the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

અંબાણી ઓર્ગેનિકસ એનએસઈ એસએમઇ આઈપીઓ રિવ્યૂ (અધર્સ)

અંબાણી ઓર્ગેનિકસ એનએસઈ એસએમઇ આઈપીઓ રિવ્યૂ (અધર્સ)

અંબાણી ઓર્ગેનીક્સ લિ. (એઓએલ) એ પેપર ઇન્ડસ્ટ્રી, પેઇન્ટ ઇન્ડસ્ટ્રી, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી, કાર્પેટ ઇન્ડસ્ટ્રી, એડહેસિવ ઇન્ડસ્ટ્રી, વગેરેમાં વપરાતા પાણી આધારિત વિશેષતાભર્યા રસાયણોના ઉત્પાદક, પ્રોસેસર, આયાતકાર, સપ્લાયર અને નિકાસકાર છે. તે “આઇએસઓ ૯૦૦૧ઃ ૨૦૧૫ – ક્વોલિટી મેનેજમેન્ટ સિસ્ટમ “પ્રમાણિત કંપની છે અને તેણે તેના કેટલાક ટેક્સટાઇલ ઉદ્યોગો કેમિકલ્સ માટે ર્ય્ં્‌જી (ગ્લોબલ ઓર્ગેનિક ટેક્સટાઈલ્સ સ્ટાન્ડડ્‌ર્સ) પ્રમાણપત્ર પણ મેળવ્યું છે. કંપની “એઓપીએલ” બ્રાન્ડ હેઠળ ૧૦૦ થી વધુ સ્પેશિયાલિટી રસાયણોની શ્રેણી આપે છે, જેનો ઉપયોગ પેપર ઇન્ડસ્ટ્રી, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી, એડહેસિવ ઇન્ડસ્ટ્રી, પેઇન્ટ એન્ડ કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી અને કારપેટ ઉદ્યોગ જેવા વિવિધ ઉદ્યોગોમાં થાય છે. તેના ઉત્પાદનોમાં બાઈન્ડર, પીવીપી ઇમલેશન, એક્રેલિક ઇમ્પલ્સન્સ, ટેક્સટાઇલ ઓક્સિલરી, ડિટરજન્ટ ફોર્મ્યુલેશન, એક્રેલિક પોલિમર, એડહેસિવ્સ, સ્ટાયરીન એક્રેલિક, ડિફૉમર, ડિસ્પેન્સર્સ, બ્યૂટિલ એસીલેલેટ આધારિત ટરીપ્ફોલિમર, થાકનાર, પેઇન્ટ ડિયર્સ વગેરેનો સમાવેશ થાય છે.
કાર્યકારી મૂડી અને સામાન્ય કોર્પસ ફંડની જરૂરિયાત માટે આ કંપની મેઈડન આઈપીઓ દ્વારા તેનો રૂ. ૧૦ નો એક એવા ૧૩૬૮૦૦૦ ઈકવીટી શેર રૂ. ૬૬ના મુકરર ભાવે ઓફર કરીને રૂ. ૯.૦૩ કરોડ એકત્રીત કરવા મૂડી બજારમાં આવેલ છે. આ ઈસ્યુમાં ૧૦૦૦૦૦ શેર વેચાણ માટેના અને ૧૨૬૮૦૦૦ નવા શેર ઓફર કરેલ છે. જાહેર ભરણા માટે આ ઈસ્યુ તા. ૦૬.૦૭.૨૦૧૮ ના રોજ ખુલી ગયેલ છે અને તા. ૧૦.૦૭.૨૦૧૮ના રોજ બંધ થશે. ઓછામાં ઓછી અરજી ૨૦૦૦ શેર માટે અને તે પછી તેના ગુણાંકમાં કરવાની રહેશે. ફાળવણી પછી તેમના શેર એન એસ ઈ એસ એમ ઈ ઈમર્જ પર લીસ્ટ થશે. આ ઈસ્યુ ભરાઈ ગયા પછી કંપનીની ભરપાઈ થયેલ મૂડીના ૨૬.૯૪% હિસ્સો આપશે. આ ઈસ્યુના લીડ મેનેજર આર્યમાન ફાઈનાન્સીઅલ સર્વિસીસ લી છે જયારે યુનિવર્સલ કેપીટલ સિકયુરીટીસ પ્રા. લી. તેના રજીસ્ટ્રાર છે. માર્ચ ર૦૧પ માં શેર દીઠ રૂ. ૧૯.૩૨ના ભાવે તેઓએ ૩૧૦૫૫૯ શેર આપેલ હતા, તે સિવાય માર્ચ ર૦૦૪ થી માર્ચ ર૦૧૬ દરમ્યાન તેમણે બધા જ શેર ભાવોભાવ આપેલ હતા. પ્રમોટર્સ દ્વારા શેરના સંપાદનની સરેરાશ કિંમત શેર દીઠ રૂ.૧૦.૫૧ અને રૂ. ૧૦.૭૨ હતી. આ ઈસ્યુ બાદ આ કંપનીની હાલની ભરપાઈ થયેલ મૂડી જે રૂ. ૩.૮૧ કરોડ છે તે વધીને રૂ. ૫.૦૮ કરોડ થશે.
દેખાવની વાત કરીએ તો, આ કંપનીએ કોન્સોલીડેટેડ આધારે ટર્નઓવર અને ચોખ્ખો નફો રૂ. ૫૨.૭૦ કરોડ / રૂ. ૦.૮૦ કરોડ (નાણાકીય વર્ષ ૨૦૧૭), રૂ. ૬૫.૬૮ કરોડ / રૂ. ૧.૯૧ કરોડ (નાણાકીય વર્ષ ૨૦૧૮) થયેલ છે. સ્ટેન્ડએલોન આધારે ના. વ. ર૦૧પ માં તેઓએ રૂ. ૩૭.૬૬ કરોડના ટર્નઓવર પર -ર.૪૪ કરોડ નુકશાન કરેલ છે અને ના. વ. ર૦૧૬ માં રૂ. ૩૨.૯૧ના ટર્નઓવર પર રૂ. ૦.૩૯ નુકશાન કરેલ છે. છેલ્લા બે નાણાકીય વર્ષમાં તેમણે સરેરાશ શેર દીઠ આવક રૂ. ૪.૦પ અને આર એન ઓ ડબલ્યુ ર૮.૧ર (કોન્સોલીડેશન આધારે) દર્શાવેલ છે અને છેલ્લાં ત્રણ નાણાકીય વર્ષમાં(કોન્સોલીડેશન આધારે)તેમણે સરેરાશ શેર દીઠ આવક રૂ. ર.૯પ અને સરેરાશ આર એન ઓ ડબલ્યુ ર૦.૦૩ દર્શાવેલ છે. તા. ૩૧.૧૨.૧૮ના એન એ વી રૂ. ૧૫.૪૫ના આધારે આ ઈસ્યુનો ભાવ ૪.૨૭ પી/બીવી થી અને એન એ વી ૨૮.૦૭ (કોનસોલીડેટેડ બેઝીસ)ના આધારે ર.૩પ ના પી/બીવીથી આવે છે. જો આપણે તેમની ના. વ. ૧૮ની ચોખ્ખી કમાણીને ઈસ્યુ ૃપછીના તમામ શેરના આધારે વહેંચીએ તો માગવામાં આવેલી ભાવ લગભગ ૧૮ આસપાસના પી ઈ રેશિયોથી આવે છે. ઓફર ડોક્યુમેન્ટમાં જણાવ્યા મુજબ તેમણે નીખીલ એડહેસિવને તેમના લીસ્ટેડ હરિફ તરીકે બતાવેલ છે જે હાલમાં લગભગ ર૧ની આસપાસના પી ઈ રેશિયોથી (તા. ૩.૭.૧૮)ના રોજ વેચાઈ રહેલ છે. આમ આ ઈસ્યુ પૂર્ણ ભાવનો છે, તેમનો હાલનો ડેબ્ટ રેશિટો ર.૭૩ છે.
મર્ચંટ બેંકના મોરચે, છેલ્લા ચાર વર્ષમાં આ તેમની ૩પમી કામગીરી છે. છેલ્લા ૧૦ લીસ્ટીંગમાં,નોંધણીના દિવસે ૩ ઈસ્યુ ઓફર ભાવ કરતાં ડીસ્કાઉન્ટ ભાવે ખુલેલ, ૩ ઈસ્યુ ભાવોભાવ ખુલેલ, અને ૪ ઈસ્યુ ૧.૦૦% થી ૬.૦૦ %ના પ્રિમિયમથી ખુલેલ હતા.
નિષ્કર્ષ / ઇન્વેસ્ટમેંટ સ્ટ્રેટેજી
પૂર્ણ ભાવના ઈસ્યુ વિષે વિચારતાં, જોખમ લેનાર રોકાણકારો કે જેમના હાથ પર વધારાની રોકડ હોય તેઓ તેમના પોતાના જોખમે લાંબા ગાળા માટે રોકાણ કરવા વિચારી શકે.