the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

વિશ્વભરના દેશોની નજર ટ્રમ્પ-કિમ જોંગ વચ્ચેની શિખર મંત્રણા પર

સિંગાપોર પહોંચ્યા તાનાશાહ કિમ જોંગ
વિશ્વભરના દેશોની નજર ટ્રમ્પ-કિમ જોંગ વચ્ચેની શિખર મંત્રણા પર
આજે સિંગાપોરના સેન્ટોસા દ્વિપમાં સ્થિત ભવ્ય ફાઇવ સ્ટાર રિસોર્ટ હોટલમાં ઐતિહાસિક બેઠક : પરમાણુ હથિયારોની નાબૂદીનો મુદ્દો મુખ્યરીતે ચમકશે, કિમના આગમન પછી પત્રકારોએ કલાકો સુધી કિમ જોનની એક તસ્વિર માટે રાહ જોઈ તેમ છતા અસફળ રહ્યાં : સેન્ટ રીજીસ હોટલની બહાર પત્રકારોની ભારે ભીડ જામી

સિંગાપોર,તા. ૧૧
જેના પર દુનિયાના દેશોની નજર કેન્દ્રિત થઇ ગઇ છે તે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના નેતા કિંમ જોંગ ઉન વચ્ચે ઐતિહાસિક શિખર બેઠક આવતીકાલે મંગળવારના દિવસે સિંગાપોરમાં યોજાનાર છે. આ બેઠક સફળ રહેશે કે કેમ તેને લઇને ટોપના નિષ્ણાતોમાં પણ ચર્ચાની શરૂઆત થઇ ગઇ છે. બંને નેતાઓ સિંગાપોરમાં અનેક પ્રકારની અપેક્ષાઓ અને આશા વચ્ચે પહોંચી ચુક્યા છે. આ બેઠકમાં કોઇ સમજૂતિ પણ થશે કે કેમ તેને લઇને પણ ભારે સસ્પેન્સની સ્થિતિ છે. આવતીકાલે કાલે ટ્રમ્પ અને કિમ સિંગાપોરના સેન્ટોસા દ્વીપમાં કપેલા હોટલમાં મળશે. બંને નેતાઓ પહેલાથી જ સિંગાપોરમાં પહોંચીને સિંગાપોરના વડાપ્રધાન ોઇને એવી અપેક્ષા ન હતી કે, એક બીજાથી વર્ષો સુધી દૂર રહેનાર બે લીડરો મંત્રણા ટેબલ ઉપર પહોંચી ગયા છે. એકબીજાને પરમાણુ હથિયારો સાથે યુદ્ધની ધમકી પણ હાલના સમયમાં આ બંને નેતાઓ આપી ચુક્યા છે. એકબીજા ઉપર આક્ષેપોનો દોર તેમની વચ્ચે ચાલ્યો હતો. ટ્રમ્પ કહી ચુક્યા છે કે, મંત્રણાનો મુખ્ય ઉદ્દેશ્ય ઉત્તર કોરિયાના પરમાણુ હથિયારોનો નિકાલ લાવવાનો છે. પરમાણુ યુદ્ધ કરવાની એકબીજાને ધમકી બંને આપી ચુક્યા છે. ટ્રમ્પ થોડાક પહેલા જ ઉત્તર કોરિયન નેતાને લીટલ રોકેટમેન તરીકે ગણાવીને તેમની ઝાટકણી કાઢી હતી. સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં ટ્રમ્પે આ પ્રકારનું વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું. બીજી બાજુ કિમે પણ તરત જવાબ આપીને ટ્રમ્પને માનસિકરીતે ભાંગી પડેલી વ્યક્તિ તરીકે ગણાવી હતી. નવ મહિનાના ટુંકાગાળામાં જ બંને નેતાઓ મતભેદોને દૂર કરીને એક મંચ પર આવશે તેવી કોઇને કલ્પના ન હતી. સિંગાપોરમાં કિમ રવિવારના દિવસે જ આવી પહોંચ્યા હતા. ટ્રમ્પ મોડેથી પહોંચ્યા હતા. તેમની પ્રથમ બેઠક સ્થાનિક સમય મુજબ સવારે ૯ વાગે મળશે. આ બેઠક સિંગાપોરના સેન્ટોસા આઈલેન્ડ પર આવેલી ફાઈવસ્ટાર રિસોર્ટ હોટલમાં યોજાશે. આ બેઠક એક બે દિવસ સુધી પણ ચાલી શકે છે. કિમે ગયા વર્ષે જ કહ્યું હતું કે, અમેરિકા ઉપર પરમાણુ હથિયારો સાથે ત્રાટકવા માટેની ક્ષમતા ઉત્તર કોરિયાએ હાસલ કરી લીધી છે. માર્ચ મહિનામાં ટ્રમ્પે એમ કહીને વિશ્વના દેશોને ચોંકાવી દીધા હતા. કે, તેઓ કિમને મળવા માટે તૈયાર છે. થોડાક દિવસ પહેલા જ ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયાના પ્રમુખો પણ મળ્યા હતા. ટ્રમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય ઉત્તર કોરિયાના સામૂહિક વિનાશના હથિયારો અને બેલાસ્ટિક મિસાઇલ કાર્યક્રમની નાબૂદીનો રહ્યો છે. બંને દેશો વચ્ચે છેલ્લા ૬૮ વર્ષથી ખેંચતાણ રહી છે. આખરે શાંતિ સ્થાપિત કરવાની દિશામાં ઐતિહાસિક પહેલ થઇ છે. સિંગાપોરના લોકો કિમની એક ઝલક મેળવી લેવા માટે પડાપડી કરી રહ્યા છે પરંતુ તેમની એક ઝલક પણ મેળવી શકાઇ નથી. કિંમ પહેલાથી જ અભુતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા વચ્ચે સિંગાપોર પહોંચી ગયા છે. કિમની સમગ્ર યાત્રા ખુબ જ ગુપ્ત રાખવામાં આવી હતી. કિમ ક્યા વિમાનથી પહોચ્યા હતા તે બાબત પણ જાહેર કરવામાં આવી ન હતી. કિમ રવિવારના દિવસે જ પહોંચી ગયા હતા. પ્યોગયાંગથી ત્રણ વિમાન સિંગાપોર પહોંચ્યા હતા. જે પૈકી એક સોવિયત નિર્મિત ઇલ્યુશિન -૬૨ વિમાન હતુ. જે કિમનુ અંગત વિમાન છે. કિમ ક્યા વિમાનથી પહોંચ્યા હતા તે બાબત જાહેર કરવામાં આવી ન હતી. છેલ્લે જાણવા મળ્યુ હતુ કે કિમ એર ચાઇનાના બોઇંગ ૭૪૭ વિમાન મારફતે પહોંચ્યા હતા. સિંગાપોરમાં પહોંચ્યા બાદ કિમ સૌથી પહેલા ત્યાંના વિદેશ પ્રધાન વિવિયન બાલાકૃષ્ણનને મળ્યા હતા. ચાંગી વિમાનમથકથી કિમને ગાડી મારફતે હોટેલ સુધી લઇ જવામાં આવ્યા હતા. એ વખતે તેમની સાથે ૨૦થી વધારે વાહનોનો કાફલો રહ્યો હતો. જેમાં એમ્બુલન્સ પણ સામેલ છે. સિંગાપોરના લોકો માર્ગો પર કિમની ઝલક જોવા માટે ઉમટી પડ્યા હતા. લિમોજીન ગાડીનો ફોટો પાડવા માટે પડાપડી થઇ હતી. સેન્ટ રિજિસ હોટેલની બહાર પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ હોટેલમાં કિમ રોકાયા છે. સમગ્ર હોટેલને વધુને વધુ ઢાકી દેવામાં આવી હતી. હોટેલના સિક્યુરિટી સ્ટાફે રૂમની બહાર અનેક છોડ મુકી દીધા છે જેથી લોબીમાં પણ જોઇ શકાશે નહી. કિમે રવિવારની રાત્રે સિંગાપોરના વડાપ્રધાન લી સિએન લુંગ સાથે વાતચીત કરી હતી. અહીં કિમે લુંગને કહ્યુ હતુ કે સમગ્ર દુનિયા આ સમિટને નિહાળી રહી છે. આ સમિટ માટે અભૂતપૂર્વ રકમ ખર્ચ કરવામાં આવી રહી છે.