the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઈનાન્સ – ૮મી એનસીડી ઓફરનું પૃથ્થકરણ

શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઈનાન્સ – ૮મી એનસીડી ઓફરનું પૃથ્થકરણ

શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાયનાન્સ કો. લિ. (એસટીએફસીએલ) દક્ષિણના શ્રીરામ જૂથની એક અગ્રણી કંપની છે અને ભારતના સંગઠિત ક્ષેત્રમાં સૌથી મોટી એસેટ ફાઇનાન્સિંગ નોન-બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓમાંથી એક છે, જે પહેલી વખત ખરીદદારો (“એફટીબી”) અને પ્રખ્યાત કોમર્શિયલ વાહનોના નાણાં માટે નાના માર્ગ પરિવહન ઓપરેટરો (“એસઆરટીઓ”) માટે પ્રિઓઉન એટલે કે અગાઉ વપરાશમાં હોય અને અદ્યતન હોય તેવાં વાહનો માટે લોન આપે છે. . વધુમાં, તે નવા વાણિજ્યિક વાહનો માટે વાણિજ્યિક વાહનના માટે પણ નાણાં પૂરા પાડે છે એસટીએફસીએલ પેસેન્જર કોમર્શિયલ વાહનો, મલ્ટિ યુટિલિટી વાહનો, થ્રી વ્હીલર્સ અને ટ્રેક્ટર્સ તેમજ સહાયક સાધનો અને વાહનના પાટ્‌ર્સ ફાઇનાન્સ જેવા ટાયર અને એન્જિન ફેરબદલ માટેના લોન્સ અને એફટીબી અને એસઆરટીઓ માટે કાર્યકારી મૂડી સુવિધા પૂરી પાડે છે. કંપની કોમર્શિયલ વાહન સંચાલકોને નાણાકીય સેવાઓ પૂરી પાડે છે, જેથી ભારતના માર્ગ લોજિસ્ટિક્સ ઉદ્યોગને વ્યાપક ધિરાણ પૂરું પાડવામાં આવે છે.
શ્રી રામ ટ્રાન્સપોર્ટ ફાઈનાન્સના એનસીડીની વિગતો
૩૧ મી માર્ચ, ૨૦૧૮ ના રોજ, એસટીએફસીએલ પાસે ભારતભરમાં ૧૨૧૩ શાખાઓનું નેટવર્ક હતું અને ૮૬૨ ગ્રામ્ય કેન્દ્રોમાં હાજરી ધરાવતી હતી, જે તેને આશરે ૧.૮૬ મિલિયન ગ્રાહકના મોટા પાયે ઉપયોગ કરવા સક્ષમ બનાવી રહી છે, જેમાં ભારતના વિવિધ માર્ગ પરિવહન માર્ગો સાથે મોટાભાગના મોટા અને નાના વ્યાપારી વાહનોનો સમાવેશ થાય છે.
હવે પછી વધુ ધિરાણ કરવા, ધિરાણ, વ્યાજની પુનઃ ચુકવણી / પૂર્વચુકવણી અને કંપનીના હાલના ઋણના મુખ્ય અને સામાન્ય કોર્પોરેટ ફંડ જરૂરિયાતોને પહોંચી વળવા માટે રૂ. ૧૦૦૦ ની ફેસ વેલ્યુના રૂ. ૧૦૦૦ કરોડના સિક્યોર્ડ રીડિમેબલ નોન કન્વર્ટિબલ ડિબેન્ચર્સની ઓફર ગ્રીન શુ વિકલ્પ સાથે વધારાના ભરણા દ્વારા રૂ. ૪૦૦૦ સાથે કુલ ઇશ્યૂનું કદ રૂ. ૫૦૦૦ કરોડ લઈને મૂડીબજારમાં આવેલ છે. જાહેર ભરણા માટે આ ઇશ્યૂ ૨૭.૦૬.૧૮ ના રોજ ખુલી ગયેલ છે અને ૨૭.૦૭.૧૮ ના રોજ અથવા તે પહેલા બંધ થશે. આ છેલ્લા પાંચ નાણાકીય વર્ષમાં આમાંથી ૮ મી એનસીડી ઓફર છે. ૧૦ એનસીડી (એટલે કે રૂ. ૧૦૦૦૦) અને ત્યારબાદ ૧ એનસીડીના ગુણાંકમાં (એટલે કે રૂ. ૧૦૦૦) માટે લઘુત્તમ અરજી કરી શકાશે. એનસીડીની મુદત ત્રણ વર્ષ, ૫ વર્ષની અને ૧૦ વર્ષની છે. અને વ્યાજ દર ૮.૯૩% થી ૯.૪૦% સુધીની શ્રુંખલામાં માસિક, વાર્ષિક અને સંચિત ધોરણે છે. તેમ જ તે કેટેગરી ૩ અને ૪ માટે (એટલે કે એચ એન આઈ એસ અને નાણા રોકાણકારો) વધારાના ૦.૧૦ ટકા કૂપન રેટ ઓફર કરી રહી છે તેમ જ વરિષ્ઠ નાગરિકો ૦.૨૫ ટકા વધુ કુપન રેટથી પ્રોત્સાહન મળશે. આ ઑફર ક્રિસિલ દ્વારા એએ + + /સ્થિર રેટીંગ આપવામાં આવેલ છે જયારે ઈન્ડિયા રેટીગ દ્વારા ઇન્ડ એએ ++ રેટીંગ આપવામાં આવેલ છે. આવા રેટિંગ સૂચવે છે કે આ રેટિંગ સાથેના સાધનોને નાણાકીય જવાબદારીની સમયસર સર્વિસ સંબંધિત ખૂબ ઉચ્ચ ડીગ્રીની સલામતી ધરાવે છે અને ખૂબ જ ઓછી ક્રેડિટ રિસ્ક રહે છે. ફાળવણી પછી, આ એનસીડી, બી એસ ઈ એન એન એસ ઈ પર નોંધાશે.આ ઓફર એક્સિસ બેન્ક લિમિટેડ, એ કે કેપિટલ સર્વિસીસ લિમિટેડ, એડલવાઇઝ ફાઈનાન્સિયલ સર્વિસીસ લિમિટેડ, જે એમ ફાઇનાન્શિયલ લિમિટેડ અને ટ્રસ્ટ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સંચાલિત છે. કેટાલિસ્ટ ટ્રસ્ટીશિપ લિમિટેડ ડિબેંચર ટ્રસ્ટી અને ઇન્ટેગ્રેટેડ રજીસ્ટ્રી મેનેજમેન્ટ સર્વિસીસ પ્રા. લિ. ઇશ્યૂના રજિસ્ટ્રાર છે.
કોન્સોલીડેશન આધારે, એસટીએફસીએલ એ ટર્નઓવર/ચોખ્ખો નફો અનુક્રમે રૂ. ૧૦૩૬૧.૯૭ કરોડ / રૂ. ૧૧૮૩.૬૨ કરોડ. (નાણાકીય વર્ષ ૧૬), રૂ. ૧૦૯૦૪.૪૭ કરોડ / રૂ. ૧૨૬૫.૬૩ કરોડ (નાણાકીય વર્ષ ૧૭) અને રૂ. ૧૨૩૩૯.૫૬ કરોડ / રૂ. ૧૫૫૬.૭૫ કરોડ (નાણાકીય વર્ષ ૧૮) નોંધાવેલ છે. ૩૧.૦૩.૧૮ સુધીમાં તેની કુલ એનપીએ ૯.૧૬ ટકા અને ચોખ્ખો એનપીએ ચોખ્ખી લોન અસ્કયામતોના ૨.૮૩ ટકા છે, જે એક વર્ષ પહેલાંના સમયગાળામાં અનુક્રમે ૮.૧૭ ટકા અને ૨.૬૬ ટકા હતી. આ ઈસયુ પછી, તેનો વર્તમાન ડેટ ઇક્વિટી રેશિયો ૫.૦૪ ગણો છે જે વધીને ૫.૪૩ ગણો વધશે. ૩૧.૦૩.૧૮ ના રોજ તેની ભરપાઈ થયેલ મૂડી રૂ. ૨૨૬.૯૧ કરોડ હતી જેને રૂ. ૧૨૩૬૧+ કરોડની રિઝર્વનો ટેકો છે.
નિષ્કર્ષ : દક્ષિણ ભારતના એક પ્રતિષ્ઠિત ગ્રુપ તરફથી એએ++ રેટીંગની ડીબેન્ચર ઓફર હોવાથી, લાંબા ગાળાના નિયમિત વળતર માટે રોકાણ કરવાને ધ્યાનમાં રાખીને રોકાણ કરી શકાય (સબ્સ્ક્રાઇબ કરો)