ઈન્વોઈસમાર્ટમાં યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા ફાઈનાન્સર તરીકે જોડાઈ

ઈન્વોઈસમાર્ટમાં યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા ફાઈનાન્સર તરીકે જોડાઈ

મુંબઈ, 19 જુલાઈ, 2018- અગ્રણી ડિજિટલ ઈનવોઈસ ડિસ્કાઉન્ટિંગ માર્કેટપ્લેસ ઈન્વોઈસમાર્ટે એમએસએમઈ માટે ઈન્વોઈસ ડિસ્કાઉન્ટ માટે યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા સાથે જોડાણ કર્યું છે. યુનિયન બેન્ક સાથે જોડાણને લઈ TReDs મંચ પર તેના ફાઈનાન્સરોની કુલ સંખ્યા 14 પર પહોંચી છે.

આ અવસરે બોલતાં A.TReDs લિ.ના સીઈઓ અને એમડી શ્રી કલ્યાણ બસુએ જણાવ્યું હતું કે ઈન્વોઈસમાર્ટ મંચ પર ફાઈનાન્સર તરીકે યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયાને આવકારવામાં હર્ષ અનુભવે છે. અમે દેશની એમએસએમઈને મજબૂત બનાવવાના અમારા પ્રયાસમાં તેમના મૂલ્યવાન ટેકા માટે ઉત્સુક છીએ. ફાઈનાન્સરો ઈકોસિસ્ટમના પરિબળમાં મહત્ત્વપૂર્ણ તત્ત્વ હોય છે અને એમએસએમઈને અત્યંત જરૂરી કાર્યશીલ મૂડી પૂરી પાડે છે.

ટીમ એમએસએમઈ દ્વારા સામનો કરાતા કાર્યશીલ મૂડી ફાઈનાન્સ પ્રાપ્ત કરવા અને ફાઈનાન્શિયલ ઈકોસિસ્ટમમાં પદ્ધતિસર અંતરના પડકારોને સમજે છે. ટેકનોલોજીની મદદથી અમેઓફફલાઈન ચેનલો થકી મુખ્યત્વે પ્રાપ્તિના ઉચ્ચ ખર્ચને લીધે નાનાવેપારો સુધી પહોંચ માટે સંસ્થાકીય ધિરાણ દારોને અવરોધે છે તેવા આઅંતરને દૂર કરવાનો અમારો પ્રયાસ છે.

યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયાના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી એકે ગોયલે જણાવ્યું હતું કે અમે TReDs મંચ એમએસએમઈને પાર દર્શક, સ્પર્ધાત્મક કિંમતની અને ઝડપી ટ્રેડફાઈ નાન્સિંગપહોંચ પૂરી પાડવા માટે સિદ્ધ હોવાથી ઈન્વોઈસમાર્ટ સાથે ભાગીદારી કરવાની અમને બેહદ ખુશી છે. અમારી બેન્કને અમારી નાણાકીય સન્મુખતા વધારવા માટે આઉત્તમતક પણ છે, કારણકે ડેબ્ટ અગ્રતાના ક્ષેત્રના ધિરાણ હેઠળ આવરી લેવાશે.