the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

શ્રી ઓસવાલ સીડ્‌સ એનએસઈ એસએમઇ આઈપીઓ પૃથ્થકરણ

શ્રી ઓસવાલ સીડ્‌સ એનએસઈ એસએમઇ આઈપીઓ  પૃથ્થકરણ (ટાળો)

શ્રી ઓસવાલ સીડ્‌સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (એસએસસીએલ) વિવિધ પ્રકારની કૃષિ બીજ, મકાઇ અને સોયાબીનના ઉત્પાદન, પ્રક્રિયા અને વેચાણના વ્યવસાયમાં સંકળાયેલી છે. ભાગીદારી પેઢીને વર્ષ ૨૦૧૭ માં પબ્લિક લિમિટેડ કંપનીમાં રૂપાંતરિત કર્યા પછી વ્યવસાય શરૂ કર્યો. એસએસસીએલ તેના પ્રોસેસિંગ યુનિટ ખાતે વિવિધ પ્રકારના બીજ પર પ્રક્રિયા કરે છે, જે મધ્યપ્રદેશના નીમચમાં સ્થિત છે. હાલમાં, કંપનીએ ઘઉંની ૫ જાતો, સોયાબીન બીજની ૫ જાતો, મસ્ટર્ડ બીજની ૩ જાતો, ૧ ગ્રામ કાળા ગ્રામ, ૧ વિવિધ મકાઈ બીજ અને ૧ ઇસબગોલ / સેલિયમની વિવિધતા પર પ્રક્રિયા કરી છે. તેની આવકનો સૌથી મોટો હિસ્સો ઘઉં અને સોયાબીન બીજના વેચાણમાંથી છે. એસએસસીએલ બ્રાન્ડના નામ “ઓસવાલ” હેઠળ તેના ઉત્પાદનોનું વેચાણ કરે છે. એસએસસીએલએ બિહાર, ઝારખંડ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશને ૬૦૦૦ થી વધુ ડિલર નેટવર્ક સાથે તેના ઉત્પાદનોના માર્કેટિંગ માટે આવરી લીધો છે.
નવો પ્લાન્ટ અને મશીનરી ખરીદવા, કાર્યકારી મૂડી અને સામાન્ય કોર્પસ ફંડની જરૂરિયાત માટે આ કંપની મેઈડન આઈપીઓ દ્વારા તેનો રૂ. ૧૦ નો એક એવા ૪૫૭૬૦૦૦ ઈકવીટી શેર, શેર દીઠ રૂ. રપથી રૂ. ર૬ ના ભાવથી ઓફર કરીને રૂ. ૧૧.૪૪ થી રૂ. ૧૧.૯૦ કરોડ એકત્રિત કરવા મૂડી બજારમાં આવેલ છે.(નીચેના અને ઉપરના પ્રાઈઝ બેન્ડના આધારે) જાહેર ભરણા માટે આ ઈસ્યુ તા. ૭.૬.૨૦૧૮ ના રોજ ખુલશે અને તા. ૧ર.૬.૨૦૧૮ના રોજ બંધ થશે. ઓછામાં ઓછી અરજી ૪૦૦૦ શેર માટે અને તે પછી તેના ગુણાંકમાં કરવાની રહેશે. ફાળવણી પછી તેમના શેર એન એસ ઈ એસ એમ ઈ ઈમર્જ પર લીસ્ટ થશે. આ ઈસ્યુના લીડ મેનેજરડ પેન્થોમેણ કેપિટલ એડવાઈઝર્સ પ્રા. લી. છે જયારે રજીસ્ટ્રાર બીગશેર સર્વિસીસ પ્રા. લી છે. આ ઈસ્યુ તેમની ભરપાઈ થયેલમૂડીના ૩૦.૦૨ % ટકા હિસ્સો આપશે.
શરુઆતમાં ભાવો ભાવ શેર આપ્યા પછી તેમણે બીજું ફંડ ફેબ્રુઆરી ર૦૧૮ માં શેર દીઠ રૂ. ૧૦.રપના મુકરર ભાવે શેર આપી એકત્રિત કરેલ હતું. પ્રમોટરો દ્વારા સંપાદિત શેરની સરેરાશ કિંમત શેર દીઠ રૂ. ૧૦.૧૧ છે. આ ઈસ્યુ પછી તેમની હાલની ભરપાઈ થયેલ મૂડી જે રૂ. ૧૦.૬૭ કરોડ છે તે વધીને રૂ. ૧૫.૨૫ કરોડ થશે.
નાણાકીય વર્ષ ૨૦૧૨-૧૩ થી નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮ સુધીમાં, પુનઃ પ્રાપ્તિ નાણાકીય નિવેદન મુજબ એસએસસીએલની કુલ આવક રૂ. રર.પ૪ કરોડથી રૂ. ૪૮.૬૧ કરોડ થયેલ છે જે ૧૩.૬૬ ટકાનો વાર્ષિક વિકાસ દર બતાવે છે. ઈબીઅઈાટીડીએ પણ રૂ. ૦.૬૭ કરોડથી રૂ. ૪.૫૨ કરોડ બતાવે છે, જે વાર્ષિક વિકાસ દર ૩૭.૪૦ ટકા બતાવે છે અને વેરો કાપ્યા પછીનો નફો રૂ. ૦.૧૩ કરોડથી રૂ. ૧.૦ર કરોડ બતાવે છે. જે વાર્ષિક વિકાસ દર ૯૪ ટકા બતાવે છે. જયારથી તે સીડસ અને સેલીયમના કાર્યમાં રૂપાંતરિત થયેલ છે, કોન્સોલીડેટેડ આધારે ના. વ. ૧૮માં રૂ. ૭૮.૧૯ના ટર્નઓવર પર રૂ. ૨.૨૯ નફો થયેલ છે. સ્ટેન્ડ એલોન બેઝીસ પર છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં તેમણે સરેરાશ શેર દીઠ આવક રૂ. ૧.૯૭ અને સરેરાશ આર એન ઓ ડબલ્યુ ૧૪.૬૬ બતાવેલ છે. કોન્સોલીડેટેડ આધારે (કે જેમાં ચાર માસ માટે સીલીયમ પર કાર્યનું પ્રતિબિંબ જોવા મળે છે) જો આપણે તેને ઈસ્યુ જ પછીના બધા જ શેરના આધારે વહેંચીએ તો માગવામાં આવેલ ભાવ ૧૭ ના પીઈ રેશિયોથી આવે છે જે સામે આ ઉદ્યોગનો પીઈ રેશિયો ૩૦ ની આસપાસ છે. તા. ૩૧.૩.૧૮ ના કોન્સોલીડેટ એનએવી રૂ. ૧૦.૭૮ ના આધારે આ ઈસ્યુનો ભાવ ર.૪૧ પી/બીવી આવે છે. ઓફર ડોકયુમેન્ટ મુજબ, તેમણે કાવેરી સીડસ, મંગલમ સીડસ અને મોન્સાન્ટો ઈન્ડિયાને તેમના હરિફ કંપની તરીકે બતાવેલ છે. જેઓ હાલમાં અનુક્રમે ૧૭, ૩૧ અને ૩૦ ના પીઈ રેશિયોથી વેચાઈ રહેલ છે. જો આપણે બોમ્બે સુપર અને ઈન્ડો યુ.એસ. જેવા નવા પ્રવેશકર્તાઓને ધ્યાનમાં લઈએ તો તેઓ લગભગ ૫૧૦ અને ૪૪ ના પીઇ (૩૧.૦૫.૧૮ ના રોજ) પર ટ્રેડિંગ કરી રહ્યા છે. આમ, આ ઈસ્યુે વ્યાજબી કિંમતવાળો જણાય છે.
મર્ચંટ બેંક મોરચે, તેમની છેલ્લા ચાર વર્ષમાં આ પ્રકારની ૭૧મી કામગીરી છે.તેમના છેલ્લા ૧૦ લીસ્ટીંગમાં લીસ્ટીંગના દિવસે એક ઈસ્યુ ભાવોભાવ ખુલેલ છે, અને ૯ ઈસ્યુ ૧.પ૯ ટકા થી ર૦ ટકાના ભાવે ખુલેલ છે.
નિષ્કર્ષ / ઇન્વેસ્ટમેંટ સ્ટ્રેટેજી
રોકાણકારો મધ્યમથી લાંબા ગાળા માટે રોકાણ કરવા વીચારી શકે.