the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

અવિશ્વાસ દરખાસ્ત પહેલા બેઠકોનો દોર જારી સસ્પેન્સ અંતે ખતમ : મોદીને સાથ આપવા શિવસેના તૈયાર

અવિશ્વાસ દરખાસ્ત પહેલા બેઠકોનો દોર જારી
સસ્પેન્સ અંતે ખતમ : મોદીને સાથ આપવા શિવસેના તૈયાર
વડાપ્રધાન મોદીએ તમામ મંત્રીઓ સાથે વાત કરી જ્યારે સોનિયા ગાંધીએ પણ યોજેલી મિટિંગ : વ્યૂહરચના તૈયાર

નવીદિલ્હી,તા. ૧૯
મોદી સરકારની સામે અવિશ્વાસ દરખાસ્તને લઇને વારંવાર રણનીતિઓ તૈયાર થઇ રહી છે. હજુ સુધી પોતાના પત્તા ખોલવા માટે તૈયાર નહીં દેખાઈ રહેલી શિવસેનાએ પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે. શિવસેનાએ પણ કહ્યું છે કે તે અવિશ્વાસ દરખાસ્ત મોદી સરકારનો સાથ આપશે. શિવસેના વડા ઉદ્ધવ ઠાકરેએ એક ખાનગી સુત્રો સાથેની વાતચીતમાં કહ્યું છે કે, મોદી સરકારને શિવસેના સાથ આપશે. શિવસેના વડા દ્વારા સ્પષ્ટતા કરી દેવામાં આવી છે. આવતીકાલે અવિશ્વાસ દરખાસ્ત ઉપર ચર્ચા બાદ મતદાન પણ થશે. સુત્રોનું કહેવું છે કે, શિવસેના ભાજપનું સમર્થન કરશે. ૨૦૦૩ બાદ પ્રથમ વખત કેન્દ્ર સરકારની સામે અવિશ્વાસની દરખાસ્ત લાવવામાં આવી છે. ગઇકાલે લોકસભા અધ્યક્ષ દ્વારા બુધવારના દિવસે જ ટીડીપીની અવિશ્વાસની દરખાસ્તને સ્વીકારી લેવામાં આવી હતી. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી અને ટીડીપીના અધ્યક્ષ ચંદ્રાબાબુ નાયડુએ અન્ય પક્ષોથી આ સંદર્ભમાં સમર્થનની માંગ કરી છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી અને ટીડીપીના અધ્યક્ષ ચંદ્રાબાબુ નાયડુએ અન્ય પક્ષો પાસેથી પણ સમર્થનની માંગ કરી છે. શિવસેનાના નેતા સંજય રાવતે કહ્યું છે કે, પાર્ટી પોતાનું વલણ ફ્લોર ઉપર નક્કી કરશે. જો કે, નિર્ણય ેલવામાં આવી ચુક્યો છે. જો કે, શિવસેના ભાજપની સાથે રહેશે તે બાબત નક્કી છે. અવિશ્વાસ પ્રસ્તાવને લઇને મોરચાબંધીની શરૂઆત થઇ ચુકી છે. વિરોધ પક્ષો પણ પોતાની વ્યૂહરચના તૈયાર કરી ચુક્યા છે. આજે આ સંદર્ભમાં બેઠકોનો દોર ચાલ્યો હતો. કોંગ્રેસની બેઠકમાં અધ્યક્ષ રાહુલ ગાંધી ઉપસ્થિત રહ્યા ન હતા પરંતુ સોનિયા ગાંધી ઉપસ્થિત રહ્યા હતા. ચર્ચા અને મત વિભાજનને લઇને બેઠકમાં ચર્ચા થઇ હતી. બીજી બાજુ સંખ્યાબળની દ્રષ્ટિએ મોદી સરકાર મજબૂત દેખાઈ રહી છે. આજે બેઠકોનો દોર વચ્ચે તૈયારીઓ કરી લેવામાં આવી છે. આજે સવારે સોનિયા ગાંધીના આવાસ પર કોંગ્રેસ સંસદીય પાર્ટીની બેઠક યોજાઈ હતી. બીજી બાજુ વડાપ્રધાન મોદીએ પણ મંત્રીઓની બેઠક યોજી હતી. સોનિયા ગાંધી મોદી સરકારની પ્રતિષ્ઠા ખરડવા માટે સજ્જ દેખાઈ રહ્યા છે. કેન્દ્રીય મંત્રી અનંત કુમારે ઓ કહ્યું હતું કે, સોનિયા ગાંધી ગણિતમાં નબળા દેખાઈ રહ્યા છે. ૧૯૯૬માં પણ આવી જ ગણતરી કરવામાં આવી હતી. તે વખતે શું થયું હતું તે તમામ લોકો જાણે છે. સંસદની અંદર અને બહાર મોદી સરકારની પાસે સ્પષ્ટ બહુમતિ રહેલી છે. એનડીએ અવિશ્વાસ દરખાસ્તની વિરુદ્ધમાં મત આપશે. બિનએનડીએ પક્ષો પણ તેમની તરફેણમાં મત આપશે. બેઠકોના દોર વચ્ચે ચર્ચાઓ પણ જારી રહી છે.

અન્નાદ્રમુક દ્વારા સ્પષ્ટ સંકેત અપાયો
જયાની પાર્ટી અવિશ્વાસ પ્રસ્તાવની વિરૂદ્ધમાં છે

નવીદિલ્હી,તા. ૧૯
તમિળનાડુના મુખ્યમંત્રી કે પલાનીસામીએ સંકેત આપ્યો છે કે, તેમની પાર્ટી અન્નાદ્રમુક મોદી સરકારની સામે લાવવામાં આવી રહેલી અવિશ્વાસ દરખાસ્તને સમર્થન આપશે નહીં. તેમણે કહ્યું છે કે, આ પ્રસ્તાવ તેલુગુદેશમ પાર્ટી દ્વારા આંધ્રપ્રદેશના હિત સાથે જોડાયેલા મુદ્દાને લઇને લાવવામાં આવ્યો છે જેથી તેમની પાર્ટીને કોઇ લેવા દેવા નથી. જ્યારે તેમની પાર્ટીના સાંસદોએ કાવેરી મેનેજમેન્ટ બોર્ડ અને કાવેરી જળ નિયમન સમિતિના ગઠનને લઇને આશરે ત્રણ સપ્તાહ સુધી લોકસભાની કામગીરી ચાલવા દીધી ન હતી ત્યારે કોઇપણ પાર્ટીએ તમિળનાડુને સાથ આપ્યો ન હતો. ઓરિસ્સામાં બીજેડીએ પણ અવિશ્વાસ પ્રસ્તાવને લઇને દુવિધાભરી સ્થિતિનો સંકે આપ્યો છે. અન્ય રાજકીય પાર્ટીઓ પોતાના વલણ સ્પષ્ટ કરી ચુકી છે. તૃણમુલ કોંગ્રેસ અવિશ્વાસ પ્રસ્તાવની સાથે છે. આ અંગેનો આદેશ જારી કરી દેવાયો છે. અવિશ્વાસ પ્રસ્તાવને લઇને વિરોધાભાષી અહેવાલ મળી રહ્યા નથી. તમામ પાર્ટીઓ પોતપોતાના સભ્યોને જરૂરી સૂચનાઓ આપી ચુકી છે.