વેર્રોક એન્જીનીયરીંગ આઇપીઓ સમીક્ષા

વેર્રોક એન્જીનીયરીંગ આઇપીઓ સમીક્ષા (લાંબા ગાળાના માટે સબ્સ્ક્રાઇબ કરો)

varroc_engineering1

વેર્રોક એન્જીનીયરીંગ (વીઇએલ) એક વૈશ્વિક ટાયર ૧ ઓટોમેટિવ કોપ્નોનન્ટ ગ્રુપ છે , જે ઓઇએમને તેમનાં ઉત્પાદનો પૂરા પાડે છે. તે વિશ્વભરમાં પેસેન્જર કાર, વાણિજ્યિક વાહનો, ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર વાહનો અને બંધ હાઇવે વાહનો ( “ઓએચવી”) ને બાહ્ય લાઇટિંગ સિસ્ટમો, પ્લાસ્ટિક અને પોલિમર ઘટકો, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ ઘટકો, અને ચોકસાઇ મેટાલિક ઘટકોનો પુરવઠો વગેરેની ડીઝાઈન, ઉત્પાદનનો ર્ ંઈસ્જ ને સીધો સપ્લાય કરે છે. વીઇએલ એ ભારતનું બીજું સૌથી મોટું ભારતીય ઓટો કમ્પોનન્ટ ગ્રુપ છે અને અગ્રણી ટાયર -૧ ઉત્પાદક અને સપ્લાયર ટુ ઇન્ડિયન ટુ-વ્હીલર અને થ્રી-વ્હિલર ઓઇએમ છે. તે બાહ્ય ઓટોમોટિવ લાઇટિંગ ઉત્પાદક અને આવક દ્રષ્ટિએ છઠ્ઠું સૌથી વિશાળ વૈશ્વિક ગ્રુપ છે તેમ જ સાથે ટોચ ત્રણ સ્વતંત્ર બાહ્ય લાઇટિંગ ખેલાડીઓ પૈકીના એક છે, જેનો કુલ વાર્ષિક વૃદ્ધિ દર (સીએજીઆર) ૧૨.૩૭% છે.
વીએલઇએ ૧૯૯૦ માં પોલિમર બિઝનેસથી તેમની કામગીરી શરૂ કરી હતી. તે શરૂઆતમાં નવી ઇલેક્ટ્રિકલ ડિવિઝન અને મેટાલિક ડિવિઝન જેવી નવી વ્યવસાય રેખાઓ ઉમેરીને વ્યવસ્થિત રીતે વિકાસ પામી હતી. ત્યારબાદ, કંપનીએ વિવિધ પ્રોડક્ટ્‌સ, સંયુક્ત સાહસો અને એક્વિઝિશન મારફત પ્રોડક્ટ ઓફરિંગ અને વિસ્તરણની ઉત્પાદન ક્ષમતામાં વધારો કર્યો. ફઈન્ પાસે સાત દેશોમાં ૩૬ ઉત્પાદન સુવિધાઓનું વૈશ્વિક પદચિહ્ન છે, જેમાં ગ્લોબલ લાઇટિંગ બિઝનેશ માટેની છ સુવિધાઓ, ભારતના વ્યવસાય માટે ૨૫ અને વ્યવસાય માટે પાંચનો સમાવેશ થાય છે. તેના ભારત બિઝનેસમાં, તેની પાસે ૨૫ ઉત્પાદન સુવિધાઓ અને સમગ્ર ભારતમાં પાંચ આરએન્ડડી સેન્ટર છે. વૈશ્વિક લાઇટિંગ વ્યાપારમાં ૩૧ માર્ચ, ર૦૧૮ ના રોજ ૧૮૫ પેટન્ટ છે. તેણે ૧૪ અરજીઓ કન્ટ્રોલર જનરલઓ પેટન્સ, ડીઝાઈન્સ અનેટ્રેડમાર્ડ, ભારતને કરી છે અને ૧૬ પેટન્ટ મેળવવા માટે બે અરજીઓ વર્લ્ડ ઇન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન પાસે પડતર છે જે અનુદાનના વિવિધ તબક્કામાં છે ૧૬ બાકી અરજીઓ અન્ય વસ્તુઓ, ઇલેકટ્રીકલ-ઇલેક્ટ્રોનિક્સ, પોલિમર, મેટાલિક, લાઇટિંગ અને પોલિમર-સંબંધિત ઉત્પાદનો સાથે સંબંધિત છે. તેમના ગ્રાહક વતૃળમાં ફોર્ડ, જગુઆર લેન્ડ રોવર, એફ સી એ, ગ્રુપ પીએસએ, ધી વડબલ્યુ ગ્રુપ, બજાજ, રોયલ એનફીલ્ડ, યામાહા, સુઝુકી, હોન્ડ, હિરો, પીઆજીઓ અને હારલી ડેવીડસન છે. હાલમાં તેમણે તેમના લીસ્ટમાં ઓટોમોબાઈલ સેકટરમાં બીજી પણ માંધાતા કંપનીઓ ઉમેરી છે, ખાસ કરીને ઈવી એરેના.
શેરના લીસ્ટીંગ માટે અને કેટલાક શેરહોલ્ડરોને તેમના હિસ્સામાંથી નિકળવા માટે આ કંપની તેનો મેઈડન આઈ પી ઓ દ્વારા તેનો રૂ. ૧ નો એક એવા ૨૦૨૨૧૭૩૦ ઈકવીટી શેર બુકબિલ્ડીંગ રૂટ દ્વારા રૂ. ૯૬૫ થી રૂ. ૯૬૭ ના ભાવે ઓફર કરીને મૂડી બજારમાં આવી રહીછે. ઓછામાં ઓછી અરજી ૧પ શેર માટે અને તે પછી તેના ગુણાંકમાં કરવાની રહેશે. જાહેર ભરણા માટે આ ઓફર તા. ૨૬.૬.૧૮ના રોજ ખુલશે અને તા. ૨૮.૬.૧૮ના રોજ બંધ આવશે. આ ઈસયુ દ્વારા તેઓ રૂ. ૧૯૫૧.૪૦ કરોડથી રૂ. ૧૯૫૫.૪૪ કરોડ (નીચેના અને ઉપરના પ્રાઈઝ બેન્ડના આધારે ) એકત્રિત કરશે. ફાળવણી પછી તેમના શેર બી એસ ઈ અને એન એસ ઈ પરલીસ્ટ થશે. તેઓએ તેમના યોગ્યતા ધરાવતા કર્મચારીઓ માટે ૧૦૦૦૦૦ ઈકવીટી શેર અનામત રાખેલ છે. અને તેમને શેર દીઠ રૂ. ૪૮ ડીસ્કાઉન્ટ આપી રહેલ છે. આ રીતે કુલ ઓફર ૨૦૧૨૧૭૩૦ ઈકવીટી શેરની થાય છે. તેમના બુક રનીંગ લીડ મેનેજર કોટક મહિન્દ્રા કેપિટલ કું. લી, ક્રેડીટ સુઈસી સિકયુરીટીસ (ઈન્ડિયા) પ્રા. લી. અને આઈ આઈ એફ એલ હોલ્ડીંગ્સ લી. છે. લીન્ક ઈનટાઈમ ઈન્ડિયા પ્રા. લી. રજીસ્ટ્રાર તરીકેની કામગીરી કરી રહેલ છે. આ ઈસ્યુ તેમની ભરપાઈ થયેલ મૂડીના ૧૫ ટકા હિસ્સો બનાવે છે. શરુઆતમાં ભાવોભાવ શેર આપ્યા પછી, તેમણે બીજા શેર, શેર દીઠ રૂ. ૫૧.૫૦ થી રૂ. ૬૨૫ ના ભાવે આપેલ હતા. (રૂ. ૧ની મૂળ કિંમત ધરાવતા શેર) તેઓએ ફેબ્રુઆરી ર૦૧૧ માં એક શેર માટે ર૮ બોનસ શેર આપેલ હતા. આ વેચાણ માટેની હોફર હોવાથી આ કંપનીની ભરપાઈ થયેલ મૂડી છે એટલી જ એટલે કે રૂ. ૧૩.૪૮ કરોડ રહેશે. વેચનાર શેર હોલ્ડરોની શેર સંપાદનની સરેરાશ કિંમત રૂ. ૦.૦૦ થી રૂ. ૧૬૨.૪૩ ની રેન્જમાં હતી.
દેખાવની વાત કરીએ તો, આ કંપનીએ છેલ્લા ચાર વર્ષમાં (કોન્સોલીડેટેડ આધારે) ટર્નઓવર અને ચોખ્ખો નફો અનુક્રમે રૂ.૭૦૩૮.૪૬ કરોડ / રૂ. ૧૬.૮૧ કરોડ (નાણાકીય વર્ષ ૨૦૧૫), રૂ. ૮૨૩૯.૫૨ કરોડ / રૂ. ૩૬૯.૮૨ કરોડ (નાણાકીય વર્ષ ૧૬), રૂ. ૯૭૦૨.૨૭ કરોડ / રૂ. ૩૦૩.૩૯ કરોડ (નાણાકીય વર્ષ ૧૭) અને રૂ. ૧૦૪૧૭.૦૭ કરોડ / રૂ. ૪૫૦.૭૮ કરોડ (નાણાકીય વર્ષ ૧૮) થયેલ છે. છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં તેઓએ સરેરાશ શેર દીઠ આવક રૂ. ૨૯.૪૦ અને સરેરાશ આર ઓ એન ડબલ્યુ ૧૬.૧૨% દર્શાવેલ છે. તા. ૩૧.૦૩.૧૮ના રૂ. ૨૦૯.૬૯ ના એન એ વી ના આધારે ઈસ્યુનો ભાવ ૪.૬૧ના પી/બીવીથી આવે છે. ના. વ. ર૦૧૮ ની કામગીરી ઈસ્યુનો ભાવ ૩૦ ના પી ઈ રેશિયોથી આવે છે, જે સામે આ ઉદ્યોગનો કોમ્પોઝીટ પી ઈ રેશિયો ૪૨.૬ છે. તેમણે વૈશ્વિક પ્લાન્ટમાંથી ૬પ ટકા આવક મેળવેલ અને સ્વદેશી પ્લાન્ટમાંથી ૩પ ટકા આવક મેળવેલ છે. આવકમાં ર૦ ટકાથી વધારે કોઈ ગ્રાહકનો ફાળો નથી. તેઓ વૈવિધ્યપૂર્ણ ગ્રાહક સંબંધ રાખી રહ્યા છે. નીચો ભાવ, વૈવિધ્યસભર ઉત્પાદનો અને આર એન્ડ ડી ફૂટપ્રિન્ટના કારણે તેઓ સારો દેખાવ કરી શકે છે. તેમનો ડેબ્ટ ઈક્વીટી રેશિયો ૦.૩ઃ૧ છે. તેમના ડોકયુમેન્ટ મુજબ, તેઓએ મધરસન સુમિ, ભારત ફોૃજ અને એન્ડુરન્સ ટેક. ને તેમના લીસ્ટેડ હરિફ બતાવેલ છે,જેઓ હાલ અનુક્રમે ૨૬, ૩૭ અને ૪૪ ના પીઈ રેશિયોથી વેચાઈ રહેલ છે. (તા. ૧૯.૬.૧૮ના રોજ).
બુક રનીંગ લીડ મેનેજર્સ મોરચે, ઓફર સાથે ચાર બુક રનીંગ લીડ મેનેજર જોડાયેલા છે, જેમણે છેલ્લા ત્રણ વર્ષમાં ૪૦ પબ્લિક ઓફર હાથ ધરેલ હતી, જેમાંથી લીસ્ટીંગના દિવસે ૧૩ ઈસ્યુ ઓફર ભાવ નીચે બંધ આવેલ હતા.
નિષ્કર્ષ / ઇન્વેસ્ટમેંટ સ્ટ્રેટેજી
જો કે આ ઈસ્યુ પૂર્ણ ભાવનો છે, છતાં આ વૈશ્વિક ખેલાડી કંપની છે અને ખૂબ સારા ગ્રાહકો ધરાવે છે તેમ જ બહોળી શ્રુંપલાનો ઉત્પાદન પોર્ટફોલિયો પણ છે તેથી રોકાણકારો લાંબા ગાળા માટે રોકાણ કરવા વીચારી શકે.