અમદાવાદઃ બિલ્ડર નવાબ ખાનના બંગલે પોલીસ ત્રાટકી, પુત્ર જુગાર રમતો ઝડપાયો

અમદાવાદઃ બિલ્ડર નવાબ ખાનના બંગલે પોલીસ ત્રાટકી, પુત્ર જુગાર રમતો ઝડપાયો

રવિવારે મોડી રાત્રે અમદાવાદના બિલ્ડર નવાબ ખાનને ત્યાં પોલીસના દરોડા પડ્યા હતા. દાણીલીમડા સ્થિત નવાબ ખાનના બંગલા ઉપર રેડ પાડી હતી. રેડમાં પોલીસને નવાબ ખાનનો પુત્ર જુગાર રમતા ઝડપાયો હતો. આ ઉપરાંત પોલીસે અન્ય પાંચ લોકોની પણ અટકાયત કરી છે.

મળતી માહિતી પ્રમાણે દાણીલીમડાના બિલ્ડર નવાબ ખાનના બંગલામાં જુગાર રમાતો હોવાની પોલીસને બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસની ટીમે રવિવારે મોડી રાત્રે દાણીલીમનડા સ્થિત બિલ્ડર નવાબ ખાનના બંગલા પર દરોડા પાડ્યા હતા.

દરોડા દરમિયાન પોલીસને નવાબ ખાનના પુત્ર સલિમ ખાન સહિત છ લોકો જુગાર રમતા રંગેહાથે ઝડપાયા હતા. પોલીસ બિલ્ડર પુત્ર સહિત છ લોકોની અટકાયત કરી હતી.

સુત્રોના જણાવ્યા પ્રમાણે પોલીસને સ્થળ ઉપર આશે 7.15 લાખ રૂપિયા રોકડા સહિતનો મુદ્દામાલ મળ્યો હતો. પોલીસે મુદ્દામાલ જપ્ત કરીને તમામ આરોપીઓને પોલીસ સ્ટેશન લાવી હતી અને આગળની કાર્યવાહી હાથધરી હતી.