એનટીઆરની પત્ની બનવા માટે વિદ્યા બાલનને અધધધ ફી ચુકવાઈ

એનટીઆરની પત્ની બનવા માટે વિદ્યા બાલનને અધધધ ફી ચુકવાઈ
વિદ્યા બાલનને એક સમયે સાઉથ ફિલ્મ ઈંડસ્ટ્રીમાંથી અપશુકનિયાળ ગણાવીને હાંકી કાઢી હતી

ચેન્નાઇ
હાલ વિદ્યા બાલન એન.ટી.રામારાવની બાયોપિકમાં કામ કરી રહી છે. જેમાં એન.ટી.આર.ની વાઈફ બાસાવાતારાકામનો રોલ તે કરી રહી છે. કહેવાય છે કે આ રોલ કરવાં માટે વિદ્યા બાલનને અધધધ ફી ચુકવાઈ છે. જો આમ હોય તો તે તેલુગુ ફિલ્મમાં આ તેનું પદાર્પણ હશે.
સમયનું ચક્કર કેવું ફરે છે તેનું આ જ્વલંત ઉદાહરણ છે.વિદ્યા બાલન ને એક સમયે સાઉથ ફિલ્મ ઈંડસ્ટ્રીમાંથી અપશુકનિયાળ ગણાવીને હાંકી કાઢી હતી. જેથી તેણે બોલિવુડની રાહ પકડી હતી. અહિં તે પરિણીતા, ગુરુ, એકલવ્ય, હે બેબી જેવી અર્થસભર ફિલ્મ કરી હતી. અને વિવેચકોને પોતાનાં અભિનયથી આંજી નાખ્યા હતા. આ જ વિદ્યા બાલને કહાની અને ધ ડર્ટી પિક્ચરમાં પડકાર જનક રોલ કરી સતત બે વર્ષ નેશનલ એવોર્ડ મેળવ્યા. અને બોલિવુડમાં એકલે હાથે ફિલ્મ હીટ કરાવાવાની જેમની ક્ષમતા છે તેવી અભિનેત્રીઓમાં તેનું નામ નોંધાયુ.ફિલ્મ સર્જકો ખાસ તેને કેંદ્રમાં રાખીને પાત્રો લખવાં માંડયા. આ વિદ્યા બાલનને જ ફરી ટોલિવુડમાં ફિલ્મમાં કામ કરવાં માટે કોલ આવ્યો. એક રીપોર્ટ પ્રમાણે આ બાયોપિકમાં કામ કરવાં વિદ્યાને ૧.૫ કરોડ ચુકવાયા હોય તેવું જાણવાં મળી રહ્યુ છે. આ માટે વિદ્યા બાલનને હૈદ્રાબાદ ખાતે ફિલ્મ પ્રોડ્યુસરનાં ફેમેલી એ આવકાર્યુ પણ હતુ. જેમાં એન ટી આર નો રોલ તેનો પુત્ર બાલાક્રિષ્ના જ ભજવી રહ્યો છે. રાણા દગ્ગુબાટી રાજકારણીનાં રોલમાં જોવા મળશે.