the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

સાકિબ સલીમ દબંગ-૩માં વિલન તરીકેને રોલમાં રહેશે

રેસ-૩માં સાકિબના કામી સલમાન પ્રભાવિત
સાકિબ સલીમ દબંગ-૩માં વિલન તરીકેને રોલમાં રહેશે
સાકિબ સલીમને એક મોટી ફિલ્મ હાથ લાગી : અહેવાલ

મુંબઇ,તા. ૨૫
અભિનેતા સાકિબ સલીમ હાલમાં ભારે ખુશ છે. કારણ કે તેની રજૂ કરવામાં આવેલી મલ્ટીસ્ટારર ફિલ્મ રેસ-૩ બોક્સ ઓફિસ પર ધુમ મચાવી રહી છે. આ ફિલ્મની સફળતા બાદ તેની બોલબાલા વધી રહી છે. ફિલ્મને જોરદાર સફળતા મળ્યા બાદ સાકિબ સલિમ પાસે નવી નવી ફિલ્મની ઓફર આવી રહી છે. જાણકાર લોકોના કહેવા મુજબ રેસ-૩ ફિલ્મમાં સાકિબને લેવાની તૈયારી ચાલી રહી છે. સાકિબના રોલથી સલમાન ખાન ભારે ખુશ છે. તે દબંગ-૩ ફિલ્મમાં તેને સામેલ કરવાનો નિર્ણય કરી ચુક્યો છે. એમ માનવામાં આવી રહ્યુ છે કે તે સલમાન ખાનની આ ફિલ્મમાં વિલેનના રોલમાં નજરે પડનાર છે. જો કે દબંગ-૩ ફિલ્મના નિર્માતા તરફથી કોઇ વાત કરવામાં આવી નથી. અરબાજ ખાને કહ્યુ છે કે હાલમાં ફિલ્મ પર કામ ચાલી રહ્યુ છે. ફિલ્મ નિર્માતા દ્વારા ટુંક સમયમાં જ અન્ય કલાકારોના નામની જાહેરાત કરી શકે છે. હાલમાં એવા હેવાલ આવ્યા હતા કે સલમાન ખાન દબંગ-૩ ફિલ્મની સાથે સાથે ભારત ફિલ્મનુ શુટિંગ કરનાર છે. બંને ફિલ્મનુ શુટિંગ સાથે કરવામાં આવનાર છે. દબંગ-૩ ફિલ્મના નિર્દેશક પ્રભુદેવા રહેનાર છે. ફિલ્મનુ શુટિંગ આ વર્ષે સપ્ટેમ્બરમાં શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે. દબંગ સિરિઝની શરૂઆતની બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી. બંને ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી તરીકે સોનાક્ષી સિંહા રહી હતી. હવે દબંગ-૩ ફિલ્મમાં પણ તે રોલ કરનાર છે.
સુપરસ્ટાર અભિનેતા સલમાનની રેસ-૩ ફિલ્મમાં સાકિબ અને ડેઝી શાહે યાદગાર ભૂમિકા અદા કરી હતી. બંનેના રોલની પ્રશંસા થઇ રહી છે. ફિલ્મ વિશ્વભરમાં ૩૦૦ કરોડથી વધુની કમાણી કરી ચુકી છે. સાકિબને અન્ય કેટલીક સારી ફિલ્મો પણ હવે હાથ લાગી રહી છે. દબંગ-૩ ફિલ્મમાં અન્ય કલાકારો કોણ રહેશે તે અંગે હવે જાહેરાત કરવામાં આવી શકે છે. સની લિયોનને આઇટમ સોંગ માટે લેવામાં આવી શકે છે.