રૂદ્રાભિષેક એન્ટરપ્રાઇઝ એનએસઈ એસએમઇ આઈપીઓ રિવ્યૂ (લોંગ ટર્મ માટે સબ્સ્ક્રાઇબ કરો)

રૂદ્રાભિષેક એન્ટરપ્રાઇઝ એનએસઈ એસએમઇ આઈપીઓ રિવ્યૂ (લોંગ ટર્મ માટે સબ્સ્ક્રાઇબ કરો)

રુદ્રાર્વશેક એન્ટરપ્રાઇઝ લિમિટેડ (ૐિૈટ્ઠઙ્મટ્ઠ) સેવા પ્રદાતા છે જેઓ માળખાકીય સેવાઓ, શહેરી ડિઝાઇન અને આયોજન, ગ્લોબલ ઇન્ફર્મેશન સિસ્ટમ્સ, બિલ્ડીંગ ડિઝાઈન સેવા અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ સેવાઓ સુધી તેમનો સેવા પોર્ટફોલિયો વિસ્તરી શરૂ કરી હતી. રીલ ૈંર્જીં ૯૦૦૧ઃ ૨૦૦૮ સર્ટિફાઇડ કંપની છે જે સારા મેનેજમેન્ટ પ્રેક્ટીસને અનુસરે છે. તેના સર્વિસીંગ પોર્ટફોલિયોને ધ્યાનમાં રાખીને, આ કંપની તેના ગ્રાહકો માટે “એક સ્ટોપ સોલ્યુશન” છે. કંપનીના કેટલાક મોટા કોર્પોરેટ ક્લાયન્ટ્‌સમાં અંસલ એપીઆઇ, એમમાર એમજીએફ લેન્ડ લિમિટેડ, ગેનન ડંકરલી એન્ડ કંપની લિમિટેડ, હ્યુન્ડાઇ મોટર ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, ઓમેક્સ લિમિટેડ, પાર્થ ઇન્ફ્રાબિલ્ડ પ્રાઇવેટ લિમિટેડ વગેરેનો સમાવેશ થાય છે.. ઉપરોક્ત કોર્પોરેટ ક્લાયન્ટ્‌સ સિવાય, કંપનીએ તેની સેવાઓ માટે ૩૦+ સરકારી વિકાસ અધિકારી વિભાગો સાથે નોંધણી કરાવી છે.
અત્યંત અનુભવી કર્મચારીઓ ટીમ સાથે, આ કંપની શહેરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર યોજના, સ્માર્ટ સિટી પ્રોજેક્ટ, પ્રધાન મંત્રી આવાસ યોજના, સ્ટ્રીટ વેન્ડર મેપિંગ યોજના, સિટી વોટર સપ્લાય સ્કીમ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ; ઇલેક્ટ્રીકલ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, સ્ટોર્મ વોટર ડરેનીઝ સિસ્ટમ, રેશન વોટર લણણી પદ્ધતિ અને વિગતવાર રેખાંકનોની તૈયારી અને તેના અમલ માટે યોજના જેવા વિવિધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કન્સલ્ટન્સી સેવાઓ પૂરી પાડે છે;
તેની કાર્યકારી મૂડી અને સામાન્ય કોર્પસ ફંડની જરૂરિયાત માટે આ કંપની મેઈડન આઈપીઓ દ્વારા તેનો રૂ. ૧૦ નો એક એવા ૪૫૬૯૦૦૦ ઈકવીટી શેર રૂ. ૪૧ના મુકરર ભાવે ઓફર કરીને રૂ. ૧૮.૭૩ કરોડ એકત્રીત કરવા મૂડી બજારમાં આવેલ છે. જાહેર ભરણા માટે આ ઈસ્યુ તા. ૨૯.૦૬.૨૦૧૮ ના રોજ ખુલશે અને તા. ૦૫.૦૭.૨૦૧૮ના રોજ બંધ થશે. ઓછામાં ઓછી અરજી ૩૦૦૦ શેર માટે અને તે પછી તેના ગુણાંકમાં કરવાની રહેશે. ફાળવણી પછી તેમના શેર એન એસ ઈ એસ એમ ઈ પર લીસ્ટ થશે. આ ઈસ્યુના સંયુક્ત લીડ મેનેજર ખંભાતા સિકયુરીટીસ લી અને કોર્પોરેટ કેપિટલ વેન્ચર્સ પ્રા. લી. છે જયારે સ્કાયલાઈન ફાઈનાન્સિઅલ સર્વિસીસ પ્રા. લી. તેના રજીસ્ટ્રાર છે. આ ઈસ્યુ ભરાઈ ગયા પછી કંપનીની ભરપાઈ થયેલ મૂડીના ૨૬.૩૫% હિસ્સો આપશે. શરુઆતમાં ભાવોભાવ શેર આપ્યા પછી, તેમણે બીજા ઈક્વીટી શેર જાન્યુઆરી ર૦૧૮ માં દીઠ રૂ. પ૦ ના ભાવે આપેલ હતા. આ ઉપરાંત સપ્ટેમ્બર ર૦૧૭ માં એક શેર પર ર૦ શેર બોનસ આપેલ હતા. પ્રમોટર્સ દ્વારા શેરના સંપાદનની સરેરાશ કિંમત શેર દીઠ રૂ.૦.૪૮ અને ૫.૫૪ છે. આ ઈસ્યુ બાદ આ કંપનીની હાલની ભરપાઈ થયેલ મૂડી જે રૂ. ૧૨.૭૭ કરોડ છે તે વધીને રૂ. ૧૭.૩૪ કરોડ થશે. તેમણે છેલલા પાંચ વર્ષ સતત ૧૦૦ ટકા ડિવિડન્ડ ચુકવેલ છે.
દેખાવની વાત કરીએ તો, છેલ્લા ચાર નાણાકીય વર્ષમાં આ કંપનીનુંં ટર્નઓવર અને ચોખ્ખો નફો (કોન્સોલીડેટેડ આધારે),રૂ. ૩૩.૪૧ કરોડ / રૂ. ૫.૩૬ કરોડ (નાણાકીય વર્ષ ૨૦૧૪), રૂ. ૩૮.૬૬ કરોડ / રૂ. ૫.૬૮ કરોડ (નાણાકીય વર્ષ ૨૦૧૫), રૂ. ૩૯.૩૫ કરોડ / રૂ. ૬.૮૪ કરોડ (નાણાકીય વર્ષ ૧૬) અને રૂ. ૩૪.૨૩ કરોડ / રૂ. ૩.૭૬ કરોડ(નાણાકીય વર્ષ ૧૭) થયેલ છે. ના. વ. ર૦૧૮ ના તા. ૩૧.૧૨.૧૭ના રોજ પુરા થતા પ્રથમ ૯ માસમાં આ કંપનીએ રૂ. ૩૫.૩૧ કરોડ ના ટર્નઓવર પર રૂ. ૧.૯૯ કરોડ નફો કરેલ હતો. ના. વ. ૧૪ થી ના. વ. ૧૬ દરમ્યાન સારી બોટમ લાઈન પછી, ના. વ. ૧૭ પછી તેમણે પીછેહઠ કરી હતી. હાલમાં તેમની ઓર્ડર બુક રૂ. ૧૩૦+ કરોડની છે. છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં તેમણે સરેરાશ શેર દીઠ આવક રૂ. ૪.૮૪ અને સરેરાશ આર ઓ એન ડબલ્યુ ૧૮.૧ર ટકા દર્શાવેલ છે. તા. ૩૧.૧૨.૧૭ના એન એ વી રૂ. ૩૧.૬૮ના આધારે આ ઈસ્યુનો ભાવ ૧.ર૯ પી/બીવી થી આવે છે અને ઈસ્યુ પછીના એન એ વી રૂ. ૩૪.૦૯ના આધારે ૧.ર૦ ના પી/બીવીથી આવે છે. જો આપણે તેની છેલ્લી આવકોનું વાર્ષિકીકરણ કરીએ અને ઈસ્યુ પછીના શેર આધારે સમાન પણે વહેંચીઓ તો માગવામાં આવેલ ભાવ ર૭ ના પીઈ રેશિયોથી આવે છે. જે સામે આ ઉદ્યોગનો પી ઈ રેશિયો ૪૧ છે.રજૂ કરેલ ઓફર ડોકયુમેન્ટ મુજબ તેઓએ ધ્રુવ કન્સલટન્સી, એસ એસ ઈન્ફ્રા, મિટકોન કન્સલટન્સી અને એરટેફેકટને તેમના લીસ્ટેડ હરિફ તરીકે દર્શાવેલ છે કે જેઓ હાલમાં અનુક્રમે રર, ૦૯, ૪૦ર અને ૦ (તા. ૧૯.૬.૧૮) ના પીઈ રેશિયોથી વેચાઈ રહેલ છે. તા. ૩૧.૧૨.૧૭ ના રોજ તેમનું દેવું શેર હોલ્ડરના ભંડોળના ૦.૧ર ટકા હતું.
મર્ચંટ બેંકના મોરચે, ખંભાતા સિકયુરીટીસની આ પ્રકારની પહેલી કામગીરી છે, તેથી તેમનો કોઈ ટ્રેક રેકર્ડ નથી. કોર્પોરેટ કેપિટલની છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં આ પાંચમી કામગીરી છે. છેલ્લા પાંચ લીસ્ટીંગમાં,નોંધણીના દિવસે એક ઈસ્યુ ઓફર ભાવ કરતાં ડીસ્કાઉન્ટ ભાવે ખુલેલ, અને બાકીના ૦.૭૦ % થી ૮.૭પના પ્રિમિયમથી ખુલેલ હતા.
નિષ્કર્ષ / ઇન્વેસ્ટમેંટ સ્ટ્રેટેજી
હાલના દેખાવને જોતાં આ ઈસ્યુ પૂર્ણ ભાવનો છે, જો કે તેમની ઓર્ડરબુક જોતાં, રોકાણકારો લાંબા ગાળા માટે મધ્યમ રોકાણ કરવા વિચારી શકે. (લાંબા ગાળા માટે સબસ્ક્રાઈબ કરો)