‘અવિશ્વાસ પ્રસ્તાવમાં ફેઈલ થઈ કોંગ્રેસ,

‘અવિશ્વાસ પ્રસ્તાવમાં ફેઈલ થઈ કોંગ્રેસ,

અવિશ્વાસ પ્રસ્તાવ પર સંસદમાં 12 કલાક સુધી ચાલેલી દલીલ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારે વિશ્વાસ મત મેળવી લીધો. લોકસભામાં વિપક્ષનો અવિશ્વાસ પ્રસ્તાવ ફેઈલ રહ્યો. એનડીએ સરકારને 325 સાંસદોનો ટ્રસ્ટ વોટ. જ્યારે કોગ્રેસના નેતૃત્વમાં વિપક્ષના પક્ષમાં 126 સાંસદોએ મત આપ્યો. સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ ફેઈલ જતાની સાથે જ કોંગ્રેસનું મોદી સરકારને હટાવવાનું સપનું પણ તૂટી ગયું. સાથે એ પણ સ્પષ્ટ થઈ ગયું કે, 2019ના જંગમાં સ્થાનિક પાર્ટીઓ કોંગ્રેસ પર પૂરી રીતે ભરોસો નથી કરી શકી. સીનિયર જર્નલિસ્ટ ભવદીપ કાંગ આ પૂરા મામલે પોતાનો વિચાર મુકી રહ્યા છે.

રાજનીતિમાં અવિશ્વાસ પ્રસ્તાવ હંમેશાથી મનોરંજક રહ્યો છે. શુક્રવારે લોકસભામાં પોપકોર્ન-ડ્રામા થયો. બંને પક્ષ તરફથી જબરદસ્ત ભાષણબાજી થઈ. ધારદાર ભાષણોની સાથે મોદી સરકાર પર વાર કરતા અચાનક કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી કેમેરાના ફોકસની બહાર થઈ ગયા. તે પોતાની સીટ પરથી ઉઠે છે અને સીધા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તરફ આગળ વધ્યા. રાહુલ પીએમ મોદીને પહેલા ઉઠવાનું કહે છે, જ્યારે પીએમ નથી ઉઠતા, તો પોતે તેમને ગળે લગાવી દે છે. બાદમાં પીએમ મોદી રાહુલને બોલાવી તેમની સાથે હાથ મિલાવી કઈંક કહે છે. આ નજારો એવો હતો, જેવો મહાભારતમાં કુંતી પૂત્ર અર્જુન ભીષ્મ પિતામહના આશિર્વાદ લે છે.

જોકે, આ મામલામાં ટ્વીસ્ટ ત્યારે આવ્યું જ્યારે અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગ કરવામાં આવ્યું અને ફાઈનલ નંબર જણાવવામાં આવ્યા. બીજેપી (NDA)ને 325 વોટ મળ્યા, જ્યારે વિપક્ષના પક્ષમાં માત્ર 126 વોટ ગયા. એનડીએએ આશા કરતા વધારે સારૂ પ્રદર્શન કર્યું, જ્યારે કોંગ્રેસનું પ્રદર્શન આશા કરતા પણ ખરાબ રહ્યું. બીજેડી અને શિવસેનાના સાંસદોએ વોકઆઉટ કર્યું. વોટિંગમાં ભાગ ન લઈને તેમણે જોઈએ તો એનડીએની મદદ જ કરી છે. જ્યારે વિપક્ષની એકતામાં ભાગલા જોવા મળ્યા.

કોંગ્રેસ પોતાના સાથીદારોના ભરોસે જીતની આશા કરી રહી હતી, પરંતુ તેના હાથમાં નિરાશા જ લાગી. એવું લાગે છે કે, આ સિલસિલો 2019ના જંગમાં પર અકબંધ રહી શકે છે. કારણ કે, હાલના દિવસોમાં કોંગ્રેસ માટે સ્થાનિક પાર્ટીઓમાં કમિટમેંટ ઈશ્યૂ જોવા મળી રહ્યું છે. કારણ કે શુક્રવારે કેટલીએ પાર્ટીઓએ ના ના કરતા પણ એનડીએને વોટ આપ્યો. એવામાં 2019ની લડાઈ માટે કોંગ્રેસના મહાગઠબંધનને વાસ્તવિકરૂપ લેવામાં હજુ ઘણો લાંબો રસ્તો કાપવાનો છે. કોંગ્રેસને કેટલાએ વિરોધાભાસનો સામનો પણ કરવો પડશે. જેમ કે ટીડીપી સાંસદ જયદેવ ગલ્લા કહે છે કે, એ કોંગ્રેસ જ હતી, જેણે આંધ્રપ્રદેશના એક અવૈજ્ઞાનિક રીતે ભાગલા પાડી દીધા. કોંગ્રેસ માટે ટીડીપીની જેમ કેટલાએ અન્ય વિરોધાભાસ છે.

રાજનૈતિક વિચારકો આશ્ચર્યમાં છે કે, આખરે વિપક્ષે પીએમ મોદીને લોકસભા ચૂંટણી પહેલા વિશ્વાસ મત કેમ દેખાડ્યો? શું કોંગ્રેસ અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા એનડીએ સરકારની તાકાત જોવા માંગતી હતી? કે કોંગ્રેસ આ પ્રસ્તાવ દ્વારા પોતાની કમજોર કડીઓ શોધી રહી છે?