સ્કુલ ફી વધારા ઉપર લગામઃ કેન્દ્ર કાયદો ઘડશે

સ્કુલ ફી વધારા ઉપર લગામઃ કેન્દ્ર કાયદો ઘડશે

ખાનગી શાળાઓની મનમાની ઉપર નિયંત્રણ મૂકવાનો હેતુઃ રાષ્ટ્રીય લેવલે સ્કુલ ફી રેગ્યુલેશન મીકેનીઝમ લવાશેઃ સરકાર બધા ”સ્ટેકહોલ્ડરો”ના સંપર્કમાં: સર્વસંમતિના પ્રયાસોઃ યુપીમાં પ્રયોગ સફળ રહેતા કેન્દ્ર આગળ વધવા માંગે છેઃ ગુજરાતમાં પણ ફી રેગ્યુલેશન એકટ પસાર થયો છે

નવી દિલ્હી તા.૮: કેન્દ્ર સરકાર ખાનગી શાળાઓ ના અણધાર્યા અને વારંવાર થતા ફી વધારાને રોકવા માટે નિયમ બનાવવાનું વિચારી રહી છે. ઉત્તર પ્રદેશ સરકારે આ વર્ષે ખાનગી શાળાઓ અને લઘુમતી ની શાળાઓમાં ફી નિયંત્રણ કાયદો અમલમાં મુકયો હતો તેની સફળતા બાદ આ વિચાર વેગવંતો થયો છે.

આ વિચારને અમલમાં મુકતા પહેલા સરકાર બધા સંબંધિત સાથે ચર્ચા કરી રહી છે અને એકમત સાધવાનો પ્રયત્ન કરી રહી છે. એમ એક સીનીયર અધિકારીએ કહયું. તેમણે વધુમાં ઉમેર્યુ કે જોકે આ રાજય સરકારો નક્કી કરવાનું હોય કે સ્કૂલોનું રજીસ્ટ્રેશન તેમના દ્વારા થાય છે. કેન્દ્ર સરકાર રાજયો અને અન્ય સંબંધિતો સાથે ચર્ચા કરી રહી છે.

એપ્રિલમાં ઉ.પ્ર. સરકારે આ બાબતનો વટહુકમ બહાર પાડયો હતો. જેના દ્વારા સ્કૂલોને ૮% થી વધારે ફી વધારો કરવાની મનાઇ કરાઇ હતી.

ધારાસભાનું સત્ર ચાલું ન હોવાથી ઉ.પ્ર. સરકારે વટહુકમ બહાર પાડયો હતો, આ વટહુકમ દરેક ખાનગી શાળાઓ, લઘુમતી સંસ્થાઓ, સીબીએસઇ સાથે સંકળાયેલી શાળાઓ, સીઆઇએસસીઇ અને યુપી બોર્ડ સાથે જોડાયેલી શાળાઓ માટે લાગુ કરાયેલ.

આ વટહુકમ મુજબ શાળાઓને અણધાર્યા ફી વધારા ઉપરાંત કેપ્શન ફી લેતા પણ રોકે છે પણ કેન્દ્ર આમાં દર વર્ષે એડમીશન અને દરવર્ષે યુનિફોર્મમાં બદલાવ જેવા મુદા ઓ આવરી લેવા ઇચ્છે છે.

કેન્દ્ર સરકાર ત્રણવાર નિયમ ભંગ કરનાર શાળાનું રજીસ્ટ્રેશન કેન્સલ કરવાની પણ ભલામણ કરશે.

૨૦૧૫-૧૬ના વર્ષને આ માટે બેઝ ગણવામાં આવશે. આ નિયમ ૨૦૦૦૦ થી વધુ વાર્ષિક ફી લેનાર શાળાઓ માટે  અમલી બનશે.

ઉ.પ્ર.માં કાયદાને મળેલ સફળતા પછી કેન્દ્ર સરકાર બીજા રાજયોમાં પણ તેના અમલ માટે ઉત્સુક છે. આ પહેલા ૨૦૧૭માં ગુજરાતમાં ફી નિયંત્રણ કાયદો પસાર કરાયો છે.

મહારાષ્ટ્રમાં પણ ૨૦૧૭થી આવો કાયદો અમલમાં છે. કેન્દ્રીય એચ.આર પ્રધાન પ્રકાશ જાવડેકર આ કાયદો રાષ્ટ્રીય રીતે અમલમાં મુકવા ઇચ્છે છે