અમદાવાદના મહેમાન બન્યા જાન્હવી કપૂર, ઈશાન ખટ્ટર અને ડાયરેક્ટર શશાંક

પોતાની આવનારી ફિલ્મ“ ધડક”ના પ્રમોશન માટે અમદાવાદના મહેમાન બન્યા જાન્હવી કપૂર, ઈશાન ખટ્ટર અને ડાયરેક્ટર શશાંક ખૈતાન

અમદાવાદ, ૧૧ જૂલાઈ, ૨૦૧૮ઃ અપકમિંગ બોલીવૂડ ફિલ્મ ધડકના પ્રમોશન અર્થે ફિલ્મની સ્ટાર કાસ્ટ ખાસ અમદાવાદની મહેમાન બની હતી. આ પ્રસંગે ફિલ્મમાં મુખ્ય કિરદાર નિભાવી રહેલ જાન્હવી કપૂર, ઈશાન ખટ્ટર તથા ફિલ્મના ડાયરેક્ટર શશાંક ખૈતાને પોતાની ફિલ્મ વિશે વાતચીત કરી હતી.
ઈશાન ખટ્ટર તથા જાન્હવી કપૂરની લીડ એક્ટર્સ તરીકેની આ પ્રથમ ફિલ્મ છે.આ એક રોમાન્ટિક ડ્રામા ફિલ્મ છે, જે રાઈટર-ડાયરેક્ટર શશાંક ખૈતાન દ્વારા નિર્દેશિત કરવામાં આવી છે.આ ફિલ્મમાં જાન્હવી કપૂર પાર્થ્વીની ભૂમિકા તથા ઈશાન ખટ્ટર મધુકરની ભૂમિકા નિભાવી રહ્યાં છે.ધડક ફિલ્મ ૨૦૧૬ની મરાઠી ફિલ્મ સૈરાટ પર આધારિત છે. જો કે,આ ધડકમાં રાજસ્થાની બેકગ્રાઉન્ડ દર્શાવવામાં આવ્યું છે.આ એક પ્રેમ કહાની છે કે જે દર્શાવે છે કે કેવી રીતે નાયક-નાયિકા જ્ઞાતિ વચ્ચેના ભેદભાવો તથા સમ્માન જેવા મુદ્દાઓ માટે લડે છે.આફિલ્મ વિશે વધુ ૨૦ જૂલાઈ, ૨૦૧૮ ના રોજ જ જાણવા મળશે કે જ્યારે આ ફિલ્મ રિલીઝ થશે.આ ફિલ્મમાં આદિત્ય કુમાર- પાર્થ્વી(જાન્હવી કપૂર)ના ભાઈ તરીકે તથા ઐશ્વર્યા નારકર- મધુકર(ઈશાન ખટ્ટર)ની માતા તરીકે જોવા મળશે.ઉપરાંત ખરજ મુખર્જી અને આશુતોશ રાણા પણ મહત્વની ભૂમિકાઓ નિભાવતા જોવા મળશે.
આ ફિલ્મનું નિર્માણ કરણ જોહર- ધર્મા પ્રોડક્શન અને ઝી-સ્ટુડિયોઝ દ્વારા કરવામાં આવ્યું છે.આ ફિલ્મનું મ્યુઝિક ખૂબ ધૂમ મચાવી રહ્યું છે. આ ફિલ્મ દર્શકોને ચોક્કસપણે પસંદ પડશે.
“ધડક” ૨૦ જૂલાઈ, ૨૦૧૮- શુક્રવારે રિલીઝ થશે.