અમરનાથ યાત્રા-સ્વતંત્રતા દિવસે ત્રાટકી શકે છે ૨૦ આતંકવાદીઓ એકસાથે હોવાનો વિડિયો વાયરલ થયો

અમરનાથ યાત્રા-સ્વતંત્રતા દિવસે ત્રાટકી શકે છે
૨૦ આતંકવાદીઓ એકસાથે હોવાનો વિડિયો વાયરલ થયો
હથિયારોથી સજ્જ ત્રાસવાદીઓનો વિડિયો વાયરલ થયા બાદ સુરક્ષા દળોની ઉંઘ હરામ : વિવિધ સ્થળો પર તપાસ

જમ્મુ,તા. ૩૦
જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં ૨૦ ત્રાસવાદીઓનો એક સાથે વિડિયો વાયરલ થયા બાદ સુરક્ષા દળોની ઉંઘ હરામ થઇ ગઇ છે. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ ત્રાસવાદીઓ અમરનાથ યાત્રા પર અથવા સ્વતંત્રતા દિવસે હુમલો કરી શકે છે. હથિયારોથી સજ્જ ત્રાસવાદીઓનો વિડિયો વાયરલ થયા બાદ સુરક્ષા સંસ્થાઓ સંતર્ક થઇ ગઇ છે. તમામ લશ્કરી સ્થળો અને મહત્વના સ્થળો પર તેમજ જાહેર સ્થળ પર સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. સુરક્ષા સંસ્થાઓ સમગ્ર મામલામાં તપાસ કરી રહી છે. ચાર મિનિટ અને ૨૨ સેકન્ડના વિડિયોમાં દક્ષિણ કાશ્મીરના હોવાના હેવાલ મળ્યા છે. વિડિયો એક એક કરીને પોતાના ચહેરા ત્રાસવાદીઓ સામે લાવી રહ્યા છે. ત્રાસવાદીઓ હથિયારોથી સજ્જ દેખાઇ રહ્યા છે. ૨૦ ત્રાસવાદીઓના ગ્રુપમાં તોયબા અને જેશના ત્રાસવાદીઓ છે. હાલમાં જ એવા હેવાલ પણ આવ્યા હતા કે ત્રાસવાદી સંગઠન જેશે મોહમ્મદ અને લશ્કરે તોયબાના ૧૨ ત્રાસવાદી દિલ્હીમાં ઘુસી ગયા છે. જેમાં જેશના પાંચ ત્રાસવાદીઓ અને લશ્કરે તોયબાના સાત ત્રાસવાદી સામેલ છે. એવા અહેવાલ મળ્યા છે કે વખતે ત્રાસવાદીઓ મળીને પ્રાઇમ મિનિસ્ટર ઓફિસ અને લાલ કિલ્લાને ફુંકી મારવા માટેની યોજના ધરાવે છે. કેટલાક વર્ષોથી ત્રાસવાદી કોઇ મોટા હુમલાને અંજામ આપવામાં સફળ રહ્યા નથી. જેથી કેટલાક સંગઠનના ત્રાસવાદી મળીને હુમલા કરી શકે છે. કેટલાક સંગઠન દિલ્હીમાં કેટલાક મોટા હુમલા કરવાની તૈયારી કરી રહ્યા છે.
હાલમાં જ ઉત્તરપ્રદેશમાં નોઇડામાંથી બે બાંગ્લાદેશી ત્રાસવાદીઓને પકડી પાડવામાં આવ્યા છે. આની સાથે જ હુમલાની ઘાતક યોજના નિષ્ફળ કરી દેવામાં આવી છે. ઝડપાયેલા આ બંને ત્રાસવાદીઓની ઓળખ મુશર્રફ હુસૈન અને રુબેલ અહેમદ તરીકે થઇ છે. બંને આતંકવાદીઓ નોઇડામાં છુપાયેલા હતા. ઉત્તરપ્રદેશની એન્ટી ટેરર ટીમ અને પશ્ચિમ બંગાળ પોલીસની સંયુક્ત ટીમ દ્વારા આ બંનેની ધરપકડ કરવામાં આવી હતી.