અમદાવાદ સ્કૂલ ઓફ ડિજિટલ માર્કેટીંગ દ્વારા બે દિવસીય એડવાન્સ ડિજિટલ માર્કેટીંગ વર્કશોપનું આયોજન

adsm

અમદાવાદ સ્કૂલ ઓફ ડિજિટલ માર્કેટીંગ દ્વારા બે દિવસીય એડવાન્સ ડિજિટલ માર્કેટીંગ વર્કશોપનું આયોજન

અમદાવાદ, ૧૮ જુલાઈ, ૨૦૧૮ઃ અમદાવાદ સ્કૂલ ઓફ ડિજિટલ માર્કેટીંગ દ્વારા ૨૧ અને ૨૨ જુલાઈ, ૨૦૧૮ના રોજ હોટેલ સમિટ ખાતે બે દિવસીય એડવાન્સ ડિજિટલ માર્કેટીંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્કશોપમાં મુખ્ય હેતુ કઈ રીતે ડિજિટલ માર્કેટીંગ અગ્રેસર રહેવા માટે ઉપયોગમાં લઈ શકાય તેમ છે. એએસડીએમ દ્વારા આવા વર્કશોપનું આયોજન દર પંદર દિવસે થાય છે. આ વર્કશોપ માટેના લક્ષિત ગ્રૂપ્સ કોર્પોરેટસ, ઉદ્યોગસાહસિકો, વિદ્યાર્થીઓ અને સ્ટાર્ટ અપ્સ હોય છે. એએસડીએમ તેની હેડ ઓફિસ અમદાવાદ ખાતે ધરાવે છે અને તેણે વડોદરામાં પણ અન્ય શાખા શરૂ કરી છે.
કોર્પોરેટ વર્લ્ડમાં આવશ્યક સ્કીલ્સને વિકસાવવાના હેતુથી એએસડીએમ દ્વારા ક્લાસરૂમ લાઈવ ટ્રેનીંગ આપવામાં આવે છે જેમાં ઓથેન્ટિકેટેડ સર્ટિફિકેશન્સ સાથે ૧૦૦ ટકા જોબ પ્લેસમેન્ટ આસિસ્ટન્‌ આપવામાં આવે છે. આ ઉપરાંત બે મહિનાનો એક્સ્લુઝિવ ટ્રેનીંગ પ્રોગ્રામ પણ આપવામાં આવે છે કે જેના દ્વારા ઓનલાઈન માર્કેટીંગ અને ડિજિટલ બ્રાન્ડિંગમાં વ્યક્તિને મદદ મળે છે.
અમદાવાદ સ્કૂલ ઓફ ડિજિટલ માર્કેટીંગના સ્થાપક અને ડિરેક્ટર લવ ત્યાગીએ પત્રકારોને જણાવ્યું હતું, ‘મેં આ કંપની શરૂ કરી છે અને તે વિદ્યાર્થીઓ, વર્કિંગ પ્રોફેશનલ્સ, સીઈઓ, ઉદ્યોગસાહસિકો અને સ્ટાર્ટ અપ્સને કન્સલ્ટન્સી આપે છે.’
એએસડીએમના માર્કેટિંગના ડિરેક્ટર શરદ એ વોરાએ પત્રકારોને જણાવ્યું હતું, ‘અમે અમારા ડિજિટલ માર્કેટિંગ કોર્સને ત્રણ ભાગમાં વહેંચ્યો છે કે જે વિદ્યાર્થીઓ, વર્કિંગ પ્રોફેશનલ્સ, સીઈઓ અને ઉદ્યોગસાહસિકો માટે છે. દરેક સેગમેન્ટ તેઓને આ વર્કશોપ – વિસ્તૃત પ્રોગ્રામ પછી મળનારા લાભો માટે ઉપયોગી છે. અમે એ પણ સુનિશ્ચિત કરીશું કે સંપૂર્ણ તાલીમ ૧૦૦ ટકા પ્રેક્ટિકલ બેકગ્રાઉન્ડમાં શક્ય બને કે જેથી ઉમેદવારો રિયલ ટાઈમ કેસ સ્ટડીઝને સમજી શકે અને તેના સેગમેન્ટ સાથે એ મુજબ જોડાઈ શકે.’