એચ ડી એફ સી એ એમ સી આઈ પી ઓ રિવ્યુ (સબસ્ક્રાઈબ)

એચ ડી એફ સી એ એમ સી આઈ પી ઓ રિવ્યુ (સબસ્ક્રાઈબ)

hdfc

 

ક્રિસિલના જણાવ્યા મુજબ એચડીએફસી એસેટ મેનેજમેન્ટ કંપની (એએમસી) લિમિટેડ (એચડીએફસી-એએમસી) ફિસ્કલ ૨૦૧૩ થી ચોખ્ખા નફાના સંદર્ભમાં સૌથી વધુ નફાકારક એસેટ મેનેજમેન્ટ કંપની છે. તેની માર્ચ ૩૧, ૨૦૧૮ સુધીમાં કુલ એયુએમ રૂ.૨૯૧૯.૮૫ બિલિયન હતી. તેની કામગીરીના શરુઆતના પ્રથમ વર્ષ ૨૦૦૨ થી દર વર્ષે તેનો નફો વધ્યો છે. એચ ડી એફ સી એમ એમ સી ઈકવીટી ઓરિએન્ટેડ એયુમની રીતે ના. વ. ર૦૧૧ ના છેલ્લા ક્વાર્ટરથી ભારતની સૌથી મોટી એસેટ મેનેજમેન્ટ કંપની છે. અને ઑગસ્ટ ૨૦૦૮ ના મહિનાથી સરેરાશ એયુએમના સંદર્ભમાં ભારતની ટોચની બે એસેટ મેનેજમેન્ટ કંપનીઓમાં સતત સ્થાન ધરાવતી આવી છે.
એચડીએફસી એએમસી વિશ્વસનીય બ્રાન્ડ અને મજબૂત શ્રેષ્ઠતાનો આનંદ માણે છે અને આમ ભારતીય મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં બજારમાં અગ્રણી સ્થાને છે. તેના નવીન અને સારા વૈવિધ્યકૃત્ત ઉત્પાદન મિશ્રણ ગ્રાહકની પસંદગીઓની જરૂરિયાતોને પૂર્ણ કરે છે.
માર્ચ ૩૧, ૨૦૧૮ સુધીમાં, તેના ઇક્વિટી લક્ષી એયુએમ અને નોન ઈક્વિટી-ઓરિએન્ટેડ એયુએમએ કુલ એયુએમના અનુક્રમે રૂ. ૧૪૯૭.૧૩ અબજ અને રૂ. ૧૪૨૨.૭૩ અબજ આપેલ હતા. માર્ચ ૨૦૧૩ અને માર્ચ ૨૦૧૮ ની વચ્ચે તેના એયુએમ ૨૫.૫ ટકાના સીએજીઆરથી વૃધ્ધિ પામેલ હતો. ક્રીસીલના જણાવ્યા મુજબ, એચસીએફસી એએમસીનું એયુએમ ઈક્વીટી આધારિત પ્રમાણ ૫૧.૩ ટકા હતું, જે ૩૧ માર્ચ ૨૦૧૮ સુધીમાં ઉદ્યોગની સરેરાશ ૪૩.૨ ટકા કરતા વધારે હતું. જેમ કે ઇક્વિટી-લક્ષી યોજનાઓ સામાન્ય રીતે બિન-ઇક્વિટી-લક્ષી યોજનાઓની તુલનામાં ઊંચી ફી માળખું ધરાવે છે, તેમ, ક્રીસીલના જણાવ્યા મુજબ અમારા ઉત્પાદનનું મિશ્રણ કંપનીને વધુ નફો મેળવવા માટે મદદ કરે છે.
ઈસ્યુની વિગતો

લીસ્ટીંગના ફાયદા માટે અને શેરહોલ્ડરોની મૂડી છૂટી કરવા, એચડીએફસી-એએમસી મેઈડન આઈપીઓ દ્વારા તેનો રૂ. ૩ નો એક એવા ૨૫૪૫૭૫૫૫ ઈકવીટી શેર, બુકબીલ્ડીંગ રૂટ દ્વારા રૂ. ૧૦૯૫ થી રૂ. ૧૧૦૦ના ભાવે ઓફર કરીને મૂડી બજારમાં આવી રહી છે. આ દ્વારા કંપની નીચેના અને ઉપરના પ્રાઈઝ બેન્ડના આધારે રૂ. ૨૭૮૭.૬૦ કરોડ થી રૂ. ૨૮૦૦.૩૩ કરોડ એકત્રીત કરવા માગે છે. જાહેર ભરણા માટે આ ઈસ્યુ તા. ૨૫.૦૭.૨૦૧૮ ના રોજ ખુલશે અને તા. ૨૭.૦૭.૨૦૧૮ના રોજ બંધ થશે. ઓછામાં ઓછી અરજી ૧૩ શેર માટે અને તે પછી તેના ગુણાંકમાં કરવાની રહેશે. ફાળવણી પછી તેમના શેર બીએસઈ અને એન એસ ઈ પર લીસ્ટ થશે. આ આખો ઈસ્યુ શેરહોલ્ડરો દ્વારા વેચાણ માટેની ઓફરનો છે. એચડીએફસી ૮૫૯૨૯૭૦ શેર અને સ્ટાન્ડર્ડ લાઈફ ૧૬૮૬૪૫૮૫ શેર ઓફર કરી રહેલ છે. આ આખા ઈસ્યુમાંથી, તેઓએ ૩ર૦૦૦૦ શેર એચડીએફસી એએમસીના યોગ્યતા ધરાવતા કર્મચારીઓ માટે, પ૬૦૦૦૦ શેર એચડીએફસી કર્મચારીઓ અને ર૪૦૦૦૦૦ શેર એચ ડી એફ સી શેર હોલ્ડર માટે અનામત રાખેલ છે. આ રીતે જાહેર જનતા મસાટેની ચોખ્ખી ઓફર ૨૨૧૭૭૫૫૫ શેર માટેની છે. આ ઈસ્યુ ભરાઈ ગયા પછી કંપનીની ભરપાઈ થયેલ મૂડીના ૧૨.૦૧ % હિસ્સો આપશે. આ ઈસ્યુના બુક રનીંગ લીડ મેનેજર કોટક મહિન્દ્રા કેપિટલ કો. લિ., એક્સિસ કેપિટલ લિમિટેડ, ડીએસપી મેરિલ લિન્ચ લિમિટેડ, સિટીગ્રુપ ગ્લોબલ માર્કેટ્‌સ ઇન્ડિયા પ્રા. લિ., સીએલએસએ ઇન્ડિયા પ્રા.લિ., એચડીએફસી બેન્ક લિમિટેડ, આઇસીઆઇસીઆઇ સિક્યોરિટીઝ લિ., આઇઆઇએફએલ હોલ્ડિંગ્સ લિમિટેડ, જેએમ ફાઇનાન્શિયલ લિમિટેડ, જે. પી. મોર્ગન ઇન્ડિયા પ્રા. લિમિટેડ, મોર્ગન સ્ટેનલી ઇન્ડિયા પ્રા.લિ. લિમિટેડ અને નોમુરા ફાઇનાન્સિયલ એડવાઇઝરી એન્ડ સિક્યોરિટીઝ (ઈન્ડિયા) પ્રા.લિ. લિમિટેડ છે, જયારે કાર્વી કોમ્પ્યુટરશેર પ્રા. લી. આ ઈસ્યુના રજીસ્ટ્રાર છે. એચડીએફસી શેરહોલ્ડરો જેમના નામો ૧૪ મી માર્ચ ૨૦૧૮ (ડીઆરએચપીના ફાઇલિંગ) પર દેખાય છે તેઓ આ ક્વોટા માટે લાયક છે.શરૂઆતમાં ભાવોભાવ ઇક્વિટી ઇશ્યૂ કર્યા પછી, તેઓએ જૂન ૨૦૦૩ અને એપ્રિલ ૨૦૧૮ વચ્ચે શેર દીઠ રૂ. ૮૫ થી રૂ. ૨૦૩૯ (રૂ. ૫ મૂળ કિંમતના શેર મુજબ) ના ભાવે બીજા ઈક્વીટી શેર આપેલ હતા. આ સમયગાળા દરમિયાન તે ખૂબ જ સસ્તા ભાવે બાયબેક કરાતો હતો. ફેબ્રુઆરી ૨૦૧૮ માં તેઓએ દર એક શેર પર ૩ બોનસ શેર આપેલ હતા. પ્રમોટરો દ્વારા શેરના સંપાદનની સરેરાશ શેર દીઠ કિંમત રૂ. ૧૫.૦૧ અને રૂ. ૧૯.૫૩ હતી. તા. ૩૧.૦૩.૧૮ ના રોજના એનએવી રૂ.૧૦૨.૫૮ ના આધારે ઇશ્યૂની કિંમત ૧૦ / પી / બી.વી.થી આવે છે. આ ઈસ્યુ પછી એચડીએફસીનું શેરહોલ્ડિંગ જે હાલ ૫૬.૯૭ ટકાસ છે તે ઘટીને ૫૨.૯૨ ટકા અને સ્ટાન્ડર્ડ લાઇફના ૩૭.૯૮ ટકાથી ઘટીને ૩૦.૦૩ ટકા થશે.
એચડીએફસી એએમસી પાસે મજબૂત નાણાકીય કામગીરી પહોંચાડવાનો એક સ્થાપિત ટ્રેક રેકોર્ડ છે. તેની કુલ આવક ના. વ. ૧૪માં રૂ. ૯૦૩.૧૧ કરોડ હતી જે વધીને નાણાકીય વર્ષ ૨૦૧૮ માં રૂ. ૧૮૬૭.૨૫ કરોડ થયેલ છે, આમ વાર્ષિક વિકાસ દર ૧૯.૯૧ થાય છે, અને આજ સમયગાળા માટે ચોખ્ખો નફો રૂ. ૩૫૭.૭૭ કરોડ થી વધીને રૂ. ૭૨૧.૬૨ કરોડ થયેલ છે આમ આ વૃધ્ધિ ૧૯.૧૭% ના સીએજીઆરથી થયેલ છે. તેમનો ડિવિડન્ડ પેઆઉટ રેશિયો નાણાકીય વર્ષ ર૦૧૪ માં ૪૧ ટકા હતો જે વધીને ના. વ. ર૦૧૮ માં પ૬ ટકા થયેલ છે, અને તેમણે ના. વ. ર૦૧૮ માં રૂ. ૩૩૬.૮૯ કરોડ ડિવિડન્ડ ચુકવેલ છે જે સામે તેઓએ ના. વ. ર૦૧૪ માં રૂ. ૧ર૬.ર૦ કરોડ ડિવિડન્ડ ચુકવેલ હતું.૩૧.૦૩.૧૮ ના રોજ તેની નેટવર્થ રૂ. ૨૧૫૯.૯૭ કરોડ હતી નાણાકીય વર્ષ ૨૦૧૪ થી તેમની સરેરાશ નેટ વર્થ પરનું વળતર દર વર્ષે ૪૦ ટકાથી વધારે વધી ગયું હતું અને નાણાકીય વર્ષ ૨૦૧૮ માટે ૪૦.૨૮ ટકા હતું અને ના. વ. ર૦૧૮ માં તે ૪૦.૨૮ ટકા હતું. ૩૧.૦૩.૧૮ ના રોજ તેમની ઈક્વીટી મૂડી રૂ. ૧૦૫.૨૮ કરોડ હતી જેને રૂ.૨૦૫૪+ ની મુક્ત અનામત દ્વારા ટેકો હતો. આ સેકંડરી ઓફર હોવાથી, તેના પોસ્ટ ઇશ્યૂ પેઇડ ઈક્વિટી મૂડી છે તેટલી જ એટલે કે રૂ. ૧૦૫.૯૯ કરોડ રહેશે. ઉપલા બેન્ડ મુજબ ઇશ્યુ નો ભાવ આશરે ૩૨ ની પી / ઇ પર છે. છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં એચડીએફસી એએમસીએ સરેરાશ શેર દીઠ આવક રૂ. ૩૦.૪૨ અને સરેરાશ આર ઓ એન ડબલ્યુ ૩૬.૫૧% દર્શાવેલ છે. ઓફર ડોક્યુમેન્ટ્‌સ મુજબ, તેઓએ રિલાયન્સ નિપ્પન લાઇફ એએમસીને તેમની લિસ્ટેડ હરિફ પેઢીઓ તરીકે દર્શાવેલં છે જે વર્તમાનમાં ૨૬ / (તા. ૧૮.૦૭.૧૮ ના રોજ) ના પી / ઇ પર ટ્રેડિંગ કરે છે. અન્ય આવક સિવાય એચડીએફસી એએમસી તેના લિસ્ટેડ પેઢીઓથી ઘણી આગળ છે. આમ છતાં આ ઈસ્યુ સંપૂર્ણપણે મૂલ્યવાન દેખાય છે, એચડીએફસી જૂથો સમગ્ર બોર્ડના રોકાણકારોમાં, બ્રાન્ડ ઈમેજ અને શેરધારકોને વળતરની તરફેણમાં કેન્દ્ર સ્થાને છે. એમએફ ઉદ્યોગ ભવિષ્યમાં એક મોટી તેજી માટે તૈયારી કરે છે અને આ બીજા સૌથી મોટા ખેલાડી હોવાથી તેજસ્વી ભવિષ્ય તરફ આગળ જવા માટે સુસજ્જ છે.
બીઆરએલએમ ટ્રેક રેકર્ડ
બીઆરએલએમ મોરચે,આ ઓફર સાથે ૧ર મર્ચંટ બેંકર્સ જોડાયેલ છે, જેઓએ છેલ્લા ત્રણ વર્ષમા ૬૧ ઈસ્યુનું સંચાલન કરેલ છે, જેમાંના ૧૮ ઈસ્યુ લીસ્ટીંગના દિવસે ઈસ્યુભાવથી નીચે બંધ આવેલ છે.
નિષ્કર્ષ / ઇન્વેસ્ટમેંટ સ્ટ્રેટેજી
ભારતની એમએફ ઇન્ડસ્ટ્રી છેલ્લા નાણાકીય વર્ષના અહેવાલ મુજબ જીડીપીના ૧૧ ટકા છે, જે સામે વિશ્વની સરેરાશ૩૨ ટકા જેટલી છે. એડવાન્સ દેશોમાં એમ.એફ. રોકાણમાં તેમના જીડીપીના ૬૦% થી ૧૦૦% હોય છે. મોટા પાયે જનતામાં રોકાણ વિકલ્પ તરીકે આ ઉદ્યોગને પસંદગી આપવામાં આવી છે. ભારતમાં એમએફ ઇન્ડસ્ટ્રી ૫ થી ૮ વર્ષ વર્ષમાં બે અંકોમાં વૃદ્ધિ પામવા તૈયાર છે અને એચડીએફસી એએમસીને સૌથી વધુ પસંદગીનું ખાનગી સસેકટરનું એમ એફ છે જે તેજસ્વી ભવિષ્ય માટે સુસજ્જ છે. આમ છતાં જો કે પ્રથમ દૃષ્ટિકોણની આ ઈસ્યુ સંપૂર્ણ કિંમત વાળો છે, બોર્ડના રોકાણકારો વચ્ચે જૂથની ફેન્સી અને એચડીએફસી એએમસીના સારા દેખાવ વાળા ટ્રેક રેકોર્ડને કારણે આ ઈસ્યુમાં માધ્યમથી લાંબા ગાળા માટે રોકાણ કરવું લાભદાયક રહેશે.

Review Author

DISCLAIMER: No financial information whatsoever published anywhere here should be construed as an offer to buy or sell securities, or as advice to do so in any way whatsoever. All matter published here is purely for educational and information purposes only and under no circumstances should be used for making investment decisions. Readers must consult a qualified financial advisor prior to making any actual investment decisions, based on information published here. Any reader taking decisions based on any information published here does so entirely at own risk. Investors should bear in mind that any investment in stock markets are subject to unpredictable market related risks. Above information is based on RHP and other documents available as of date coupled with market perception. Author has no plans to invest in this offer.

(SEBI registered Research Analyst-Mumbai).
About Dilip Davda

Dilip Davda, a freelance journalist

Dilip Davda is veteran journalist associated with stock market since 1978. He is contributing to print and electronic media on stock markets/insurance/finance since 1985.

Dilip Davda is a leading reviewer of public issues and NCDs in the primary stock market in India. The knowledge he gained over 3 decades while working in the stock market and a strong relationship with popular lead managers makes his reviews unique. His detail fundamental and financial analysis of companies coming up with IPO helps investors in the primary stock market. Dilip Davda has a special interest in analyzing the SME companies and writing reviews about their public issues. His reviews are regularly published online and in news papers.

Email: dilip_davda@rediffmail.com

The HDFC AMC IPO Analysis helps you to understand about the company, offer detail, valuation, capital structure and financial performance. Our SEBI registered IPO Analysts tells you if HDFC AMC IPO worth investing. The HDFC AMC IPO Note sets the IPO expectations in systematic way which tells you if HDFC AMC IPO good to buy (good or bad / yes or no). The IPO Forecast tells you weather to invest in HDFC AMC IPO by providing IPO recommendations i.e. subscribe, avoid and neutral.