સોનમ કલોક એન એસ ઈ એમ ઈ આઈ પી ઓ પૃથ્થકરણ (ટાળો)

સોનમ કલોક એન એસ ઈ એમ ઈ આઈ પી ઓ પૃથ્થકરણ (ટાળો)

સોનમ ક્લોક લિમિટેડ. (એસસીએલ) મોરબી, ગુજરાતમાં આવેલ ઘડિયાળ ઉત્પાદક કંપની છે. તે બજેટ, મિડ લેવલ અને પ્રીમિયમ સ્ટાઇલના વિવિધ ભાવો પર ટેબલ અને દિવાલ ઘડિયાળોની વિશાળ શ્રેણી આપે છે. ફેબ્રુઆરી ૧૮ ના રોજ, એસસીએલ રૂ.૧૦૦ થી રૂ. ૧૮૦૦ ની કિંમતમાં વિવિધ શ્રેણીની ઘડિયાળો ઓફર કરી રહી છે. જેમાં એલઇડી ડિજિટલ ઘડિયાળો, એલસીડી ઘડિયાળો, લાઇટ સેન્સર ઘડિયાળો, લોલક ઘડિયાળો, મ્યુઝિકલ ઘડિયાળો, ફરતી લોલકની સંગીત ઘડિયાળો, સ્વીપ ઘડિયાળો, ઓફિસ ઘડિયાળો, ડિઝાઇનર ઘડિયાળો, અલાર્મ ઘડિયાળો, ટેબલ ઘડિયાળો અને નિયમિત ઘડિયાળોનો સમાવેશ થાય છે. તે કોર્પોરેટ ભેટોના હેતુ માટે બલ્કં જથ્થામાં કસ્ટમ કોર્પોરેટ ઘડિયાળો પણ આપે છે. કંપનીના ઉત્પાદનો મુખ્યત્વે ઘડિયાળ ડીલરો, રિટેલર્સ, કોર્પોરેટ્‌સ, ભેટ અને નોવેલ્ટીસ સ્ટોર્સ માટે વેચવામાં આવે છે, જેના દ્વારા તે અંતિમ ગ્રાહકો સુધી પહોંચી શકે છે. એસસીએલના ઉત્પાદનો સોનમ, એએમપીએમ અને લોટસના બ્રાન્ડ નામ હેઠળ વેચવામાં આવે છે. તે હાલમાં આશરે વાર્ષિક ૭૨ લાખ ઘડિયાળો અને ર૪૦ લાખ ઘડિયાળોની ચાલ માટેની ઉત્પાદનની ઉત્પાદન ક્ષમતા ધરાવે છે. જે કેલિબરની તરીકે પણ ઓળખાય છે, એ ઘડિયાળના આંતરિક મિકેનિકલ ભાગ છે, જે ઘડિયાળના કલાક, મિનિટ અને અને સેકંડના કાંટા ચલાવે છે. એસસીએએલ ઘડિયાળના ભાગોનું વેચાણ કરે છે જેમાં ઘડિયાળની ગતિ, ઘડિયાળના કિસ્સાઓ વગેરેનો સમાવેશ થાય છે.
તેમની અનસિકયોર લોનની ચુકવણી, અને કાર્યકારી મૂડી તેમ જ જનરલ કોર્પસ ફંડની જરૂરીયાત માટે ભંડોળ એકત્રિત કરવા આ કંપની મેઈડન આઈપીઓ દ્વારા તેનો રૂ. ૧૦ નો એક એવા ૨૮૦૮૦૦૦ ઈકવીટી શેર, શેર દીઠ રૂ. ૩૬ ના મુકરર ભાવથી ઓફર કરીને રૂ. ૧૦.૧૧ કરોડ એકત્રિત કરવા મૂડી બજારમાં આવેલ છે. જાહેર ભરણા માટે આ ઈસ્યુ તા. ૦૧.૦૬.૨૦૧૮ ના રોજ ખુલી ગયેલ છે અને તા. ૦૬.૦૬.૨૦૧૮ના રોજ બંધ થશે. ઓછામાં ઓછી અરજી ૩૦૦૦ શેર માટે અને તે પછી તેના ગુણાંકમાં કરવાની રહેશે. ફાળવણી પછી તેમના શેર એન એસ ઈ એસ એમ ઈ ઈમર્જ પર લીસ્ટ થશે. આ ઈસ્યુના લીડ મેનેજર હેમ સિકયોરીટીસ લી. છે જયારે રજીસ્ટ્રાર બીગ શેર સર્વિસ પ્રા. લિ છે. આ ઈસ્યુ તેમની ભરપાઈ થયેલમૂડીના ર૮.૦૬ ટકા હિસ્સો આપશે.
તેમણે બધા જ શેર ભાવો ભાવ શેર આપ્યા છે આ પછી તેમણે બીજું ફંડ રૂ. માર્ચ ર૦૧૬ માં એક શેર પર બે અને ડીસેમ્બર ર૦૧૭ માં ત્રણ શેર પર એક શેર બોનસ આપેલ છે. પ્રમોટરો દ્વારા સંપાદિત શેરની સરેરાશ કિંમત શેર દીઠ રૂ. ૨.૪૩, અને રૂ. ૨.૫૦ છે. આ ઈસ્યુ પછી તેમની હાલની ભરપાઈ થયેલ મૂડી જે રૂ. ૭.૨૦ કરોડ છે તે વધીને રૂ. ૧૦.૦૧ કરોડ થશે.
દેખાવની વાત કરીએ તો, છેલ્લા ચાર વર્ષમાં આ કંપનીનુંં ટર્નઓવર અને ચોખ્ખો નફો, રૂ.૩૩.૫૫ કરોડ / રૂ. ૦.૫૮ કરોડ (નાણાકીય વર્ષ ૨૦૧૪), રૂ. ૩૪.૦૬ કરોડ / રૂ. ૦.૪૧ કરોડ (નાણાકીય વર્ષ ૨૦૧૫), રૂ. ૩૬.૮૨ કરોડ / રૂ. ૧.૩૫ કરોડ (નાણાકીય વર્ષ ૧૬) અને રૂ. ૩૯.૦૩ કરોડ / રૂ. ૦.૮૧ કરોડ (નાણાકીય વર્ષ ૧૭) થયેલ છે. તા. ૩૧.૧૨.૧૭ અંતિત પ્રથમ ૯ માસના ગાળામાં આ કંપનીએ રૂ. ૩૮.૬૨ કરોડ ના ટર્નઓવર પર રૂ. ૨.૨૬ કરોડ નફો કરેલ હતો. જે ફૂલાવેલા આંકડા દર્શાવે છે. ના. વ. ર૦૧૪ અને ૧પ માટે તેની ટોપલાઈન લગભગ સ્થિર હતી અને ના. વ. ર૬ અને ના. વ. ૧૭ માટે તે વધી હતી, પરંતુ બોટમ લાઈનમાં સુસંગતતાનથી. પ્રથમ નવ મહિનાના આંકડા આશ્ચર્યજનક છે અને તે તે દેખાવ આગળ ઉપર ચાલુ રહેશે તે અંગે ચિંતા છે કારણ કે સેક્ટર અત્યંત સ્પર્ધાત્મક છે અને અસંગઠિત ખેલાડીઓ તરફથી ભારે જોખમ છે. છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં તેમણ સરેરેાશ શેરદીઠ આવક રૂ. ૧.ર૮ અને સરેરાશ આર ઓ એન ડબલ્યુ ૧૦.૭પ છે. તા. ૩૧.૧૨.૧૭ના રોજ ના ૧૬.૧૨ ના એન એ વી ના આધારે આ ઈસ્યુનો ભાવ ૨.૨૩ ના પી/બીવી થી આવે છે જો આપણે તેની છેલ્લી કમાણીનું વાર્ષિકીકરણ કરીએ અને આ ઈસ્યુના પછીના તમામ શેરના આધારે વહેંચીએ તો પણ માગવામાં આવેલ ભાવ ૧૨ ના પી/ઈ રેશિયોની આસપાસ આવે છે, તેમના ઓફર દસ્તાવેજો મુજબ ઓપેલ લકઝરી ટાઈમ તેમના નોંધાયેલા હરિફ છે જેઓ ર૭મી માર્ચ ર૦૧૮ થી ટ્રેડ થયેલ નથી. (છેલ્લો વેચાણ ભાવ રૂ. ૧૦૭) અને ર૦૧૬-૧૭ના એ આર મુજબ તેઓએ ટોપ લાઈનમાં ભારે ધોવાણ બતાવેલ છે અને ભારે નુકશાન કરેલ છે. તાફ ૩૧.૧૨.૧૭ના રોજ તેમનો ડેબ્ટ ઈકવીટી રેશિયો રઈ૧પ છે.
મર્ચંટ બેંક મોરચે, છેલ્લા ત્રણ વર્ષમાં તેમની આ પ્રકારની ૩૦ મી કામગીરી છે, અને છેલ્લા ૧૦ લીસ્ટીંગમાં, લીસ્ટીંગના દિવસે બે શેર ઓફર ભાવ કરતાંઓછા ભાવે ખુલેલ જયારે ૮ શેર ર.૬૭ ટકા થી ર૦ ટકાના પ્રિમિયમથી ખુલેલ હતા.
નિષ્કર્ષ / ઇન્વેસ્ટમેંટ સ્ટ્રેટેજી
પ્રથમ દૃષ્ટિએ ઇશ્યુ ભાવો વાજબી હોવા છતાં, નાણાકીય વર્ષ ૨૦૦૮ ના પ્રથમ નવ મહિનાના તેના સુપર નફાની ટકાઉક્ષમતા અંગેની ચિંતા અને તેની લિસ્ટેડ પીઅર નાણાકીય વર્ષ ૨૦૧૦ માટે ખોટનો અહેવાલ આપતા હો તેમ જ બે માસથી તેમાં વેપાર પણ થયેલ ન હોઈ તે સાવચેતીના સંકેપ આપે છે. આ બધું વિચારતાં જેઓ જોખમ પ્રત્યો સભાન હોય અને હાથ પર વધારાની રોકડ હોય તેવા રોકાણકારો તેમના પોતાના જોખમે રોકાણ કરી શકે.