આખા એક દાયકા પછી, નીલ ભટ્ટ કલર્સના રૂપ–મર્દ કા નયા સ્વરૂપ સાથે ટેલિવિઝન પર ભજવશે નકારાત્મક ભૂમિકા

આખા એક દાયકા પછી, નીલ ભટ્ટ કલર્સના રૂપ–મર્દ કા નયા સ્વરૂપ સાથે ટેલિવિઝન પર ભજવશે નકારાત્મક ભૂમિકા

8-વર્ષની વયના છોકરા રૂપે સાચો માણસ બનવા શું જોઇએ એ બાબતે કેટલાંક કડક પ્રશ્નો પૂછયાં અને એને કડક બનાવવા  અને સાચો મર્દ બનાવવા ઘરથી દૂર મોકલી આપવામાં આવ્યો. કલર્સનો અલંકારિક ડ્રામા રૂપ – મર્દ કા નયા સ્વરૂપે પોતાની પ્રવોક કરતી સ્ટોરીલાઇન તથા અપવાદરૂપ પરફોર્મન્સિસ વડે દર્શકોને જકડી રાખએલ છે અને હવે, શો 12-વર્ષની ફાળ ભરવા જઇ રહેલ છે. વર્સટાઇલ અભિનેતા નીલ ભટ્ટને રૂપના પિતરાઇ ભાઇ રણવીર તરીકે આની કાસ્ટ ગૂંથણીમાં ઉતારવામાં આવી રહેલ છે. રૂપ–મર્દ કા નયા સ્વરૂપ દર સોમવારથી શુક્રવાર રાત્રે 9.00 કલાકે કલર્સ પર પ્રસારિત થાય છે.

રોમાંચિત નીલ શોમાં એની સૌથી વધુ રાહ જોવાતી એન્ટ્રી અંગે એમ કહે છે, “રણવીરની ભૂમિકા ભજવવાનું મારા માટે તદ્દન અલગ હશે કેમ કે આ એક બહુમુખી ભૂમિકા છે પણ મને લાગે છે કે હું મારી ભૂમિકાને ન્યાય આપી શકીશ. કાસ્ટ સરસ છે, અને મેં ભૂતકાળમાં ચાંદની સાથે કામ કરેલ છે, પણ હું જેની સૌથી વધુ રાહ જોઇ રહેલ છું તે છે સેટ પર નવા સબંધો બાંધવાની. આ મને હંમેશા રોમાંચિત કરે છે.”

સ્પષ્ટ છે કે, નીલ આ પ્રોજેકટ બાબતે ખૂબ જ રોમાંચિત છે કેમ કે આખા એક દાયકા પછી તેને ગ્રેના વિભિન્ન શેડસ સાથેની નકરાત્મક ભૂમિકા ભજવવાની તક સાંપડી રહી છે. અમને એ પણ જાણ થઇ છે કે ભૂમિકા માટેની પોતાની તૈયારીઓના ભાગ રૂપે, તે પોતાના દેખાવ સાથે પ્રયોગો કરી રહેલ છે અને આશા છે કે તે સારો દેખાવ લઇને આવશે.

એણે વધુમાં એમ કહી વિસ્તાર કર્યો, “એક અભિનેતા તરીકે, રચનાત્મક સંતુષ્ટિ મારા માટે પ્રાથમિકતા છે અને હું સાચે જ વિચારું છું આ ભૂમિકા મને વધુ શીખવા અને વિકાસ પામવા મદદ કરશે. રૂપ સાથે જોડાવા બાબતે હું ખુશ છું, આની પ્રેરણાત્મક અને આંખો ખોલી નાંખનાર સ્ટોરીલાઇનના લીધે” એમણે કહ્યું.

રૂપ માટે આ પ્રવેશનો અર્થ શું છે તે જાણવા માટે દર સોમવારથી શુક્રવાર રાત્રે 9.00 કલાકે જોતાં રહો રૂપ–મર્દ કા નયા સ્વરૂપ, ફક્ત કલર્સ પર!