ઈમરાન ખાનને હિન્દી ફિલ્મોની જાણીતી અભિનેત્રી સાથે હતું અફેર

ઈમરાન ખાનને હિન્દી ફિલ્મોની જાણીતી અભિનેત્રી સાથે હતું અફેર
પાકિસ્તાનની ક્રિકેટ ટીમ ૧૯૮૭માં ભારત આવી એ વખતે બંનેનો રોમાન્ય પૂરબહારમાં ચગ્યો હતો

મુંબઇ
પાકિસ્તાનનો વડાપ્રધાન બનવા જઈ રહેલો ક્રિકેટરમાંથી રાજકારણી બનેલો ઈમરાન ખાન તેના રંગીન મિજાજ માટે જાણીતો છે. ઈમરાન ખાને સત્તાવાર રીતે ત્રણ વાર તો લગ્ન કર્યાં છે અને બીજી ઘણી ખબૂસૂરત યુવતીઓ સાથે તેના અફેરની ચર્ચાઓ સતત ચાલતી રહી છે.ઈમરાન ખાનને હિન્દી ફિલ્મોની જાણીતી અભિનેત્રી અને સેક્સ બોમ્બ તરીકે ઓળખાતી ઝિન્નત અમાન સાથે અફેર હોવાની ચર્ચા ૧૯૮૦ના દાયકામાં ચાલી હતી. પાકિસ્તાનની ક્રિકેટ ટીમ ૧૯૭૦ના દાયકાના અંતમાં ભારતના પ્રવાસે આવી ત્યારે ઝિન્નત અને ઈમરાન ખાન નજીક આવ્યાં હોવાનું કહેવામાં આવી રહ્યું છે.ઝિન્નત અમાન ૧૯૭૦ના દાયકાના અંતમાં અને ૧૯૮૦ના દાયકાની શરૂઆતમાં હિન્દી ફિલ્મોની ટોચની અભિનેત્રી હતી. એ જમાનાની અન્ય હીરોઈનોની સરખામણીમાં ઝિન્નત સ્લિમ હતી તેથી તેને સેક્સ બોમ્બ કહેવામાં આવતી હતી. ઝિન્નત અમાન અમિતાભ બચ્ચન સાથે ઘણી સફળ ફિલ્મો આપીને ટોચની અભિનેત્રી બની હતી.ઈમરાન અને ઝિન્નત એ પછી ખાનગીમાં મળતા હતા. પાકિસ્તાનની ક્રિકેટ ટીમ ૧૯૮૭માં ભારત આવી એ વખતે બંનેનો રોમાન્ય પૂરબહારમાં ચગ્યો હતો. ઈમરાન ખાન એ વખતે પાકિસ્તાનનો કેપ્ટન હતો અને તે મેચ પત્યા પછી ટીમ સાથે હોટલમાં રોકાવાના બદલે ઝિન્નત સાથે રોકાવા નિકળી જતો હતો.પાકિસ્તાન ક્રિકેટ ટીમના સભ્યો બીજા દિવસે ઈમરાન ખાન કોઈ ભૂલ કરે તો, રાતનો થાક છે તેવું કહીને મજાક ઉડાવતા હતા. એ વખતે ભારત અને પાકિસ્તાનના ક્રિકેટરો શારજાહમાં નિયમિત રીતે રમતા હતા. ઝિન્નત અને ઈમરાન શારજાહમાં નિયમિત રીતે મળતાં એવું પણ કહેવાય છે.