વર્લ્ડ કરાટે ડે નિમિત્તે ૭૦૦૦ વિદ્યાર્થીઓ કાતા કરીને નવો રેકોર્ડ સ્થાપશે

વર્લ્ડ કરાટે ડે નિમિત્તે ૭૦૦૦ વિદ્યાર્થીઓ કાતા કરીને નવો રેકોર્ડ સ્થાપશે

IMG-20180614-WA0021

અમદાવાદ, ૧૪ જૂન, ૨૦૧૮ – કરાટે એસોસિયેશન ઓફ અમદાવાદ દ્વારા ૧૭મી જૂન, ૨૦૧૮ના રોજ વર્લ્ડ કરાટે ડેની ઉજવણી નિમિત્તે મેગા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત એક સાથે ૭,૦૦૦ બાળકો કાતા કરીને વર્લ્ડ રેકોર્ડ સ્થાપવાનો પ્રયાસ કરશે.
વર્લ્ડ કરાટે ડેના પ્રસંગે શહેરના બાળકોની છુપી પ્રતિભાને બહાર લાવીને તેમને મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડવાના ઉદ્દેશ્ય સાથે આયોજિત કાર્યક્રમને સફળ બનાવવા કરાટે ડીઓ ફેડરેશન (કેડીએફ)એ સિંહફાળો આપ્યો છે.
મહત્વપૂર્ણ છે કે કાતાની અંદર સૌપ્રથમ જાપાનના ૩૭૯૭ વિદ્યાર્થીઓએ કાતા કરીને રેકોર્ડ નોંધાવ્યો હતો અને હવે કરાટે એસોસિયેશન ઓફ અમદાવાદ ટીમ દ્વારા નવો રેકોર્ડ બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે. આ રેકોર્ડ બનાવવામાં કરાટે ડીઓ ફેડરેશન (કેડીએફ), કરાટે એસોસિયેશન ઓફ ઇન્ડિયા (કેએઆઇ), અમદાવાદની શાળાઓ, સંચાલકો અને કોચ તરફથી પણ સહયોગ મળી રહ્યો છે.
આ મેગા કાર્યક્રમમાં સામેલ થનારા વિદ્યાર્થીઓ પાસેથી કોઇપણ પ્રકારની ફી લેવાશે નહીં તેમજ કાર્યક્રમની સમાપ્તિ બાદ પ્રત્યેક વિદ્યાર્થીને પ્રમાણપત્ર પણ એનાયત કરાશે. કરાટે એસોસિયેશન ઓફ અમદાવાદ દ્વારા નિયમિત ધોરણે વિવિધ જિલ્લા અને રાજ્યકક્ષાના સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે અને આ સ્પર્ધાઓમાં સફળતા મેળવેલા વિદ્યાર્થીઓએ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ખુબજ સારું પ્રદર્શન કરીને પ્રતિભા દર્શાવી છે.