ઉશાન્તી કલર એનએસઈ એસએમઇ આઈપીઓ સમીક્ષા

ઉશાન્તી કલર એનએસઈ એસએમઇ આઈપીઓ સમીક્ષા (સબ્સ્ક્રાઇબ કરો)

ઉશાન્તી કલર કેમ લિમિટેડ (યુસીસીએલ) ડાયસ્ટોફના વિવિધ રંગોના ઉત્પાદન અને વેપાર સાથે સંકળાયેલ છે. સી.પી.સી. બ્લુ ક્રૂડ ડાઇસ્ટફનું ઉત્પાદન કરવાની પરવાનગી મળેલ હોવાથી અને તેની વધતી જતી માંગના કારણે યુસીસીએલએ તેમાં પ્રવેશ કર્યો. કંપનીના ઉત્પાદન પોર્ટફોલિયોમાં સિન્થેટિક ઓર્ગેનિક ડાઈઝ, કોપર થેલીસાયનાઈન, બ્લુ ક્યુડ સામેલ છે. આ ઉત્પાદનો ટેક્ષટાઈલ, ગારમેન્ટ, સુતરાઉ, ચામડા, નાયલોન, કાગળ, ઉન, શાહી, લાકડું, પ્લાસ્ટિક અને પેઈન્ટ ઉદ્યોગોની જરૂરિયાતોને પૂરી કરે છે. યુસીસીએલ મુખ્યત્વે “ટર્કોઈસ બ્લુ” ડાયસ્ટોફ અને રંગદ્રવ્યો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ પ્રક્રિયામાં, કંપનીએ એમોનિયમ કાર્બોનેટ રિકવરકરેલ છે જે પ્લાન્ટમાં પુનઃઉપયોગ કરવામાં આવે છે તેમજ સોડા એશ ઉદ્યોગને વેચવામાં આવે છે. યુસીસીએલનો સ્થાનિક હિસ્સો ૪૬ ટકા છે અને તેના કુલ વેચાણના ૫૪ ટકા નિકાસ થાય છે. કંપની તેના ઉત્પાદનો ૧૬ દેશોમાં નિકાસ કરી રહી છે જેમાં યુ.કે., યુએસ, અર્જેન્ટીના, ચીન, કોરિયા વગેરેનો સમાવેશ થાય છે.
જી આઈ ડી સી ભરૂચ ખાતે ડાયસ્ટફ પીગમેન્ટ અને ઈન્ટરમિડીયેટ ઉત્પાદનની સુવિધા સ્થાપવા માટે, કેટલાંક સિકયોર દેવાંની પુનઃ ચુકવણી /અગાઉથી ચુકવણી કરવા માટે તેમ જ સામાન્ય કોર્પસ ફંડની જરૂરિયાત માટે અંશતઃ ફંડ મેળવવા આ કંપની મેઈડન આઈપીઓ દ્વારા તેનો રૂ. ૧૦ નો એક એવા ૧૯૨૬૦૦૦ ઈકવીટી શેર રૂ. ૬૦ ના મુકરર ભાવે ઓફર કરીને રૂ. ૧૧.૫૬ કરોડ એકત્રીત કરવા મૂડી બજારમાં આવેલ છે. જાહેર ભરણા માટે આ ઈસ્યુ તા. ૨૩.૦૭.૨૦૧૮ ના રોજ ખુલશે અને તા. ૨૫.૦૭.૨૦૧૮ના રોજ બંધ થશે. ઓછામાં ઓછી અરજી ૨૦૦૦ શેર માટે અને તે પછી તેના ગુણાંકમાં કરવાની રહેશે. ફાળવણી પછી તેમના શેર એનએસઈ એસ એમ ઈ ઈમર્જપર લીસ્ટ થશે. આ ઈસ્યુના લીડ પેન્થોમેથ કેપિટલ એડવાઈજર્સ પ્રા. લી છે જયારે બીગશેર સર્વિસીસ પ્રા. લી. તેના રજીસ્ટ્રાર છે.આ ઈસ્યુ ભરાઈ ગયા પછી કંપનીની ભરપાઈ થયેલ મૂડીના૨૬.૩૮% હિસ્સો આપશે. શરુઆતમાં ભાવોભાવ ઈક્વીટી આપ્યા પછી, તેમણે બીજા ઈક્વીટી શેર દીઠ રૂ. ૧૬૦ થી રૂ. ૫૦૦ ના ભાવે આપેલ હતા. આ ઉપરાંત તેમણે ફેબ્રુઆરી ર૦૦૭ માં ર શેર પર ૩ શેર અને માર્ચ ર૦૧૮માં એક શેર પર ૧૦ શેર બોનસ આપેલ હતું. પ્રમોટર્સ દ્વારા શેરના સંપાદનની સરેરાશ કિંમત શેર દીઠ રૂ.૧.૦૪ હતી. આ ઈસ્યુ બાદ આ કંપનીની હાલની ભરપાઈ થયેલ મૂડી જે રૂ. ૫.૩૮ કરોડ છે તે વધીને રૂ. ૭.૩૦ કરોડ થશે.
દેખાવની વાત કરીએ તો, આ કંપનીના છેલ્લા પાંચ નાણાકીય વર્ષનું ટર્નઓવર /ચોખ્ખો નફો રૂ. ૩૫.૪૨ કરોડ / રૂ. ૨.૧૨ કરોડ (નાણાકીય વર્ષ ૨૦૧૪), રૂ. ૨૯.૭૧ કરોડ / રૂ. ૦.૨૫ કરોડ (નાણાકીય વર્ષ ૨૦૧૫), રૂ. ૨૫.૧૧ કરોડ / રૂ. ૦.૨૬ કરોડ (નાણાકીય વર્ષ ૧૬), રૂ. ૨૯.૬૨ કરોડ / રૂ. ૧.૨૮ કરોડ (નાણાકીય વર્ષ ૧૭) અને રૂ. ૩૬.૭૫ કરોડ ૨.૩૯ કરોડ (નાણાકીય વર્ષ ૧૮) થયેલ છે. તેઓએ ના. વ. ૧પ અને ના. વ. ૧૬ માં ટોપ અને બોટમ લાઈનમાં પીછેહઠ કરી હતી, અને આ પછી આ બંનેમાં સ્થિર વિકાસ કરેલ હતો. છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં, તેમણે સરેરાશ શેર દીઠ આવક રૂ. ૩.૦૯ અને સરેરાશ આર ઓ એન ડબલ્યુ ૨૧.૨૯ ટકા દર્શાવેલ છે. તા. ૩૧.૩.૧૮ના એનએવી રૂ. ૧૬.૧૮ ના આધારે ઈસ્યુનો ભાવ ૩.૭૧ના પી/બીવી થી આવે છે, અને ઈસ્યુ પછીના એન એ વી રૂ. ૨૭.૭૪ના આધારે ર.૧૬ના પી/બીવી થી આવે છે. જો આપણે તેમની ના. વ. ર૦૧૮ની કમાણીને ધ્યાનમાં લઈએ અને ઈસ્યુ પછીના તમામ શેરના આધારે વહેંચીએ તો માગવામાં આવેલી ભાવ લગભગ ૧૮ની આસપાસના પી ઈ રેશિયોથી આવે છે. જે સામે આ ઉદ્યોગના શેર ૪૬ના પીઈની આસપાસ વેચાઈ રહેલ છે, તેમના ઓફર ડોકયુમેન્ટ મુજબ તેમણે મેઘમણી ઓર્ગેનાઈઝેશન, યસ કેમેક્ષ અને મહીક્રા કેમિકલ્સને તેમના લીસ્ટેડ હરિફ તરીકે દર્શાવેલ છે, જેઓ હાલમાં અનુક્રમે ૯, ૬૧ અને ૨૨૯ના પી ઈ રેશિયોથી વેચાઈ રહેલ છે. જો કે લીસ્ટેડ હરિફ કંપનીઓની સરખામણી ચુસ્ત રીતે કરી શકાય તેમ નથી. આ ઈસ્યુ વાજબી ભાવનો છે. આ કંપની તેનું પ.૮૦ કરોડ દેવું ચુકવી રહી છે, તેથી તેમના આર્થિક ખર્ચમાં સારી એવી બચત થશે જેના કારણે કંપની આગળ વધી શકશે.
મર્ચંટ બેંકના મોરચે,છેલ્લા ચાર નાણાકીય વર્ષમાં આ તેમની ૮૦મી કામગીરી છે અને છેલ્લા ૧૦ લીસ્ટીંગમાં, લીસ્ટીંગના દીવસે ૧ ઈસ્યુ ભાવો ભાવખુલેલ, બાકીના લીસ્ટીંગના દિવસે ૧૦% ના સામાન્ય પ્રિમિયમથી ખુલેલ હતા.
નિષ્કર્ષ / ઇન્વેસ્ટમેંટ સ્ટ્રેટેજી
વાજબી ભાવ, વિસ્તરણ આયોજન અને દેવામાં ઘટાડા અંગે વિચારતાં, આ ઈસ્યુમાં મધ્યમથી લાંબા ગાળા માટે રોકાણ કરી શકાય.

Review Author

DISCLAIMER: No financial information whatsoever published anywhere here should be construed as an offer to buy or sell securities, or as advice to do so in any way whatsoever. All matter published here is purely for educational and information purposes only and under no circumstances should be used for making investment decisions. Readers must consult a qualified financial advisor prior to making any actual investment decisions, based on information published here. Any reader taking decisions based on any information published here does so entirely at own risk. Investors should bear in mind that any investment in stock markets are subject to unpredictable market related risks. Above information is based on RHP and other documents available as of date coupled with market perception. Author has no plans to invest in this offer.

(SEBI registered Research Analyst-Mumbai).
About Dilip Davda

Dilip Davda, a freelance journalist

Dilip Davda is veteran journalist associated with stock market since 1978. He is contributing to print and electronic media on stock markets/insurance/finance since 1985.

Dilip Davda is a leading reviewer of public issues and NCDs in the primary stock market in India. The knowledge he gained over 3 decades while working in the stock market and a strong relationship with popular lead managers makes his reviews unique. His detail fundamental and financial analysis of companies coming up with IPO helps investors in the primary stock market. Dilip Davda has a special interest in analyzing the SME companies and writing reviews about their public issues. His reviews are regularly published online and in news papers.

Email: dilip_davda@rediffmail.com