ રૂપિયાનો જંગી પુરસ્કાર સાંપડશે તો રનર્સ અપ ટીમને ૧૨૮ કરોડ રૂપિયા મળશે. ૩૨ ટીમમાં છેલ્લી રહેનારી ટીમને પણ ૫૪ કરોડ રૂપિયાની ઇનામી રકમ સાંપડશે. ફિફા દ્વારા કુલ મળીને ૨૭૦૪ કરોડ રૂપિયાની ઇનામી રકમ વહેંચાશે. યુરોપિયન લીગ, ચેમ્પિયન્સ લીગ અને અન્ય મેગા ઇવેન્ટમાં વિવિધ ક્લબ માટે રમતા ખેલાડીઓ હવે દેશ માટે રમવાના છે અને તેમની અહીં આકરી કસોટી થનારી છે કેમ કે કરોડો ડોલરના કરાર ધરાવતા આ ખેલાડીઓ પોતાની ક્લબને ચેમ્પિયન બનાવે પરંતુ દેશ આ મેગા ટાઇટલથી વંચિત રહી જાય તેમ બનતું આવ્યું છે.એક મહિના સુધી ચાલનારા આ મહાકુંભમાં ૩૨ ટીમો ભાગ લઈ રહી છે. આ વર્લ્ડ કપમાં જગત ભરનાં ફુટબોલ ચાહકોની નજર સુપરસ્ટાર મેસ્સી, રોનાલ્ડો અને નેયમાર પર રહેશે. ૩૪ વર્ષિય મેસી પોતાનો સંભવતઃ આખરી વર્લ્ડ કપ રમી રહ્યો છે. તેનાં પર તેની ટીમને જીતાડવાનું દબાણ છે. તો રોનાલ્ડો તેની ટીમ પોર્ટુગલને યુરો ૨૦૧૬માં જે રીતે ચેમ્પિયન બનાવી તે રીતે જ તેને સફળતાંનું પુનરાવર્તન કરાવવાનો હશે. તો નેયમાર પણ બ્રાઝિલને પણ સુવર્ણ સફળતા અપાવવાં પર છે.એક મહિના સુધી ચાલનારી આ ઈવેંટમાં એક મહિના સુધી લીગ મેચ અને ત્યારબાદ રાઉંડ ઓફ ૧૬ અને ત્યારબાદ કવાર્ટર ફાઈનલ અને સેમી ફાઈનલ અને ફાઈનલ રમાશે. રશિયા આ ટુર્નામેંટનું યજમાન હોઈ તે વર્લ્ડ કપ માટે આપ મેળે ક્વોલિફાઈ થયું છે. આ ઉપરાંત જર્મની,
મજબુત ટીમો માનવામાં આવે છે. અત્યાર સુધી આ કપ બ્રાઝિલ રેકર્ડ ૫ વખત, જર્મની અને ઈટાલી ૪-૪ વખત આર્જેંટિના અને ઉરુગ્વે ૨-૨ વખત તો ઈંગ્લેંડ , ફ્રાંસ અને સ્પેન ૧-૧ વખત જીતી ચુક્યા છે. આજે પ્રથમ મુકાબલો રશિયા અને સા. અરેબિયા વચ્ચે થયો હતો.આર્જેન્ટિનાનો સ્ટાર લાયોનલ મેસ્સી તેના અંતિમ વર્લ્ડ કપમાં રમી રહ્યો છે અને તે હજી સુધી આર્જેન્ટિનાને ક્યારેય વર્લ્ડ ચેમ્પિયન બનાવી શક્યો નથી. આવી જ રીતે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પણ સુપર સ્ટાર છે પરંતુ તેની પોર્ટુગલની ટીમ વર્લ્ડ કપમાં મોખરે પહોંચી શકી નથી. બ્રાઝિલની ટીમ વર્લ્ડ કપમાં ઓલટાઇમ ફેવરિટ મનાય છે. ૨૦૧૪માં ઘરઆંગણે યોજાયેલા વર્લ્ડ કપમાં અંતિમ તબક્કામાં નેઇમાર ખરાબ રીતે ઘાયલ થયો હતો અને ત્યાર બાદ બ્રાઝિલની ટીમનો કારમો પરાજય થયો હતો. આમ ઘરઆંગણે ટાઇટલ જીતવાથી બ્રાઝિલ વંચિત રહી ગયું હતું પરંતુ આ વખતે બ્રાઝિલ પાસે ઉમદા તક છે અને નેઇમાર પણ ફોર્મમાં છે. તાજેતરમાં ફ્રાન્સમાં યોજાયેલી લીગમાં તેણે શાનદાર પ્રદર્શન કર્યું હતું.ભારતમાંથી પણ લગભગ સાડા ચાર હજાર ફૂટબોલ પ્રેમી રશિયામાં વિવિધ મેચ નિહાળવા જનારા છે. તમામ ૩૨ ટીમના ૭૩૬ ખેલાડી રશિયા પહોંચી ગયા છે. ૮૦ હજાર પ્રેક્ષકોને સમાવવાની ક્ષમતા ધરાવતા મોસ્કોના લુઝિનિકી સ્ટેડિયમ ખાતે ગુરુવારની પ્રારંભિક મેચ ઉપરાંત ૧૫મી જુલાઈને મેગા ફાઇનલ રમાશે. આ ઉપરાંત ૧૧ શહેરના ૧૨ સ્ટેડિયમ પર વિવિધ મેચો રમાશે. લીગ મેચ બાદ ત્રીજી જુલાઈથી નોકઆઉટ મેચનો પ્રારંભ થશે. આ વખતે બ્રાઝિલ, જર્મની, આર્જેન્ટિના ઉપરાંત ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ સહિત કેટલીક યુરોપિયન ટીમો પણ સેમિફાઇનલ માટે ફેવરિટ છે. જોકે કેટલીક આફ્રિકન ટીમો અપસેટ સર્જે તેવી પણ અપેક્ષા રખાઈ રહી છે.સ્પેન, ફ્રાંસ, ઈંગ્લેંડ અને બેલ્જિયમ વર્લ્ડ કપ જીતવા માટ